Daily Archives: August 31, 2014


શશાંકને ઠોઠ કહી શકાય? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૩) 7

૧૪ વર્ષનાં શશાંકના મમ્મી શ્રદ્ધાબેન પોતાનાં દિકરાના બુદ્ધિ આંક પ્રત્યે ચિંતિત હતાં. શ્રદ્ધાબેનનાં કહેવા પ્રમાણે શશાંકની યાદશક્તિ, સમજશક્તિ તથા ગ્રહણશક્તિ ઓછી થઈ ગઈ હતી. આઠમાં ધોરણમાં ભણતો શશાંક છઠ્ઠા ધોરણ સુધી વગર ટ્યુશને ક્લાસમાં પ્રથમ કે દ્વિતીય આવતો હતો અને ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ આવતા. સાતમા ધોરણમાં એનો નંબર થોડો પાછળ ગયો અને આઠમાની છ માસિક પરીક્ષામાં શશાંક એક વિષયમાં નાપાસ થયો. શ્રદ્ધાબેનને સમજાતું જ ન્હોતુ કે પહેલા કરતા ઘણી વધારે મહેનત કરતો હોવા છતાં શશાંક ભણવામાં દિવસે ને દિવસે કેમ પાછળ પડતો જાય છે?