ઈશ્વરના બગીચામાં.. – સચિત રાઉત-રોય 2


હે ઈશ્વર, તમારા બગીચામાં
મને પતંગીયું બનાવો
તમે ફૂલોના વૈભવી માલિક છો
મને જોજનોની ભૂખ આપો.
આપો એક મધનો ઘડો
મને મધુર અવાજ આપો એક પૂરી સદી
હે રાજા, મને અત્તરની આપો સ્થાવર મિલકત
અને એક નાનું અમથું ગામ
જ્યાં ઝરણાંનો કલનાદ સદા સંભળાયા કરે
ફૂલો, સિતારા અને પ્રેમના સહવાસમાં
મને આપો એક ધ્રુવતારો
ભલે એક રૂપકની પ્રતિમા હોય
કે હોય નિરતિશય આનંદ
પણ એ હોય પ્રેમના એકાંતમય ઉપવનનો સાદ
હે ઋતુઓના રાજા, મને પુષ્પધનુ આપો.

– સચિત રાઉત-રોય (૧૯૧૬), મૂળે ઉડિયા ભાષાની મૂળ રચનાનો ગુજરાતી અનુવાદ સૌભાગ્યવંટ મહારાણા

મૂળે ઉડિયા ભાષાના રચનાકાર સચિત રાઉત-રોયની કૃતિનો અંગ્રેજી અનુવાદ અને તે પછી તેમાંથી ગુજરાતી અનુવાદ થયો જે અત્રે પ્રસ્તુત કરાયો છે. કવિ સંસારને ઈશ્વરનો એક બગીચો જાણે છે અને તેમાં પતંગીયું બનીને જીવી જવા માંગે છે, સુંદરતાનો, વૈભવનો, ફૂલોનો, મધનો અને ઉડવાનો આનંદ માણવા તેમનું હૈયું જાણે પતંગીયુ બનીને ફૂલ પર ઉડા ઉડ કરી મૂકે છે. સુંદર રચનાનો એટલો જ સુંદર અનુવાદ ખરેખર નમણી રચના છે.

બિલિપત્ર

તંબૂરાની મહેફિલમાં જાણકારો ખાસા છે
શિસ્તબદ્ધ ઝોકાં છે, તાલમાં બગાસાં છે.
બારી બારણાં રોકી ગોઠવાયા યજમાનો છે
ભાગવું કઈ રીતે ? ચોતરફ હતાશા છે.
– ઉદયન ઠક્કર


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

2 thoughts on “ઈશ્વરના બગીચામાં.. – સચિત રાઉત-રોય

  • Umakant V. Mehta "ATUL "

    ઘણું જ સુંદરકાવ્ય.સુફીવાદની ઝાંખી કરાવતા બીજા કાવ્ય.(૧) જ્યાં જ્યાં નજર મારી થરે યાદી બ્ગરી આપની…..
    (૨) “તુ ઈસ તરાહ મેરી ઝીંદગી મેં સામીલ હૈ……..
    આવા સુંદર કાવ્યનો અનુવાદ કરી ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવા બદલ સૌભાગ્યવટ મહારાણાને લાખ લાખ અભિનંદન ….ઉમાકાન્ત વિ. મહેતા ” અતુલ “