૧૦ માઈકો ફિક્શન વાર્તાઓ (ભાગ ૫) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 21


(૭૧)

ઝૂંપડાનું છેલ્લુ વાસણ પણ ટપકતી છત નીચે ગોઠવીને કલ્લુ રોજની જેમ મંદિર ગયો.

બે હાથ જોડીને ઇશ્વરને પ્રાથના કરી “ઓણ સાલ વરહાદ હારો કરજે હોં બાપ… આ ધરતીમાને પોણીની જરુર સ..”

(૭૨)

રોગથી વ્યાકુળ પત્નીને હોસ્પિટલ પંહોચાડવાની જલ્દીએ દિપકભાઇએ જોરથી ગાડીનું હોર્ન વગાડયું. અચાનક પતિ પત્ની બન્નેની નજર આગળ જતી રીક્ષા પર લખેલા વાક્ય પર પડી અને ક્ષણાર્ધ માંટે દુઃખ ભૂલી બેય હસી પડ્યા..

ત્યાં લખ્યુ હતું.. “તકલીફ તો રહેવાની જ..”

(૭૩)

“આપણને પોલિટીક્સમાં રસ જ નથી. રાજનીતી ગંદી ચીજ છે. બોગસ માણસો જ પોલિટીકસ કરે, શું?” સનતભાઇએ ભારતીય રાજકારણ વિષે વાતો કરતા મિત્રોને ખખડાવ્યા.

ત્યાં જ રણકેલા ફોન પર કોઇનું નામ જોઇ, બાજુમાંં જઇને ફોનમાં ધીમેથી બોલ્યા “બધુંય સેટીંંગ થઇ ગયું છે. પેલા રમેશની સામે બધા કાલે મારો વિરોધ કરવાની એક્ટિંગ કરશે પણ અંદર બોસ પૂછે ત્યારે લીડર તરીકે મારું જ નામ આપશે.. યુનિયનમાં રહેવુ હોય તો તમારે શું કહેવુ એ વિચારી લેજો”

(૭૪)

જાણે શુંય મોટી કૃપા કરતો હોય તેમ હાથમાં ૧૦ની નોટ રમાડતા એણે નાનકડા ભિખારીને પૂછ્યું, “૧૦ રૂપિયા આપું છું, પણ આટલા બધા રૂપિયાનું શું કરીશ?”

સહજ ભાવે એ છોકરાએ કહ્યુંં “દસ રૂપિયાના બે બન મળે છે સાહેબ. એક હું ખાઈશ ને બીજું કોઈ ભૂખ્યાને ખવડાવીશ..”

(૭૫)

“જુઓ મી.પારેખ, તમે શિક્ષક છો. એકની એક વાત કેટલી વાર તમને કહેવાની હોય? તમારા વિષયમાં થોડી તૈયારી રાખો, આમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય” હેડમાસ્તરે ચીડાઇને કહ્યુ.

મોં બગાડી, ક્લાસમાં આવી પારેખે વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરતાં, બગાસું ખાધું અને પુસ્તક ખોલ્યું, વર્ગપાઠમાં આજે ગુજરાતી કહેવતનો વિસ્તાર કરવાનો હતો, “તેજીને ટકોરો ને ગધેડાને ડફણા..”

(૭૬)

ગઇકાલે મન્નત પૂરી કરવા એ પીરબાબાની મઝાર પર ચાદર ચડાવા ગયો… ખબર નહી શુંં થયું તો દરગાહે ખાલી માથું નમાવી બહાર આવી ગયો. મસ્જીદની પાસે બેઠેલા ફકીરને નવી નક્કોર ચાદર ઓઢાડી… ઘરે ફોન કર્યો, “મન્નત કબૂલ થઈ ગઈ છે અમ્મી.”

