૧૦ ઘટનાઓ જેથી દુનિયા બદલાઈ… – પી. કે. દાવડા 13 comments


વીસમી સદીના છેલ્લા દસ વર્ષમાં દુનિયા બદલાઈ ગઈ. આ દસ વરસોમાં કોમ્પ્યૂટર – ઈન્ટરનેટ ક્ષેત્રમાં એવી ઘટનાઓ થઈ જેથી વિશ્વભરના લોકોની રહેણીકરણીમાં – જીવનપદ્ધતિમાં ઘણો મોટો બદલાવ આવ્યો.

આપણે એક એક કરીને દસેય બનાવ પર નજર નાખીએ.

 1. ૧૯૯૦મા Microsoft ની Windows 3.0 operating system બજારમા આવી અને એણે કોમપ્યુટરનો અર્થ જ બદલી નાખ્યો, Computer હવે Personal Computer થઈ ગયા. આ અગાઉ લોકો ફ્લોપીની મદદથી – DOS થી ગાડું ગબડાવતા.
 2. ૯-૮-૧૯૯૫ ના Netscape Browser બજારમા આવ્યા. લોકો આશ્ચર્યચકિત થઈને નેટ સર્ફિંગ કરવા લાગ્યા, જેમના બાળકો પરદેશ હતા તેમના માટે ઈ-મેલ એક વરદાન બનીને આવ્યું. આ બ્રાઉજરે ડોટકોમનો મજબૂત પાયો નાખ્યો. Bandwidthની માંગને પહોંચી વળવા કરોડો નહિં બલ્કે અબજો રૂપિયાનું Infrastructure માં રોકાણ થયું. હજારો માઈલ ફાયબર ઓપ્ટિક કેબલ નાખવામા આવ્યા, રાઉટર અને સર્વરોની સંખ્યામા chain reaction જેમ વધારો થયો. બેંગલોર, બેજીંગ અને બોસ્ટન વચ્ચેનું અંતર સાવ ઘટી ગયું. આનો સૌથી વધારે ફાયદો ભારતને થયો.
 3. ૧૯૯૫ થી ૧૯૯૯ના અંત સુધી Y2K એ તરખાટ મચાવ્યો. ભારતની સોફ્ટવેર કંપનીઓ આ ચાર વર્ષમા માલામાલ થઈ ગઈ. Y2K માંથી પરવારેલા લોકોનો ડોટકોમના પરપોટામાં સમાવેશ થઈ ગયો. ૨૦૦૦ની સાલમા આ પરપોટો ફૂટ્યો ત્યાં સુધીમા સોફટવેર કંપનીઓ સધ્ધર થઈ ગઈ હતી અને સ્ટાફ માટે નવા નવા કામ શોધવામાં સફળ રહી. હવે આપણે આ નવા કામોની વાત કરીએ.
 4. X-Ray ન્યુયોર્કમા લેવાય પણ એનો રીપોર્ટ બેંગલોરમાં તૈયાર થાય. લગેજ એમ્સટરડેમમા ખોવાય પણ એની શોધ કરવાનું કામ બેંગલોરથી થાય. પગાર અમેરિકામાં ચૂકવાય પણ એના પે-રોલ ભારતમા બને. Outsourcing શબ્દ ભારત માટે વરદાન બની ગયો.
 5. પછી વારો આવ્યો offshoring નો. આખીને આખી ફેકટરી જાપાનથી ઉપાડી ગુડગાંવમાં રોપી દીધી, કારણ સસ્તી મજૂરી. ભારતના લોકોને કામ મળ્યું, ભારત સરકારની ટેક્ષની આવકમાં અનેક ઘણો વધારો થયો. કોરિયા, ચીન અને બીજા અનેક દેશોને પણ આ ફાયદો મળ્યો.
 6. આ બધું ચાલતું હતું દરમ્યાન સોફટવેર કંપનીઓએ તો લૂંટ જ મચાવેલી. સામાન્ય માણસને તો અસલી સોફટવેર ખરીદવા પરવડે નહીં એટલા મોંઘા હતો, પાયરેટેડ સોફટવેરથી જ કામ ચલાવી લેવું પડતું. એવામા એક સંગઠન આગળ આવ્યું અને ‘open-sourcing’ જેવો શબ્દ અસ્તિત્વમા આવ્યો. અહીં તમે ઈન્ટરનેટમાંથી સોફટવેર મફત ડાઉનલોડ કરી વાપરી શકો. Linux Operating System એ Windows ને ટક્કર આપવા લાગી. આખરે Microsoft ની અક્કલ ઠેકાણે આવી અને પોતાના પ્રોડકટ વાજબી ભાવે આપવાનું શરૂ કર્યુ.
 7. પછી વારો આવ્યો “insourcing” નો. આ શબ્દનો અર્થ સમજવો જરા મુશ્કેલ છે. આપણે UPS ને એક આંતરરાષ્ટ્રિય કુરિયર કંપની સમજીએ છીએ, પણ આ કંપની કુરિયર સિવાય પણ ઘણું બધું કામ કરે છે. દાખલા તરીકે તમને Toshiba લેપટોપ જોઈએ તો તમે ઓન-લાઈન ઓર્ડર મૂકો તો એ ઓર્ડર આ કંપની બુક કરશે, પૈસા આ કંપની વસૂલ કરશે, તમને હોમ ડીલીવરી આ કંપની આપસે, તમારી ગેરંટી સમય દરમ્યાન પણ આ કંપની જ સર્વિસ આપસે. બધો કારોબાર Toshiba ના નામે જ થશે. હકીકતમા આ કંપની Toshiba ના એક વિભાગ તરીકે જ કામ કરશે. તમને તો એમ જ લાગશે કે બધું જાપાનથી જ થાય છે, પણ Toshiba વતી આ કંપની તમારા શહેરમાંથી જ આ બધું કરતી હોય છે.
 8. ‘supply-chaining.’ પણ થોડું અઘરૂં છે. એક મોટી કંપની સેંકડો કંપનીઓમાંથી માલ ખરીદીને પોતાના Chain of Outlets માંથી વહેંચતી હોય ત્યારે સ્ટોકની પોઝીશન સંભાળવાનું કામ બહુ મુશ્કેલ છે. આ કંપની એવા સોફટવેરનો ઉપયોગ કરે છે કે જ્યારે ગ્લુકોઝ બીસ્કીટનું એક પેકેટ એના કોઈપણ એક આઉટલેટમાંથી વેચાય અને એનું બિલ બને ત્યારે પારલામાં ગ્લુકોઝ કંપનીની હેડ ઓફીસને એની ખબર મલી જાય, અને પારલેવાળા એ પ્રમાણે પોતાનો સ્ટોક Despatch કરે. આમ કરવાથી ક્યારે પણ કોઈપણ આઈટેમ સ્ટોકમા નથી કહેવાનો વારો ન આવે.
 9. ગુગલ, યાહુ અને બીજા અનેક સર્ચ એંજીન્સે, વેબમાંથી કોઈપણ બાતમી શોધવાનું એટલું સહેલું કરી નાખ્યું છે કે આપણને તેનો અંદાજ નથી, નહીંતર તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ થાત. આજે ઈન્ટરનેટનો ઊપયોગ વધારવામાં સૌથી મોટો ફાળો આ સર્ચ એંજીન્સનો ગણી શકાય.
 10. VoIP -Voice over Internet Protocol. આનો સાદો અર્થ છે ઈન્ટરનેટ દ્વારા ટેલીફોન. આ શોધને લીધે ટેલીફોનના દર કેટલા ઘટી ગયા એ જાણવું હોય તો કહું કે ૮૪ રુપિયે મિનિટના ૮૦ પૈસા મિનિટ થઈ ગયા ! જો કે તેની આડ અસરો પણ છે…

