Monthly Archives: May 2014


પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક 22

હાર્દિકભાઈ યાજ્ઞિક લાંબા સમય બાદ અક્ષરનાદ પર તેમની કૃતિ સાથે પ્રસ્તુત થયા છે. અને આજનો તેમનો વિષય છે ‘પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?’ આજની યુવાપેઢીને જો તમે ‘પ્રેમ કઈ રીતે કરવો’ એ સમજાવવાનો પ્રયત્ન કરશો તો કોણ સાંભળશે? પણ કોમ્પ્યુટર, સોફ્ટવેર, હાર્ડવેર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીની ભાષામાં આ જ વાત કહેવાનો પ્રયત્ન કરવામાં આવે તો? આવો જ કાંઈક સુંદર અને અનોખો પ્રયત્ન હાર્દિકભાઈએ કર્યો છે. એ જ વાત પણ જુદી રીતે કહેવાય તો કેવી સુંદર કૃતિ સર્જાય તે આ પ્રસ્તુતિ દર્શાવે છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ આભાર. તો આવો જાણીએ પ્રેમને તમારા હ્રદયમાં ઈન્સ્ટોલ કરવાની ‘સ્ટૅપ બાય સ્ટૅપ’ પદ્ધતિ.


અક્ષરનાદનો આઠમો જન્મદિવસ 33

‘અક્ષરનાદ’ નામની આપણી માતૃભાષાના વૈભવ અને મહેકને વિશ્વભરમાં વસતા ગુજરાતીના વાચકો, ભાવકો અને ચાહકો સુધી પહોંચાડતી એક નાનકડી વેબસાઈટ, એક સાવ અવ્યવસાયિક પ્રયત્ન આજે ગુજરાતી વેબવિશ્વમાં સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં પ્રવેશી રહી છે. સાત વર્ષ એક ખૂબ લાંબો સમયગાળો છે. ગુજરાતી ભાષાએ જ આ સાત વર્ષોમાં અનેક બ્લોગ, અનેક બ્લોગર અને અનેકાનેક વેબસાઈટ્સની ઉભરતી અને ઓસરતી લાલિમાઓ જોઈ છે, એ બધાંની વચ્ચે સતત આ સાત વર્ષ ઉભા રહી શકાયું, આગળ વધી શકાયું અને હજુ પણ એ જ ઉત્સાહ, એ જ પ્રેરણા મળી રહી છે એ બદલ વાચકો, વડીલો, સાહિત્યકાર મિત્રો અને લેખકોને, સર્વેને નતમસ્તક.


મૃગતૃષ્ણા.. (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 17

ગુજરાતી વાર્તાઓના સામયિક ‘મમતા’ના મે ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલી મારી વાર્તા ‘મૃગતૃષ્ણા’ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ વાર્તા લગભગ બે વર્ષ પહેલા લખાઈ હતી, અક્ષરનાદના ડ્રાફ્ટમાં ખૂબ લાંબા સમયથી પડી રહેલી અને એક કે બીજા કારણે પ્રસિદ્ધ ન થઈ શકી. શંકા હતી કે આ પ્રકારની કૃતિ વાચકો સમજી કે સ્વીકારી શક્શે ખરાં? આપણી વાર્તાઓ જીવનની ‘હકીકતો’ કરતા ‘આદર્શ’ની વધુ નજીક હોય છે, અને એવી હકીકતોને નિરુપવાનો પ્રયત્ન ક્યાંક બૂમરેંગ તો સાબિત ન થાય ને! આ જ પ્રકારના અનેક સવાલોનો ઉત્તર મેળવવા એ શ્રી મધુરાય સાહેબને ‘મમતા’ માટે પાઠવી હતી. મને આનંદ છે કે તેમણે આ વાર્તાને પ્રસ્તુત કરવા યોગ્ય ગણી. આશા છે અક્ષરનાદના વાચકોને પણ તે ગમશે. આપના પ્રતિભાવની અપેક્ષામાં…


જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા.. – પુ.લ.દેશપાંડે, અનુ. અરુણા જાડેજા 8

પુ.લ.નો પોતાનો, સુનીતાતાઈ તેમજ મહારાષ્ટ્રના અનેક પુ.લ.પ્રેમીઓનો બહુ બહુ બહુ ગમતો લેખ આ; પુ.લ.નો એક ઉત્કૃષ્ટ લેખ. જ્યારે દસ વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’માં છપાયેલો ત્યારે શ્રદ્ધેય રાસબિહારીભાઈ દેસાઈએ એની ઝેરૉક્સ કૉપી કરીને કેટકેટલાને વહેંચેલી. મુ.સુરેશભાઈ દલાલસાહેબે પણ તેમના છેલ્લા એક સંપાદન ‘નિબંધવિશ્વ’ માટે સામેથી આ લેખ માગેલો. લગભગ દસ વર્ષે ફરી નવેસરથી ડીટીપી કરવા મેં લીધો, થયું એની ઝેરોક્સ નથી મોકલવી. બેગમ સાથે રહેવું છે એમ વિચારીને; કારણમાં પુ.લ.નો તો અક્ષરેઅક્ષર બેગમનો સૂર બનીને હૈયાને ગોરંભી મૂકનારો. ‘સમીપે’ના લીધે આ અલભ્ય સામીપ્ય મને ફરી લાધ્યું, આભાર ‘સમીપે’. સુનીતાતાઈએ પોતે મને કહેલી આ વાત. બેગમ જ્યારે પુણે પધારેલાં ત્યારે તેમનો કાર્યક્રમ પત્યે તેમને મળીને નીકળતી વખતે સુનીતાતાઈ આ વંદનીય ગાનસરસ્વતીને પગમાં પડીને અમારા મરાઠી રિવાજ પ્રમાણે ત્રિવાર નમસ્કાર કરવા ગયાં તો અધવચ્ચેથી જ બેગમે વાંકા વળીને સુનીતાતાઈને ઊભા કર્યાં અને એકદમ સંકોચાતાં, બે હાથ જોડીને કહ્યું, “नहीं नहीं, आप तो खानदानी लछ्मी हो, हमारे पैर मत छूओ !!! ”- અનુવાદક) અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ અરુણાબેન જાડેજાનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પન્તી – ધ સ્લીપ ઑફ પૅન ! (વાર્તા) – વલીભાઈ મુસા 15

શ્રી વલીભાઈની વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, પરંતુ આજની તેમની વાર્તાનો વિષય કાંઈક અનોખો છે, ‘જોડણી’. જોડણીને આધાર લઈને લખેલી તેમની પ્રસ્તુત વાર્તા એક બાળકના જોડણી વિશેના વિચાર અને તેની મનોદશા પણ પ્રસ્તુત કરે છે. મારા મતે આ એક આદર્શ પરિસ્થિતિ છે પણ વાર્તાની ગૂંથણીને જોતા એ શક્યતાનો ભાર લઈ શકે એમ છે. આશા છે વાચકોને આ પ્રયોગ ગમશે. અક્ષરનાદને વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈ મુસાનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હરેશ પાડલિયા 12

યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રહેતા શ્રી હરેશભાઈ વ્યવસાયે શિક્ષક છે અને અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. આજે તેમણે અહીં પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ પ્રસ્તુત કરી છે. માઈક્રોફિક્શનનું સ્વરૂપ નવોદિત લેખકોમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે એ આનંદની વાત છે. વાચકોને આ પાંચેય વાર્તાઓ ગમશે એવી આશા સહ હરેશભાઈનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.


