માનસ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – સુરેશ સોમપુરા 5


પ્રચલિત અને સુવિખ્યાત પુસ્તક ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ ના લેખક શ્રી સુરેશ સોમપુરા, એક ચિત્રકાર, વ્યંગ ચિત્રકાર, લેખક, તસવીરકાર અને પત્રકાર, પણ વિશેષ અભિરુચિ અધ્યાત્મમાં રહી છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ધર્મ, અધ્યાત્મ, માનસ અંગે મૌલિક સંશોધન કર્યું છે. મનની શક્તિ – મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ અધ્યાત્મિક છે. પ્રેમની પ્રાપ્તિ સિવાય અન્યને માટે મનની શક્તિના ઉપયોગનો તેઓ અણગમો દર્શાવે છે. આ વર્ષો દરમ્યાન તેઓ અનેક માંત્રિકો, તાંત્રિકો, ધર્મધુરંધરો અને તત્વજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા છે અને ચિંતન મનન અને સાધના પછી આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની મૌલિક વિચારસરણી તેઓ લાવ્યા છે. મનની શક્તિ જ મનુષ્યને સર્વોત્તમ બનાવી શકે છે તેમ તેઓ માને છે. આ અંગે તેમણે જાત પર પ્રયોગો અને અન્યને સહાય પણ કરી છે. આ નાનકડી પુસ્તિકામાં તેમણે માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય, સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ અંગે જીજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું છે.

મન અને મનુષ્ય

તમે જાણો છો કે તમારી શારીરિક, આર્થિક, બૌદ્ધિક આબાદી કે બેહાલીનું કારણ તમારું મન છે? ફક્ત ‘માનસિક’ બીમારીઓ જ નહીં પણ પ્રત્યેક શારીરિક બીમારીનું કારણ પણ તમારું મન જ છે! અને તમે જાણો છો ખરાં કે ગૂમડું, ખરજવું, હ્રદયરોગ કે કેન્સર જેવા રોગ પણ તમે તમારી માનસિક શક્તિ દ્વારા જાતે જ સાજા કરી શકો છો.

તમારું મન જ રોગનું કારણ છે અને એ જ મન તમને નીરોગી પણ બનાવી શકે. ગીતામાં કહ્યું છે : મન એ જ મનુષ્યના બંધન અથવા મોક્ષનું કારણ છે – અને એ વાત અનેક રીતે સાચી છે. તમારા મનના કારણે જ તમે ગરીબ છો અને એ મન જ તમને ઐશ્વર્યવાન બનાવી શકે છે.

મનુષ્યનું સમગ્ર અસ્તિત્વ તેના મનની આસપાસ રચાયું હોવા છતાં દુ:ખની વાત એ છે કે એ પોતાના જ મનને બિલકુલ ઓળખતો નથી. જ્યાં અને જ્યારે એ આ મનને ઓળખવાનો દાવો કરે છે, ત્યારે ત્યારે મન વિશે સત્ય હકીકત જાણવાને બદલે એ અફવાઓ જ ફેલાવે છે.

છેલ્લાં પચીસ વરસમાં હું એવા અનેક લોકોના સંપર્કમાં આવ્યો, જેઓ મન વિશે કશું જ જાણતા ન હોવા છતાં આ મનની ચમત્કારીક શક્તિઓનો ગજબનાક પરચો બતાવી શક્તા હતા. અલબત્ત, મારો પનારો અનેક બનાવટ કરનારાઓની સાથે પણ પડ્યો હતો. હું એવા અનેક ચિકિત્સકોને મળ્યો હતો, જેઓ પુસ્તકો વાંચી વાંચીને મનોવૈજ્ઞાનિક બન્યા હતા અને બુદ્ધિના સ્તરથી મનને ઓળખવાનો દાવો કરતા હતા. પુસ્તકિયા જ્ઞાન સિવાય એમની પાસે કોઈ અનુભવ ન હતો.

અને એવા અનેક માંત્રિઓ – તાંત્રિકોને પણ હું મળ્યો હતો, જેઓ એકાદ મંત્ર ફૂંકીને રોગો – ભયાનક રોગો દૂર કરી શક્તા હતા અને સાથે સાથે જ એ મંત્ર તંત્રની શક્તિથી કોઈને પાયમાલ કરવાના કે કોઈને મોતને ઘાટ ઉતારવાના સફળ – અસફળ પ્રયોગો કરતા હતા.

આજે આપણે શરીર વિશે ઘણું જાણીએ છીએ. શરીર વિશે નેવું પંચાણું ટકા જ્ઞાન છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. મનુષ્યે બુદ્ધિનો ગજબનાક વિકાસ છેલ્લી સદીમાં કર્યો છે, છતાં બૌદ્ધિક વિકાસ આપણે માત્ર પાંચ ટકા જ સાધ્યો છે, એમ વૈજ્ઞાનિકો કહે છે, જ્યારે મન વિશે તો આપણે આ અલ્પ બુદ્ધિથી ફક્ત તર્કો જ લડાવ્યા છે.

વધુ વાંચવા ડાઊનલોડ કરો ઈ-પુસ્તક ‘માનસ – સુરેશ સોમપુરા’ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાંથી..


Leave a Reply to BhagirathCancel reply

5 thoughts on “માનસ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – સુરેશ સોમપુરા

  • Bhagirath

    मैंने ये बुक पढ़ी है। बहुत अच्छे विचार हैं सोमपुराजी के। लेकिन कुछ लोग इसे आध्यात्मिक पुस्तक मानते हैं, बल्कि मेरे हिसाब से यह एक वैज्ञानिक (मनोवैज्ञानिक) पुस्तक है।

  • Milan Rajput

    સુરેશભાઈ સોમપુરા એ ગુજરાતી લેખકોમાં મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ લેખક છે,કારણ કે તેમના પુસ્તકો દ્વારા અપાયેલી માહિતી દ્વારા લોકો ભ્રમણામાંથી બહાર આવી ‘મન’ની અપાર અને અનંત શકિત વિશેની જાણકારી મેળવી સત્ય તરફની દિશામાં અગ્રેસર બનવા પ્રેરાઈ શકે છે…..તેમના મને ગમતા પુસ્તકો અનુક્રમે નીચે મુજબ છે,તેમાં સૌથી પહેલુ જે બધાની જ પસંદીદાર પુસ્તક છે તે (1)અઘોરીઓ સાથે પાંચ દિવસ
    (2)અભય
    (3)મારી અનુભવ કથાઓ
    (4)કાપાલિકોના જગતમાં
    (5)ચોથું પરિમાણ
    (6)મંત્ર
    (7)માણસ
    (8)ચમત્કારને નમસ્કાર
    અને
    (9)સમિધા
    …….આ પુસ્તકો વાંચ્યા પછી બીજા બધા પુસ્તકો તમને કદાચ વામણા લાગશે.

  • jagdish48

    ૧૯૮૩/૮૪ માં મેં ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ વાંચ્યું હતુ અને પછી ધર્મ વિષેનું શ્રી સુરેશભાઈનું તારણ મારા જીવનમાં ઉતરી ગયું. ધર્મને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી નિહાળવાની સમજ આ પુસ્તકમાંથી મળી…