મૂળ સોતો ઉછર્યો તે હું જ – જિતેન્દ્ર પ્રજાપતિ 6


મૂળ સોતો ઉછર્યો તે હું જ છું;
પાનની સાથે ખર્યો તે હું જ છું.

હું સુદામો ક્યાં કહું છું જાતને,
પોટલીમાં જે ભર્યો તે હું જ છું.

હું ડૂબ્યો છું કોઈના ડૂસકા તળે;
સાત સાગર જે તર્યો તે હું જ છું.

સાંજ વેળા કો’ક દી આવ્યો અને,
આંખમાં જે વિસ્તર્યો તે હું જ છું.

હું સફેદી થઈ દીવાલે અવતર્યો;
તેં હળુકથી ખોતર્યો તે હું જ છું.

– જીતેન્દ્ર પ્રજાપતિ

જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા એક સિદ્ધહસ્ત ગઝલકાર છે એ વાત તેમની ગઝલો સુપેરે સાબિત અકરી આપે છે અને અક્ષરનાદની સાથે તેમની વિકાસયાત્રા આગળ વધી છે તે વાતનો અત્યંત આનંદ પણ ખરો. અનેક પ્રચલિત સામયિકો જેમ કે કવિતા, શહીદે ગઝલ, છાલક વગેરેમાં તેમની ગઝલો છપાઈ રહી છે એ તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી જ સુંદર ગઝલ.


6 thoughts on “મૂળ સોતો ઉછર્યો તે હું જ – જિતેન્દ્ર પ્રજાપતિ

  • ગુણવંતભાઇ એમ. પ્રજાપતિ

    ભાઇશ્રી,
    આપની રચના સાથે આપશ્રીનો ફોટોગ્રાફ છાપવા વિનંતિ છે.
    આશિર્વાદ સાથે અભિનંદન, જય માતાજી.

  • ગુણવંતભાઇ એમ. પ્રજાપતિ

    ભાઇશ્રી,
    કુશળ હશો.
    આપની રચના ગમી. રચનાઓ સાથે આપશ્રીનો ફોટોગ્રાફ છાપશો તો ગમશે.
    આશિર્વાદ સાથે અભિનંદન.
    જય માતાજી.

  • lakant

    પોતાનુ મૂળ શોધવાની કસરત જે કરે…. ક્યારેક તો ” કંઇક’ પામે જ !!!

    “‘કવિતા’ છે સંજીવની-તત્વ,હું એનો થઈ ગયો,સહેજ એનો સ્પર્શ થયો,ખુશી-તરંગ થઈ ગયો,
    એમ વિસ્તરીને હું તો ફૂલ-સુગંધ થઈ ગયો, અને પછી વાતાવરણ હું છેક નિર્બંધ થઈ ગયો.
    લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!ઠર્યો ભીતરમાં તો,સરલ જલ-તરંગ થઈ ગયો.
    શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો. ક્ષણોનો દબદબો સંવારી, હું ઉમંગ થઈ ગયો…
    સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કઇંક”,સદા સૂરજની એમ અનંત થઈ ગયો! ”

    ” ‘હું જ પીગળતી ક્ષણ છું,’નો બસ એહસાસ રહે!
    ને,“બસ થાઓ,હવે કાંઈ ના ખપે”નો પાશ રહે,

    મતલબ,“ હું નથી કંઈ જ”નો જીવંત એહસાસ રહે,
    ઈશ્વર જેવું“કંઈ”છે,તત્વ”,’કંઈક’ની આસપાસ રહે,

    કોઈ કે’:‘ઈશ્વર,આત્મા,પરમાત્મા જેવું કંઈ નથી’,
    ‘સાચું’એમ,કેમ કહું? નો એહસાસ રહે.

    રૂપાંતરણ,પરિવર્તન ક્રિયા-પ્રક્રિયાના પ્રાસ રહે!
    “હું છું,માત્ર હું જ છું”નો રોકડો બસ એહસાસ રહે.”લા’કાન્ત ” કંઇક” /૧૬-૫-૧૨

  • vijay joshi

    બહુ સુન્દર રચના, સરળ સામાન્ય શબ્દો સચોટતાથી વાપરીને તેને અસામાન્યતા આપવાની અદભુત તાકાત

  • Kirti Vagher

    અતિ સુંદર !

    “હું ડૂબ્યો છું કોઈ ના ડુસકા તળે
    સાત સાગર જે તર્યો તે હું છું”

    ખરેખર જીતેન્દ્રભાઈ પ્રજાપતિ ની સિદ્ધહસ્તતા અને ભાષા પર ની નિપુણતા આ ગઝલ માં ખુબ જ ભાવવાહી રીતે પ્રગટ થાય છે. જીગ્નેશભાઈ અને પ્રતિભાબેન ને અક્ષરનાદ ના માધ્યમ દ્વારા આ રચના નો પરિચય કરાવવા બદલ આભાર અને અભિનંદન.
    – કીર્તિ વાઘેર