મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ 19 comments


મધુબન ખુશ્બુ દેતા હૈ!

આમ તો હું રફી-લતાભક્ત છું. પણ….હાય રે!…

 • ખુબ થાક પછી આંખો ઘેરાતી હોય…
 • કામમાં એકદમ ગળાડૂબ પચી ગયો હોઉં…
 • કોઈકે દિમાગની નસ ખેંચી નાખી મૂડના મૂળ હલાવી નાખ્યા હોય…

ત્યારે પણ તમે મને એક સવાલ પૂછો કે “મુર્તઝાભાઈ, તમે આ ક્ષણે તમારું પ્રિય ગીત ગાઈ લો અથવા સાંભળી લ્યો”…..તો આ રફીદાસ વિના વિલંબે કે વગર વિચારે સીધો સાંભળવા બેસી જાય ફિલ્મ ‘સાજન બીના સુહાગન’નું યેસુદાસ સ્વરિત “મધુબન ખુશ્બુ દેતા હૈ!….

મારા માટે આ ગીત નથી પણ એક ‘માઈક્રો-ગીતા’ છે. જેના માટે મને કોઈ ગીતા-જ્ઞાન કરવું કે કથા કરવી નથી.

 • તમને કોઈ સતાવી ગયું હોય (કે ભૂલમાંથી તમે કોઈને સતાવી ગયા હોવ)…ત્યારે
 • તમને વાતને વાતમાં લગાવી ‘વાટ’ લગાવી ગયું હોય….ત્યારે
 • સવારથી તમને લાગે કે આજે પત્નીને સંભળાવી દેવાનું મન થાય છે… “જા આજે કોઈ કામ નૈ કરવું ને બસ આખો દિવસ બસ આરામ કરવો છે!”…ત્યારે
 • સર્વિસમાં કોઈ સબરસી મીઠો મેસેજ આપી ગયું હોય…ત્યારે
 • યા વેપારમાં પાર્ટીએ પેટીનો ઓર્ડર નકારી ખાટો મેસેજ આપી દીધો હોય…ત્યારે

કાનમાં આ સોંગના ૫:૧૪ મિનીટના ટીપાં નાખી દેવા બધાં માટે સારું રહેશે. કાન સાથે મનડુ અને દિલડુ ખુલી જશે. પછી ખુશ થઈને ‘પાર્ટી’ને ફોન કરી દેજો…ને કહેજો કે “ઓર્ડર ના આપ્યો એના માનમાં તમારા માટે ખાસ ‘મધુબન હોટલ’માં પાર્ટી આપી છે.!…એમાં તો આવવું જ પડશે.”

કમબખ્ત મોટા ભાગે ઇઅર ડ્રોપ્સ માત્ર કાન સાફ કરે છે…જ્યારે આવા કેટલાંક સોંગ-ડ્રોપ્સ તો ડ્રોપ થયેલાંને સાફ સુથરા કરી શકે છે.

બોલો ટ્રાય કરો છો હમણાં?

– મુર્તઝા પટેલ

હિન્દી અંગ્રેજી ગીતો વિશે લગભગ બે-એક વર્ષ પહેલા પોસ્ટ કરી હતી, એ સમયે આવી ઘણી પોસ્ટ મૂકવાની ઈચ્છા થતી, પરંતુ એ અંગત વિચારને વાચકવર્ગ પર ઠોકી બેસાડવાની ઈચ્છા ન થતી, એટલે ત્યાં અટકાવી દીધું હતું. મુર્તઝાભાઈએ ફરી એ જ ઘા ખોતરી આપ્યો છે એ બદલ તેમનો આભાર માનવો જોઈએ…


19 thoughts on “મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ

 • rajesh maheshwari

  aaj se pahele ye geet sirf game ke rup me suna tha magar aaj eska har labj padhakar laga hamare jeevan ka bhi koi matlab hota hai ..

 • rajesh maheshwari

  vah mere ajij vakai me jina hi jivan ka naam hai baki sab benam hai .

 • jay patwa

  મને આપની સ્ટોરીની સ્ટાઈલ ગમી.

