કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast) 13 comments


Shabda Pele Paar Album coverગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે શ્રી માધવ રામાનુજ કૃત અને હિમાલી વ્યાસ નાયકના સ્વરમાં ગવાયેલું સુંદર ગીત, ‘કોઈના અનહદ સ્મરણમાં…’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.

‘કોઈના અનહદ સ્મરણમાં’
સર્જક : માધવ રામાનુજ
સ્વર : હિમાલી વ્યાસ નાયક

[audio:http://aksharnaad.com/images/idpd/Koina%20Anahad%20-%20Himali%20Vyas%20Naik.mp3]

કોઈના અનહદ સ્મરણમાં, આંખ ભીની,
કોઈ અનહદના સ્મરણમાં, આંખ ભીની..

ક્યાંકથી પીછું ખરે છે, મૌન રહીને,
એમ કલરવના સ્મરણમાં, આંખ ભીની..

વાદળો આવ્યા છતાંં, છાયા બનીને,
એ પછી રણના સ્મરણમાં, આંખ ભીની..

કોઈ છત્રી લઈને ઉભું છે, એ વળાંકે,
પહોંચવાના વિસ્મરણમાં, આંખ ભીની..

– માધવ રામાનુજ


13 thoughts on “કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast)

 • આરીફ ખાન

  શબ્દોન નજાકત સાથે સ્વરની નમણિયતા નો સુભગ સમન્વય ,આંખ ભીની કરે તેવી અનુભૂતિ

 • nirupam chhaya

  શબ્દોમાં વ્યક્ત કરવા કરતાં હૃદયમાં જ ઊતરી જતી આ રચનાનું સ્વર નિયોજન પણ કાવ્યના ભાવને સ્પષ્ટ કરે છે. ‘કોઈના અનહદ સ્મરણમાં અને કોઈ અનહદના સ્મરણમાં’ આ પંખીઓ તો ખરેજ શબ્દાતીત છે. અને ‘આંખ ભીની…’ જે રીતે સ્વરબદ્ધ થઈને કંઠમાંથી પ્રગટ થયા છે એ પણ કાવ્યને અદકેરો ભાવ આપે છે.

 • harsha

  બહુ સરસ અને મધુર અવાજ.અને શબ્દો….! શબ્દ અને સૂર તો હૃદય સોંસરા….આભાર જીગ્નેશ.

 • Tushar Bhatt

  સરસ રચના અનેે હેમાલેી વ્યાસનો ભેીનો સ્વર…!

Comments are closed.