ઋગ્વેદમાં વર્ષા પ્રાર્થના… 3


હળ તૈયાર કરો, પશુઓને જોતરો ને તૈયાર ખેતરમાં વાવણી શરૂ કરી દો. આપણા ગાને ગાને કણે કણ ઊગો, આ પાકી ગયેલા પડખેના ખેતરમાં લાણી પડવા દો.

તરસ્યાં પશુઓ માટે થળાં તૈયાર કરો, આ સદાય ભર્યા ઊંડા શુકનવંતા કૂવામાંથી પાણી સીંચવા માંડો.

થળાં તૈયાર છે; ઊંડા ને શુકનવંતા કૂવામાં ડૂબેલ કોસ છલકે છે, ખેંચો.. ખેંચો.. પાણી ખેંચો.

હે ક્ષેત્રપાલ ! અમારા ખેતરમાં સ્વચ્છ, મધુર ને ઘી જેવો આનંદદાયી અતૂટ, અમારી ગાયોના દૂધ જેવો વરસાદ વરસાવો મેઘરાજા, અમારા પર પ્રસન્ન થાઓ.

બળદો આનંદથી કામ કરો. માણસો, આનંદથી કામ કરો. હળ, આનંદથી ચાલો. આનંદથી નાડળ બાંધો; આનંદથી બળદો હાંકો.

ઈન્દ્ર, આ ચાસને સ્વીકારો. પૂષન એને આગળ લઈ લે, વરસાદના જળે એ ભરાઈ જાય અને વર્ષોવર્ષ અમને ધાન્ય આપે.

ચવડું જમીનમાં આહ્લાદથી ચાલો, માણસો બળદોની વાંસે વાંસે આહ્લાદથી ચાલો. પૃથ્વીને મધુર વરસાદથી ભીંજવો. હે દેવો ! અમારા પર સુખ વરસાવો.

– મનુભાઈ પંચોળી ‘દર્શક’

ઋગ્વેદમાં વર્ષા (પર્જન્ય)ને સંબોધીને અનેક શ્લોકો છે. તેમાં ઈન્દ્રને, પર્જન્યને પૃથ્વી પાવન કરવાનો – વરસવાનો શુભ નિર્ધાર અને વિનંતિ અભિવ્યક્ત કરવામાં આવી છે.

अछा वद तवसं गीर्भिर आभि सतुहि पर्जन्यं नमसा विवास |
कनिक्रदद वर्षभो जीरदानू रेतो दधात्य ओषधीषु गर्भम ||

વર્ષાનું સ્વાગત કરતા, તેની મહિમા વર્ણવતા ગીત ગાઓ.
આનંદની અભિવ્યક્તિ કરતો બળદનો અવાજ બીજને અંકુરિત થવાની પ્રેરણા આપો.

આ વર્ષે સમય થઈ ગયો હોવા છતાં, વીતી રહ્યો હોવા છતાં વરસાદ ઓછો, નહિવત છે અને ધરતીપુત્રો સાથે સમગ્ર સમાજ ચિંતિત છે. ઋગ્વેદના પાંચમા પાઠમાં શ્લોક ૮૩ ગુચ્છ પર્જન્યના મહિમાગાન તથા આનંદ અભિવ્યક્તિ વિશેનું છે. આવો આપણે પણ ઈશ્વરને એજ પ્રાર્થના કરીએ કે આ વખતે સારો અને સાર્વત્રિક વરસાદ થાય, ધરતીપુત્રો આનંદે, વાવણી સફળ થાય અને ધરતીને લીલી ચાદર પહેરાવીને પર્જન્ય ધન ધાન્ય તથા એ રીતે સુખ સમૃદ્ધિ વરસાવે. વરસાદ વગરનું ચોમાસુ અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓ લઈને આવે છે, અનેકોને તે આફતમાં મૂકે છે. એવું ન થાય એ માટેની ઈશ્વરને વિનંતિ અને પર્જન્યનું મહિમાગાન ઋગ્વેદમાં કરાયું છે, વર્ષામાં અભિવ્યક્ત થતા કર્મ અને આનંદને તે સુપેરે વર્ણવે છે. પ્રસ્તુત છે એ શ્લોકોનું શ્રી દર્શકે ‘આપણો વારસો અને વૈભવ’માં કરેલ સુંદર અનુવાદ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ઋગ્વેદમાં વર્ષા પ્રાર્થના…

  • hardik yagnik

    ઇશ્વર ધરતી પર મેહ વરસાવી સૌને પોતાના અસ્તિત્વનો અનુભવ કરાવે એજ અભ્યર્થના….

  • prakash shah

    swastino indro vruddha shrawa ha……

    sarvetra sukhino santu
    sarve santu niramaya
    sarve bhadrarani pashyntu
    ma vidvisha vahe

    aum shanti shani shanti