ખણખોદ…. ફરી એક વાર (૧૪) – સંકલિત 11


“સાહેબ, તમે રોજ રોજ આવીને અડધી કલાક સુધી આ છાપાઓ ને મેગેઝિનો જુઓ છો પણ કોઈ દી’ કંઈ લેતા નથી, એમ કેમ?”
“તમને ખબર ન પડે તો હું શું કરું?”

“કાં બાપુ, નવો મોબાઈલ લીધો?”
“ના રે ના, આ તો દોસ્તારનો છે.”
“તમને આપી દીધો?”
“ના, એમાં એમ થયું કે ઈ જ્યારે મળે ત્યારે ધોખો કરતો’તો કે બાપુ, તમે મારો ફોન તો ઉપાડતાં જ નથી… તે આજે ઉપાડી લીધો.”

બોઘો – “આ ભેંસના ૫૦૦૦૦ રૂપિયા? આને તો એક આંખ પણ નથી!”
રૂડો ભરવાડ – “તે ભાઈ, તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે ભરતકામ કરાવવાનું છે?”

શિક્ષકે કહ્યું, “મનુ એક ટૂંકો નિબંધ લખ જેમાં અઠવાડીયાના દરેક વાર વિશે થોડું થોડું લખજે.
મનુએ લખ્યું, ‘બા સોમવારે નાનાને ઘરે ગઈ, મંગળવારે તેણે એટલો શીરો બનાવ્યો કે તે બુઘ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર સુધી ચાલ્યો.

ડૉક્ટર (નાના બાળકને) – તને નાક-કાનની કોઈ ફરિયાદ નથી ને!
બાળક – છે ને, ટી-શર્ટ કાઢતા બેય વચ્ચે આવે છે.

એક પતિએ પત્નીને કહ્યું, ‘જો, આ લેખકે લખ્યું છે કે પતિઓને પણ ઘરમાં બોલવાનો હક્ક હોવો જોઈએ.’
પત્ની – ‘એ પણ એણે લખવું પડ્યું, બિચારો ક્યાં બોલી શક્યો.’

એક મોટા મંદિરની બહાર જાહેરાત હતી, ‘તમારા પતિ-પત્નીનો હાથ પકડી રાખજો, જો અહીં ભીડમાં એ ખોવાઈ જશે તો તમે માનશો કે તમારી પ્રાર્થના કબૂલ થઈ ગઈ છે!’

પતિ – લાગે છે આજે શાકમાં મીઠું થોડુ વધારે છે.
પત્ની – ના, મીઠું વધારે નથી, શાક થોડુંક ઓછું છે.
પતિ – બરાબર, એમ જ થયું લાગે છે.

બસમાં મનુની બાજુમાં એક બહેન તેમના નાના છોકરાને ખોળામાં લઈ તેને હલવો ખવડાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. બાળકે મોં ન ખોલ્યું એટલે તેમણે કહ્યું, ‘ખા, નહીંતો આ બાજુમાં બેઠા છે એમને આપી દઈશ.’
બાળકે મોં ખોલી એકાદ બે ચમચી હલવો ખાધો કે તરત પાછો એ ખાવાનું ભૂલી બારીની બહાર જોવા લાગ્યું. ફરીથી પેલા બહેન કહે, ‘ખા નહીંતો આ બાજુમાં બેઠા છે એમને આપી દઈશ.’
આવું બે ત્રણ વાર ચાલ્યું એટલે મનુએ કહ્યું, ‘બેન, તમે જલ્દી નક્કી કરો ને! આ હલવાની પાછળ હું ચાર સ્ટેન્ડ આગળ આવી ગયો છું.’

છોકરાવાળાઓ છોકરી જોવા ગયા, છોકરીના પિતા કહે, ‘અમારી છોકરી તો હજી ભણે છે.’
છોકરાવાળા કહે, ‘અમારો છોકરો થોડો નાનો છે કે તમારી છોકરીના ચોપડા ફાડી નાંખશે?’

છોકરી પ્રેમીને – ‘હું આજે કેવી લાગું છું? હમણાં જ બ્યૂટીપાર્લરથી આવું છું.’
પ્રેમી – ‘બંધ હતું?’

સંતા – આ ડૉક્ટરો પોતાના નામ પછી એમ.ડી કેમ લખે છે?
જેઠાલાલ – એ તને ઇલાજ પહેલાથી જ મિચ્છામી દુક્કડમ કહે છે.

નવોદિત કવિ – ‘મારા પાંચ વર્ષના છોકરાએ મારી કવિતાઓ ફાડી નાંખી.’
સંપાદક – ‘અરે વાહ, એને અત્યારથી સાહિત્યની સારી સમજ કહેવાય.’

અંગ્રેજ – હાલો બાપુ, આપણે બુદ્ધિની લડાઈ લડીએ.
બાપુ – ભૂરા, ઈ નો બને.
અંગ્રેજ – કેમ, તમારે શું વાંધો છે?
બાપુ – ગોલકીના, અમે નિઃશસ્ત્ર પર વાર નથી કરતા.

મગન – કાલે મારા બાપુ કૂવામાં પડી ગયેલા તે જોર જોરથી બરાડા પાડતા હતા.
છગન – તે હવે કેમ છે?
મગન – સારું જ હશે, આજે સવારથી કોઈ અવાજ સંભળાયો નથી.

બિલિપત્ર

“સર, મારી પત્નીએ કહ્યું છે કે આજે તમારા બોસ પાસે પગારવધારો માંગજો”
“સારું, મારી પત્નીને પૂછીને કાલે તમને જણાવીશ.”

– સંકલિત

અક્ષરનાદ પર આ પહેલાની ખણખોદ વાંચવા ક્લિક કરો.. ખણખોદ ૧૩


11 thoughts on “ખણખોદ…. ફરી એક વાર (૧૪) – સંકલિત

  • Kalidas V. Patel { Vagosana }

    ખણખોદ … માં મજા પડી ! મગજ તરબતર થઈ ગયું. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Ranjitsinh dajubha jadeja


    dhaval soni:

    તહેવારની શુભ શરુઆત …. આભાર અક્ષરનાદ…. અક્ષરના પરિવાર્ના બધાજ સભ્યો ને અને જિગ્નેશભાઈને દિવાળીની મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…

  • dhaval soni

    તહેવારની શુભ શરુઆત …. આભાર અક્ષરનાદ…. અક્ષરના પરિવાર્ના બધાજ સભ્યો ને અને જિગ્નેશભાઈને દિવાળીની મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…

  • નિમિષા દલાલ

    વાહ મજા આવી ગઈ.. અક્ષરનાદના વાચકોને મારી પણ ઘણી ઘણી શુભેચ્છા.. હાસ્ય સાથે થયેલી તહેવારોની શરુઆત.. આભાર જિજ્ઞેશભાઈ…

  • jayshree shah

    એ બધાને દીવાળીના રામ રામ અને નવા વરસની રૂડી ને ઝાઝી બધી શુભેચ્છાઓ.
    જયશ્રી શાહ

  • Harshad Dave

    સહુને અને જીજ્ઞેશભાઈને, અક્ષરનાદને તેનાં ચાહકો, વાચકો, પાઠકોને, તેમજ રીડગુજરાતીના વડીલોને, વાચકોને, ચાહકોને, ગ્રાહકોને, અને એ સહુને એકતાંતણે બાંધતા સર્જકોને દીપાવલીની શુભકામનાઓ અને નવ-વર્ષની શુભેચ્છાઓ…બધાનું મંગળ થાય, કલ્યાણ થાય, શુભ થાય…આમીન (તથાસ્તુ!)…-હદ.