Daily Archives: April 15, 2015


ઈન્ટરનેટ ઓફ થીંગ્સ : જમાનો આજ છે આવ્યો… – સંજય પિઠડીયા 2

આજનો યુગ એ ખરા અર્થમાં ઈન્ટરનેટનો યુગ છે. એકબીજા સાથે જોડાયેલા રહેવામાં આજે ઈન્ટરનેટનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ફેસબુક, વ્હૉટ્સ-ઍપ, ટ્વીટર, સ્કાઈપ, લાઈન, વી-ચૅટ જેવા રમકડાં આપણા રોજિંદા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. ખાતા-પીતા-સૂતા-ઊઠતા કોઈ પણ દિનચર્યા કરતી વખતે લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવામાં સંતોષ અને સુખ અનુભવે છે. આજની તારીખે દુનિયામાં પાંચ અબજ જેટલા “સ્માર્ટ” કનેક્ટેડ ડીવાઈસ (ડીવાઈસ એટલે સાધન કે ઉપકરણ) વ્યવહારી ઉપયોગમાં લેવામાં આવે છે, અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આ આંકડો પચાસ અબજે પહોંચે એવી નિષ્ણાંતોની અને વિશ્લેષકોની આગાહી છે. આજની ટેકનોલોજીના ડગલે ને પગલે સાથે ચાલનારાઓ માટે “IoT” શબ્દ નવો નથી. શું છે આ IoT? IoT નો અર્થ છે ‘ઈન્ટરનેટ ઓફ થીંગ્સ’!