ભજનયોગ (ભાગ ૨) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)


પ્રસ્તુત પુસ્તક ‘ભજનયોગ’ એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર ગંગાજળ જેવું વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે.

પ્રસ્તુત પુસ્તક (ભાગ ૨) મા જેમના ભજનો / રચનાઓનો રસાસ્વાદ કરાવ્યો છે તથા વિગતે સમજણ આપી છે એ રચનાકારોમાં –

બાલમુકુન્દ દવે
બાળશંકર કંથારીયા
ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
મકરન્દ દવે
મધુમતિ મહેતા
મનસુખ ઝવેરી
મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
મહેશ દવે
મીરાં
મુકુન્દરાય વિ. પારાશાર્ય
મુકેશ જોશી
રણછોડ
રમેશ પારેખ
રવિસાહેબ
રવિન્દ્રનાથ ટાગોર
રાજેન્દ્ર શાહ
રામનારાયણ પાઠક ‘શેષ’
લોયણ
વલ્લભ ભટ્ટ
વિવેકાનંદ
વેણીભાઈ પુરોહિત
શાહ હુસેન
શ્રીમદ રાજચન્દ્ર
શ્રીમદ વિજયવલ્લભસૂરીશ્વરજી
સુન્દરમ
સૂરદાસ
સુરેન ઠાકર ‘મેહુલ’
સુરેશ દલાલ
હરિહર ભટ્ટ
હરિન્દ્ર દવે
હરીશ મીનાશ્રુ
હસમુખ પાઠક
હિતેન આનંદપરા અને
વિદ્યાનંદ
જેવા આપણા શીર્ષ રચનાકારોની કૃતિઓ સમાવિષ્ટ છે. આ આખું પુસ્તક અક્ષરનાદના ઈ-સંસ્કરણમાં ખૂબ મોટું થઈ જતું હતું, માટે તેને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે જેથી તે વાંચન માટે અને આઈપેડ તથા ટેબલેટ વગેરે સાધનોમાં ડાઊનલોડ કરવામાં સરળ થઈ રહે. આ પુસ્તકનો પ્રથમ ભાગ ડાઊનલોડ અને મનન ચિંતન માટે ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે જ, આજે પ્રસ્તુત છે પુસ્તકનો બીજો અને અંતિમ ભાગ.

અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.

આજકાલ અતિશય વ્યવસાયિક વ્યસ્તતાઓને લીધે ઈ-પુસ્તક પ્રવૃત્તિમાં અને અક્ષરનાદ માટે પણ ખૂબ ઓછો સમય આપી શકાય છે, પરંતુ તેને હવે વધુ આયોજીત રીતે, વધુ ઝડપથી અને સારી રીતે કરવાની મહેચ્છા સાથે આ પુસ્તક આપના સુધી પહોંચાડતા ખૂબ આનંદ થાય છે.

આ પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માં…

– જીજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ,
સંપાદક
અક્ષરનાદ.કોમ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.