શ્રી પથિકભાઈ પટેલ વાઘના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન.. 8 comments


શ્રી પથિકભાઈ પટેલ મૂળે ઉદ્યોગપતિ છે અને તેમની ભગવતિ ફ્લોર મીલીંગ પ્રચલિત છે. તેમની પ્રચલિત પ્રોડક્ટ્સ ‘ગાય છાપ’ વસ્તુઓ જેવી કે રવો, બેસન, મેઁદો વગેરે ખૂબ ઉપયોગમાં લેવાય છે. ૧૯૬૬માં જન્મેલા પથિકભાઈનો તેમના એક ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે વ્યવસાય સિવાયનો નોંધપાત્ર શોખ છે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો. વન્યપ્રાણીઓની તસવીરો કચકડે કંડારવી એ તેમનો આગવો શોખ તો છે જ, એ કળામાં તેમને સારી એવી હથોટી પણ છે. નેશનલ જીઓગ્રાફી અને બીબીસી પર તેમના ફોટા ચાર વર્ષથી છપાઈ રહ્યા છે આ ઉપરાંત પ્રસિદ્ધ સેન્ચ્યુરી સામયિકમાં પણ તેમના ફોટા છપાયા છે. તેમની વન્ય જીવસૃષ્ટીની અદભુત ફોટોગ્રાફી જોઈને ન કહી શકે કે તેઓ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર નહીં પરંતુ ઉદ્યોગપતિ છે. તેમની પોતાના આ શોખને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતી તેમની વેબસાઈટ પણ માણવા જેવી છે જેનું વેબસરનામું છે http://www.pathikwildlife.com

ગત તા. ૧૬ અને ૧૭ માર્ચના રોજ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં પથિકભાઈ દ્વારા લેવાયેલી વાઘને લગતી તસવીરોનું પ્રદર્શન યોજાયું હતું. અનેક મહાનુભાવોની હાજરીમાં ખુલ્લા મૂકાયેલા આ પ્રદર્શનને ઘણાંય લોકોએ માણ્યું હતું. અહીં મુખ્યત્વે કાન્હા નેશનલ પાર્કમાં લેવાયેલ વાઘની તસવીરો મૂકાઈ હતી. અક્ષરનાદના વાચકો માટે રાજુલા નેચર ક્લબના શ્રી વિપુલભાઈ લહેરી તથા શ્રી પથિકભાઈ પટેલની પરવાનગીથી આ પ્રદર્શનની કેટલીક સુંદર અને અલભ્ય તસવીરો અહીં ઉપલબ્ધ કરાવી છે.

This slideshow requires JavaScript.

આપના કોમ્પ્યુટરમાં જાવા નહીં હોય તો ઉપરોક્ત ગેલેરી જોવી મુશ્કેલ બનશે. એ સંજોગોમાં આપ અહીં ક્લિક કરીને એ ફોટા માણી શક્શો.

અમારી કંપની પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપનીના સૌજન્યથી યોજાયેલ આ પ્રદર્શનીને સુંદર પ્રતિસાદ મળ્યો હતો. નિમંત્રણ તથા ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી પથિકભાઈ પટેલ તથા શ્રી વિપુલભાઈ લહેરીનો ખૂબ ખૂબ આભાર. માણો એ પ્રદર્શનમાં મૂકાયેલા કેટલાક સુંદર અલભ્ય ફોટૉગ્રાફ્સ.


8 thoughts on “શ્રી પથિકભાઈ પટેલ વાઘના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન..

 • anandseta mahuva

  plz send me your ebooks detail i want 251.web book ..
  anandseta editor
  vidhyasrusti..magazine Mahuva

 • ASHISH ACHARYA

  waildlife na photos khub saras ane jivant lage che. ek udhyogpati aatlo saro lancman hoy e godgift che.

 • alpesh goswami

  ખરેખર દિલ થિ ફોતોએસ બહુ સુન્દર સે

 • Rajesh Vyas

  ફોટોગ્રાફ્સ બધાં અદભુત છે પણ શ્રી પથિકભાઈ ને નમ્ર વિનંતી કે રાઈટ ક્લિક ડીસેબલ કરી નાખો જેથી આપની કલાનો દુરુપયોગ ન થાય.

 • Mahendrasinh Padhiyar

  વાહ….1
  પથિકભાઇના ફોટોગ્રાફ માણવાની મજા આવી.
  ધન્યવાદ……1

 • M.D.gandhi, U.S.A.

  ફોટાઓ બધા અતિ સુંદર છે. પથિકભાઈની વેબસાઈટ જોઈ, તે પણ બહુ સુંદર છે.

Comments are closed.