વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5


અછાંદસ કોને કહેવાય? કાવ્ય કોને કહેવાય? જે હ્રદયના તારને ન સ્પર્શે, કોઈક અનોખી વાતને સાવ સરળ રીતે ન મૂકી શકે, છંદ અને બંધારણમાં ભાવ ખોવાઈ જાય એવી રચનાને કવિતા કહો કે તમને જે ગમે તે, શું ફરક પડે? પણ જે રચના સોંસરવી ઉતરી જાય, અછાંદસમાં એટલી તાકાત હોય કે મર્મભેદી વિધાન તમને વિચારવા મજબૂર કરી દે એવી અછાંદસ રચનાઓના સર્જક અને મારા અતિપ્રિય રચનાકાર એટલે વિપિન પરીખ, વિપિનભાઈ એટલે શબ્દોના જાદૂગર, અછાંદસના અમુક વાક્યોમાં એક આખાય ભાવને ભર્યોભર્યો કરી તેને સમૃદ્ધ કરીને વાચકો સમક્ષ મૂકી શકવાની ક્ષમતા જેવી તેમનામાં જોઈ છે એવી ભાગ્યે જ બીજા કોઈ સર્જકમાં દેખાઈ હશે.

અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.

આ ઈ-પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં આજથી ઉપલબ્ધ છે.


Leave a Reply to Jagdish JoshiCancel reply

5 thoughts on “વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ)

  • AksharNaad.com Post author

    મિત્રો,

    પુસ્તક ભૂલથી સરલ ફોન્ટમાં જ અપલોડ થઈ ગયું હતું.

    જરૂરી સુધારા પછી યુનિકોડમાં હવે તે ઉપલબ્ધ છે. આશા છે આપ હવે તેને બરાબર જોઈ શક્શો.

    આભાર,
    જિજ્ઞેશ અધ્યારૂ

  • La' Kant

    વવત તો ભાઈ સાચી જ છે!!!
    કંઈક ‘ટેકનીકલ સ્નેગ’ જેવું ?
    જીગ્નેશભાઈ જરા ચેક કરી ખુલે એવી વ્યવસ્થા કરોને!
    લા’કન્ય્ત / ૮-૨-૧૩

  • Jagdish Joshi

    શ્રી વિપિનભાઈના પુસ્તકને ડાઊનલોડ કર્યા પછી ફક્ત કવર પેઈજ ગુજરાતીમાં છે. બાકીનો ભાગ કોડમાં દેખાય છે.
    કોઈ કરેક્શન ?