(૭૭)

કોઇપણ સંજોગોમાં, એકપણ દિવસ પાડ્યા વગર નિયમીત સવાર સાંજ મંદિર જનારા પ્રતિકભાઇ ઘરે પંહોચ્યા ત્યાં પોતાનાજ ગામમાં બીજા ઘરે એકલા રહેતા મા-બાપની ચીઠ્ઠી મળી, “બેટા, કોઇક દિવસ ટાઈમ મળે તો મળવા આવજે… ગમશે…”

(૭૮)

કંપનીના ડાયરેક્ટરની સીટ પર પહેલી વાર દીકરાને બેસાડતા પિતાએ એક ખાસ વાત શીખવી, “એમ્પલોઈઝ પર બીક રાખવી બહુ જરૂરી છે. જો એમના પ્રત્યે લાગણી રાખીશ તો આપણો ફાયદો લેશે.. એક કે બે ને નાનકડા વાંકે પણ નોકરીમાંથી કાઢી મૂકજે. બીજા આપો આપ સમજી જશે..”

ઓફિસથી થોડે દૂર, ગોચરમાં, પહેલી વાર ધણ ચરાવા લઇ ગયેલ દીકરાને બાપે લાકડી આપતા સમજાવ્ય્ં, “જો, આ તો ડોબું કહેવાય.. ઓ ના દૂધથી જ કમાવાનું છે.. લાકડી હાથમાંં ડરાવવા રાખવાની, પણ ઇ ને વાપરવાની ભાગ્યે જ! ઈ આપણી મિલકત સ.. ઇ ને હમજીશ તો ઇ ડોબુય તને હમજશે..”

(૭૯)

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં, જે સ્ટૅજ પર સવારે ધ્વજવંદન થયું હતું તેની બન્ને તરફના સ્પોન્સર્સના બેનર હતા, “લંડનમાં સદાય માટે સ્થાયી થવા.. અઢળક કમાણી કરી જિંદગીને સજાવવા… લંડનના ગેરેંટેડ વીઝા માંટે આજે જ મળો – ફોરેન ઓવરસીઝ સર્વિસ.”

(૮૦)

મોટાભાગના લોકોની ૧૪મી ઓગસ્ટે ફોન પર થતી વાતોનો નિચોડ
“કાલનો શું પ્લાન છે?”
“શું હોય? કાલે ૧૫મી ઓગસ્ટ છે એટલે રજા.. મોડા ઊઠીશું.. ટી.વી. માં તો દેશભક્તિની પીપુડી વાગતી હશે એટલે ડીવીડી પર હોલીવુડનું કોઈ સારું મૂવી જોઈશું. બપોર પછી ફરવા નીકળીશું.. તમારો શું પ્લાન છે?”

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિકની આજની દસ માઈક્રોફિક્શન વાર્તાઓ વાચકોના તેમના સર્જનને મળી રહેલ અઢળક સ્નેહ અને ઉત્સાહના ફળ સ્વરૂપ રચનાઓ છે. સુંદર પ્રતિભાવો લેખકને વધુ સારી રીતે સર્જન માટે પ્રેરણા આપે છે, આશા છે દર વખતની જેમ આ પાંચમા ભાગમાં પણ હાર્દિકભાઈની માઈક્રો ફિક્શન રચનાઓ માણવી આપને ગમશે. હાર્દિકભાઈની આ પહેલાની રચનાઓ પોસ્ટની નીચે તેમના નામ પર ક્લિક કરવાથી માણી શકાશે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


Leave a Reply to NatubhaiCancel reply

21 thoughts on “૧૦ માઈકો ફિક્શન વાર્તાઓ (ભાગ ૫) – ડૉ. હાર્દિક યાજ્ઞિક

  • ANIL SHETH

    SHRI HARDIK BHAI, IN SHORT, SO MUCH FACT THINGS TELL. THIS MOBIL CELL PHONE TIME THIS IS NCESSARY TO TEACH TO DAY YOUNG PEOPLES, WHO SAY NO TIME. LIKE READ TEXT MESSAGE. YOUR SHORT STORIES IS SAME TEXT MESSAGE.