આ દસ બનાવોએ દસ વર્ષમા આપણી દુનિયાની જીવનપદ્ધતિ પર ખૂબ મોટી અસર કરી છે.

– પી. કે. દાવડા

બિલિપત્ર

‘સૌથી ધનવાન વ્યક્તિ તરીકે કબરમાં સૂવાનો મને મોહ નથી, મારે તો રોજ રાત્રે પથારીમાં પડતી વખતે એવો સંતોષ જોઈએ છે કે આજે મેં કાંઈક અદભુત કાર્ય કર્યું છે.’
– સ્ટીવ જોબ્સ


13 thoughts on “૧૦ ઘટનાઓ જેથી દુનિયા બદલાઈ… – પી. કે. દાવડા

 • મનસુખલાલ ગાંધી

  અદભુત વાત જાણવા મલી… બહુ મજા આવી.

  મનસુખલાલ ગાંધી

 • મનસુખલાલ ગાંધી, U.S.A.

  બહુ સુંદર માહિતી આપી છે…..

 • HARDIK DHANANI

  dear davda saheb
  i m very very happy about this information ……..i don’t know 1o info.in the world so change the all person life day to day…….
  thank you

 • HARESH PATHAK

  ડિઅર સર,
  આપનું ચીંતન અને હાલના વિચારોમાં સામ્‍યતા જોતા એવું નકકી કહી શકાય કે આપણે હવે ૨૧મી સદીની દોટમાં પાછળ નથી.
  આભાર
  ચિંતક

 • Jagdish Bhoj

  Dear Davda Saheb,
  Its excellent information about 10 events, everybody should read it.
  Many Many thanks for giving such good information.

  Regards
  Jagdish Bhoj
  Mumbai

 • La' Kant

  SO very good and quite INFORMATIVE IN NUT-SHELL, ALSO D TECHNICAL ADVANCEMENT AND THE OVERALL PROGRESS
  WE ALL HAVE JOINTLY MADE….AND THE BENEFITS DERIVED THEREFROM…BY MANY ENTHUZ…
  Cograts ,,,thanks…… La’Kant / 30-6-12

 • upendraroy nanavati

  Dear Shri P.K.Davada,

  Namaste !!!

  I enjoyed your write up about the 10 events changed the life of the people in the world.This is pened interestingly.Please,keep up writing,it amuses and enlightens me.

  I am visitor to Mountai View,come with spouse.I am reclusive and Mechanical engineer by qualification.
  Wishing you Healthy long life.
  God bless you and your family !!!
  Regards,
  Upendraroy Nanavati

Comments are closed.