Daily Archives: May 4, 2012


હીરાની ખાણ (અધ્યાત્મ-કથાઓ) – ભાણદેવ 8

‘કસ્તુરી કુંડલ બસે મગ ખોજે બન માંહી’ મૃગની નાભિમાં કસ્તુરી છે, તે કસ્તુરીની સુગંધ લઈને સુગંધના કેન્દ્રની શોધ માટે વનમાં ભટકી રહ્યો છે. અરે ! તેને કોઈ તો સમજાવો કે જે વસ્તુની શોધમાં તે જંગલમાં ભટકી રહ્યો છે તે તેની પોતાની નાભિમાં જ છે – એ સુગંધ તેની નાભિમાંથી જ આવી રહી છે. માણસનું પણ આવું જ નથી? જે પરમતત્વને, પરમ આનંદને, શાંતિને શોધવા માટે આપણે અહીં ત્યાં સર્વત્ર ભટકીએ છીએ તે પરમાનંદનું કેન્દ્ર સચ્ચિદાનંદ આત્મા તો આપણી અંદર જ છે. અરે, તે આપણું પોતાનું નિજ સ્વરૂપ જ છે. આંખ ખોલો અને જુઓ – તમે જે શોધો છો તે તો તમારી અંદર – તમારી પાસે જ સદા સર્વદા છે. આ જ વાતને સુંદર કથાનક ઉદાહરણ દ્વારા અહિં પ્રસ્તુત કરાઈ છે.