ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 8 comments


વડીલો માટે આમ તો કોમ્પ્યુટર શીખવું, બ્લોગિંગ વિશેની સુવિધાઓ, વેબસાઈટ, સોફ્ટવેર વગેરે જેવી વિવિધ જાણકારી મેળવી બ્લોગિંગ શરૂ કરવું એ કાંઈ નાનીસૂની વાત નથી. ગુજરાતી બ્લોગજગતમાં રીટારર્ડ વડીલ બ્લોગરમિત્રો ઘણાં છે, અને તેમના સતત બ્લોગિંગથી એક સમય એવો આવે છે જ્યારે તેમને પોતાના લેખનની ઈ-પુસ્તિકા પ્રકાશિત કરવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે.

આવા વડીલોને મદદ કરવા ઈ-પુસ્તક બનાવવાની તદ્દન સાધારણ અને મૂળભૂત પદ્ધતિ અહીં પ્રસ્તુત નાનકડા ઈ-પુસ્તકમાં પ્રસ્તુત કરી છે જેની સાથે ઈ-પુસ્તક વિશેના નવનીત સમર્પણ સામયિકમાં ગત મહીને પ્રકાશિત મારા લેખમાંથી પણ અમુક વિગતો લીધી છે.

માઈક્રોસોફ્ટના વર્ડ અથવા ઑપનઓફિસના ટેક્સ્ટ એડીટરની મદદથી ટાઈપ કરી ઈ-પુસ્તક પ્રસિદ્ધ કરવાની પદ્ધતિ આ પુસ્તિકા વર્ણવે છે. માર્ગદર્શન માટે અમુક સ્ક્રીનશૉટ પણ તેમાં ઉમેર્યા છે. આશા છે આ મૂળભૂત ઈ-પુસ્તિકા વડીલ બ્લોગર મિત્રો સહીત અનેકને ઉપયોગી થઈ રહેશે.

આજથી અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી આ ઈ-પુસ્તિકા ડાઊનલોડ કરી શકાશે.

આભાર

જીજ્ઞેશ અધ્યારૂ


8 thoughts on “ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ)

  • Anil Shukla

    ખુબ જ સુંદર.
    કિન્ડલ પર કોઈ ગુજરાતી બુક આવી રીતે મૂકી છે?
    મેં પ્રયત્ન કરેલો-પણ ફોન્ટ બદલાઈ જાય છે.
    મેં એક બીજી રીત શોધી છે.જેનાથી ફોન્ટ બદલાય નહિ.
    તમને કે કોઈને રસ હોય તો -મહેરબાની કરી મને ઇમેલ કરજો.
    અનિલ શુક્લ

  • vijay joshi

    અતિ ઉપયોગી માહિતી બદ્દ્લ ખુબ આભાર

  • Jagdish Dave

    મારા માટે બહુ જ ઉપયોગી છે. હું પણ સીનીયર સીટીઝન છું. અને જીવન ને માણુ છું! ગુજરાત, મોરબી માં રહું છું.

Comments are closed.