Daily Archives: November 29, 2014


સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત આસ્વાદલેખમાં તેઓ કવિ શ્રી ભગવતીકુમાર શર્માની મીરાંમય શબ્દરચનાની વાત ખૂબ સુંદર રીતે મૂકે છે.કવિશ્રીએ આ ગીતમાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રને મીરાંના માધ્યમથી એકસૂત્રે બાંધ્યું છે. મેવાડ અને દ્રારિકાની વચ્ચે મીરાં નામનો સૂનકાર – ધબકાર આપણને ઘણુંબધું સૂચવી જાય છે. મીરાંના મંજીરાનો રણકાર જો એક વખત આપણે ‘સાચા અર્થ’માં પામી જઈએ તો આ જીવતરનો ખાલીપો ક્યાંય દૂર-સુદૂર હડસેલાઈ જશે. પણ રૂપિયાના રણકાર વચ્ચે એ મંગલમય મર્મનાદ કોણ જાણે ક્યારેય આપણે સાંભળીશું? પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના ‘ફૂલછાબ’માં પ્રસ્તુત થતા આસ્વાદ લેખોની શૃંખલા ‘આચમન’ ના લેખોના સંકલન પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લેવામાં આવી છે.