  I like you audio story. No worry to read just close eyes and
  listen. I forwarded to many friends and relatives.

  Jay Patwa

 • vaibhav parikh

  Dear Murtuzabhai

  Wonderful sharing… Wonderful wording.. It’s like your heart is flowing..just few days before We all participants of Jeevan Vidya Shivir dedicate this song to our Faculty… We feel that he actually lives like that…

  • Murtaza Patel

   વૈભવભાઈ, આભાર. આપની વાત જાણીને ખુશી થઇ છે. ખુશહાલ શબ્દો જીવનને વાચા આપે છે. ખુશ રહો…આબાદ રહો!

   • Chetu

    મુર્તઝાજી, સમન્વય પર આપનો પ્રતિભાવ વાંચેી અહેીં આવેી .આમ તો ઘણેી વારા સાઈટપર આવવાનુ બને છે .. આ પોસ્ટ મિસ થઈ ગઈ ..જીગ્નેશભાઈનેી પોસ્ટ મનભાવન હોય છે.. અને હા… ખરેખર ખુબ જ સરસ વાત કહેી આપે .એક સુંદર સંદેશ આપે છે આ ગેીત અને મારું પણ અતિપ્રિય ગેીત .. તેથેી જ તેને સ્વર આપવાનેી કોશેીશ કરેી છે ..! http://www.samnvay.net/sur-sargam

 • Murtaza Patel

  દોસ્તો, આ રહી ગીતની લિરિક્સ

  Madhuban khushboo deta hai, saagar saawan deta hai
  Jeena uska jeena hai, jo auro ko jeewan deta hai
  Madhuban khushboo deta hai…

  Suraj na ban paaye to, banke deepak jalta chal -2
  Phool mile ya angaare, sach ki raaho pe chalta chal -2
  Pyaar dilo ko deta hai, ashqo ko daaman deta hai
  Jeena uska jeena hai, jo auro ko jeewan deta hai
  Madhuban khushboo deta hai…

  Chalti hai lehraake pawan, ke saans sabhi ki chalti rahe -2
  Logo ne tyaag diye jeewan, ke preet dilo mein palti rahe -2
  Dil woh dil hai jo auro ko, apni dhadhkan deta hai
  Jeena uska jeena hai, jo auro ko jeewan deta hai
  Madhuban khushboo deta hai…

 • vimala

  ગમતું ગીત .. આભાર સાથે વિનંતીકે શ્રી પુષ્પકાન્ત તલાટીની વિનંતી એ અમારી પણ છે,જરૂર કોઇ પુરી કરશે એ આશાસહ ફરી ખુબ ખુબ આભાર્.

  • Murtaza Patel

   સાહેબ! આપની ઈચ્છા પૂરી થઇ છે. નીચે મુજબ લિરિક્સ મુકવામાં આવી છે.

 • PUSHPAKANT TALATI

  મને આ ગીત ખરેખર ઘણુજ ગમે છે. આ સાંભળવુ તો ગમે છે પણ ગાવું પણ એટલુ જ પસન્દ છે.
  જો આ આખા ગીતનાં બધાજ શબ્દો કોઈ અહિં પૂરા પડે તો ભાઈ ઘણી જ મઝા પડી જાય.
  તો આ ગીતને શબ્દદેહ આપવા મારી વિનન્તી છે. ા આ ભા ર — પુષ્પકા ન્ત તલાટી

 • PUSHPAKANT TALATI

  ઘણુજ સરસ અને અર્થ સભર ગીત છે આ. સાંભળવું ગમે અને તે ઉપરાંત ગાવું પણ ગમે તેવું ગીત – પણ – આ ગીતનાં શબ્દો પણ સાથે આપ્યા હોય તો કેવી મઝા પડી જાય –
  તો કોઈ આ ગીત નાં પુરેપૂરા બધા જ શબ્દો અહિં પધરાવો ને !
  આ ભા ર –
  પુષ્પકાન્ત તલાટી

 • Lata Hirani

  માન ગયે ઉસ્તાદ્…
  આ આખુ ગીત મનમા ગુન્જી ઉઠ્યુ… અરે, ગવાઇ ગયુ…

Comments are closed.