  • Nilesh

    પ્રથમ વાર હાર્દિકભાઈ આપની આ માર્મિક વાર્તા ઓ વાચી ખુબ જ આનંદ થયો

  • Kalidas V. Patel {Vagosana}

    સચોટ વાર્તાઓ. લાઘવમાં ઘણુંબધું કહી દીધું. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • નિમિષા દલાલ

    બધાએ બધુ જ લખી દીધું છે મારે માત્ર એ બધાની સાથે સહમતિ દર્શાવવી છે.. તેનું પુનરાવર્તન નથી કરવું…

    આ વાર્તાઓ માટે આટલા જ શબ્દો છે મારી પાસે વધારે નથી….

  • મનીષ વી. પંડ્યા

    અંગ્રેજીમાં કોમેન્ટ લખતા અક્ષરનાદના મિત્રો ગુજરાતીમાં પોતાનો અભિપ્રાય આપે તો સોનામાં સુગંધ ભળે. બીજા વાચકો શું માને છે? ગુજરાતીમાં લખવું અઘરું નથી જ નથી.

    • Kalidas V. Patel {Vagosana}

      સાચી વાત છે, મનીષભાઈ. કી બોર્ડમાં જોઈને આસાનીથી ગુજરાતી લખી શકાય છે. સૌ મિત્રો ગુજરાતીમાં જ લખે એવી અપેક્ષા.
      કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • મનીષ વી. પંડ્યા

    વાર્તા નં. ૭૧, ૭૨, ૭૪, ૭૫, અને ૭૮ વિશેષપણે ગમી. બધી વાર્તાઓને ઉચિત શીર્ષક આપ્યું હોત તો વિશેષ મજા આવત.

  • Natubhai

    ડૉકટર સાહેબ, તમારી કલમ તો ઈંજેકશનની સોય જેવી. લાગે પણ લોહી ના કાઢે. અને તરત જ અસર થાય. વાહ!

  • jacob davis

    વાહ….. અદભુત…… ગાગરમાં સાગર જેવી હૈયાને ભીનું કરે એવી સુંદર વાર્તાઓ વાંચીને અભિભુત થઇ જવાયું. અભિનંદન.

  • deepak solanki

    10 નવલકથાઓ એક સાથે વાંચી નાખી હોય તેવો અનુભવ… માઇક્રોફિક્શન સ્વરુપમાં વાર્તા લખવાની પ્રેરણા – ડૉ. હાર્દિક યાજ્ઞિક પાસેથી મળી., એ પછી અક્ષરનાદ પર મારા ઉપરાંત ઘણા લેખકોની મા.ફિ.વાર્તા આવી ગઇ.,ગમી., પણ – ડૉ. હાર્દિક યાજ્ઞિક જેવો ટચ હજુ સુધી બહુ ઓઠા લેખકો આપી શક્યા છે એ સત્ય તો સ્વિકારવુ જ રહ્યુ., એનો મતલબ એ નથી કે અન્ય લેખકોની વાર્તાઓ સારી નહોતી., પણ – ડૉ. હાર્દિક યાજ્ઞિક વાર્તાઓમાં એક અદભૂત ટચ હોય છે જે નવલકથા વાંચી રહ્યા હોય તેવો આભાસ કરાવે છે., ખૂબ ખૂબ અભિનંદન.,

  • La' Kant

    હ્રદયમાઁ સોન્સરેી ઉતરેી જાય એવેી વાતો!
    ટ્ચિન્ગ એન્ડ પેનિટ્રેટિન્ગ !!
    તણખાઁ ‘ધુમકેતુ’ના યાદ આવે સહજ જ !!!
    -લા’કાન્ત / ૧૯.૮.૧૪

  • Hemal Vaishnav

    Guruji …

    Where were you for so many days …? World of micro fiction was not same without you…
    All the stories are good would be an understatement , but #74,#78 and #79 ka to jawaab nahi …
    Waiting for your century on “AKSHARNAAD”.