Daily Archives: April 16, 2014


પ્રસન્ન રહેવાના સરળ રસ્તા.. – હર્ષદ દવે 8

મનની શાંતિ અને પ્રસન્નતા ઉછીની મળતી નથી. તે ધનદોલતથી ખરીદી શકાતી નથી. પોતાને કે બીજા કોઈને છેતરીને પ્રસન્નતા પામી શકાતી નથી. મનમાં દુર્ભાવના અને છળકપટ હોય તેનું ચિત્ત શાંત કે પ્રસન્ન ન હોઈ શકે. પ્રસન્નતાના પુષ્પો તો સુખ, શાંતિ અને સ્વસ્થતાના બાગમાં જ ખીલે. સહુને પ્રસન્નતા મળે તેવું કાંઇક કરવું જોઈએ. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વિકસાવી શકાય. સુખી થવાનો ઈજારો કોઈ પાસે નથી. પરંતુ જો તમે પ્રામાણિકપણે, નિખાલસપણે, અહીં કહેલી બાબતો પર વિચાર કરી યથાશક્તિ તેનાં પર અમલ કરશો તો સુખ-શાંતિ તમારા હૃદયમાં જરૂર આવી વસશે. ત્યારે તમે સુખ-શાંતિ અને પ્રસન્નતાના સરોવરમાં તરી શકશો અને આહ્લાદક શીતળતા અનુભવી શકશો. તો તમે જીવનનો સાચો, પરમ આનંદ અનુભવશો અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પણ કેળવી શકશો. તમને પ્રસન્ન થતાં તમારા સિવાય કોઈ અટકાવી નહીં શકે એ અભય વચન છે!