Daily Archives: May 31, 2012


મીરાંબાઈ – લીલાવતી મુનશી 1

મીરાંનું જીવન અને કવિતા એ એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાળપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી. મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. એના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે. મીરાં વિશેની આવી જ વાત વિગતે શ્રીમતી લીલાવતી મુનશીએ કરી છે.