ટેલિવિઝનની અસરકારકતા, પારિવારીક સંબંધોનું ઉઠમણું – ડૉ. સંતોષ દેવકર 10

ડૉ. સંતોષ દેવકર જયહિંદ સમાચારપત્રમાં દર રવિવારે ‘મેઘધનુષ’ નામની લોકપ્રિય કૉલમ અંતર્ગત લખે છે. મૂલ્યો આધારીત અને જીવનદર્શન કરાવતા લેખો તેમની વિશેષતા છે. તેમના લગભગ સાતેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને બે પ્રકાશન હેઠળ છે. પ્રસ્તુત લેખમાં ટેલિવિઝનની અસરકારકતા અને નજીકની તથા દૂરગામી અસરો પર તેમણે સરસ અને સરળ ચિંતન પ્રસ્તુત કર્યું છે. ટીવીની કૌટુંબિક, શારીરિક, માનસિક, સાંસ્કૃતિક અને સામાજિક અસર વિશે તેમણે વિગતે મુદ્દાસર વાત કરી છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. દેવકરનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


અમદાવાદ પુસ્તક મેળો ૨૦૧૪ – શું ગમ્યું, શું ન ગમ્યું… 21

અમદાવાદના પુસ્તકમેળામાં જવા માટે આ વખતે એક મહીના પહેલેથી જ કંપનીમાં રજા લઈ રાખી હતી, અને યોજના મુજબ જ ૬ મે ના રોજ બપોરે એક વાગ્યે ત્યાં પહોંચ્યો.
૨૦૧૨માં બેંગ્લોરમાં સિવિલ એન્જીનીયરીંગને લગતા સાધનોનું એક મહાકાય એક્ઝિબિશન હતું જેમાં હું બે દિવસ ગયેલો અને તો પણ એ પૂરું જોઈ શક્યો નહોતો. આવા એન્જીનીયરીંગ સાધનોના ટૅકનીકલ એક્ઝિબિશનના મને ઘણાં અનુભવ છે, એકાદ-બેમાં તો સ્ટૉલ પણ સંભાળેલો એટલે હતું કે પુસ્તકોનું એવું જ કાંઈક અવનવું પ્રદર્શન – વેચાણ અહીં થતું હશે, નવી ટેકનોલોજી સાથે એ ક્ષેત્રનું નવું જોવા-જાણવા મળશે અને કેટલાક સરળતાથી હાથ ન લાગતા પુસ્તકો ખરીદવા મળશે. પણ…


ચાર સુંદર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 9

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આ જ શૃંખલામાં આજે પ્રસ્તુત છે તેમની હાર સુંદર ગઝલરચનાઓ. આશા છે આપને ગમશે. રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


અખંડ ભારતના ઘડવૈયા, સરદાર પટેલ – પી. કે. દાવડા 16

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાંમોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંધ પણ બનાવી શકો છો. આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી. કુનેહથી એ રજવાડાંઓ ભેગા કરી ભારતીય સંઘનું નિર્માણ કર્યું. તેમના વિશે આજે પ્રસ્તુત છે શ્રી દાવડા સાહેબનો એક સુંદર પરિચય લેખ.


બે લઘુકથાઓ.. – નિમિષા દલાલ 12

આજે પ્રસ્તુત છે નિમિષાબેન દલાલની બે લઘુકથાઓ, ‘અપરાધી’ અને ‘જિજીવિષા’. વાર્તાલેખનના ક્ષેત્રમાં નિમિષાબેનની પ્રગતિ નોંધપાત્ર છે, અક્ષરનાદ પર સમયાંતરે સતત પ્રસ્તુત થતી તેમની વાર્તાઓ સાથે ગુજરાતમિત્ર દૈનિક સમાચારપત્રની સાપ્તાહિક સન્નારી પૂર્તિ જે દર શનીવારે પ્રસિદ્ધ થાય છે તેમાં તેમની લઘુકથાઓને નિયમિત સ્થાન મળે છે. આજની બે સુંદર લઘુકથાઓ પણ તેમની નિખરતી કલમનો જ આસ્વાદ આપે છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર.