Daily Archives: January 24, 2013


શ્રી હરેશ ધોળકીયા ની લઘુ નવલ “આફ્ટરશૉક” – અશોક વૈષ્ણવ 1

એક મહા ‘આંચકો’ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ વહેલી સવારે વિનાશક ભૂકંપ કચ્છને ભાગે ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડ્યો જણાતો હતો કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમય સુધી તો માની લીધું હશે. પરંતુ તે પછીના દાયકામાં આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થયું. ભૂકંપ પછી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે. પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટા લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની ‘આંચકો-આપવાની-શક્યતા’ જ આગંતુક ‘આંચકા’નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં, જાણ્યે અજાણ્યે કારણભૂત બને છે. આમ “આફ્ટરશૉક’ જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખન, લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, ‘હવે શું થશે’ના ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તુત છે આ લઘુનવલ “આફ્ટરશૉક”નો શ્રી અશોકભાઈ વૈષ્ણવ દ્વારા સુંદર પરિચય.