આજે લખીએ છ શબ્દોની વાર્તા – માઈક્રો ફિક્શન… 92


હા, જે શીર્ષક તમે વાંચ્યુ એ તદ્દન સાચું છે. માઈક્રોફિક્શન સ્પર્ધામાં એટલી બધી કૃતિઓ આવી રહી છે કે મને લાગે છે કે તેનો સમય વધારવો પડશે જેથી વિશાળ જનસમુદાય તેનો લાભ લઈ શકે. જો એ શક્ય થશે તો આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થશે.

પણ આજે એક શ્રમ કરીએ… ચાલો ફક્ત છ શબ્દોમાં આજે આપણી વાર્તા મૂકવાનો પ્રયત્ન કરીએ, જોઈએ ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કોણ કહી શકે છે.. આપની છ શબ્દોની વાત પ્રતિભાવમાં મૂકો.

અંગ્રેજીમાં આ કળા કે આ પ્રકારની ‘સિક્સ વર્ડ સ્ટોરીઝ’ની બ્લોગ સર્જનાત્મકતા સાહજીક છે, અહીં આપણે ‘છે’, ‘હા’, ‘ના’ જેવા એક અક્ષરના શબ્દને છ શબ્દોની ગણતરીમાં નહીં લઈએ. અને શરૂઆત માટે બે ઉદાહરણ

૧. અર્નેસ્ટ હેમિંગ્વેની અતિપ્રચલિત અને વિશ્વની નાનામાં નાની માઈક્રોફિક્શન –

For sale: baby shoes, never worn

આ શ્રમની શરૂઆત હું જ કરું –

૨.

‘તું મને પ્રેમ…’

‘ના’..

આંસુ લૂછાયું

પ્રતિભાવમાં સર્જનાત્મક્તા જોવાની આશા સહ..

– સંપાદક


Leave a Reply to NiravCancel reply

92 thoughts on “આજે લખીએ છ શબ્દોની વાર્તા – માઈક્રો ફિક્શન…