કચ્છી સાહિત્યમાળાના મોતી – સંકલિત 4


મું ભાયો તડ હિકડો, પણ તડ લખ હજાર,
જુકો જેઆં લંધેઆ, સે તેઆં થ્યાં પાર.
– મેંકણ દાદા

મને એમ કે પાર થવાનો એક જ માર્ગ છે, પણ માર્ગ તો હજારો લાખો છે, જેમણે જે માર્ગ લીધો તે ત્યાંથી પાર થઈને તરી ગયા છે.

કુંજીએ વોણા તાડા કિનાં, સે ઉઘાડે કેર?
મેંકો ચેતો આમરી, ત બેઆ ચેંતા બેર
– મેંકણ દાદા

કૂંચી વગરના તાળાં – એ મરમી વગર કોણ ઉઘાડે? મેંકણ જેને આમલી કહે છે તેને બીજા વળી બોર કહે છે. એનો સાચો સ્વાદ કેમ કહ્યો જાય?

ભલી ભારતી ભોમ ડિઠી પણ કચ્છ કિનારો વિસરે કીં?
કારાણી કે કચ્છી બોલી, કુરો કુજાડો વિસરે કીં?
– દુલેરાય કારાણી

ફુલડેં ધારા પ ગુલશનજી અસર,
‘ખ્વાબ’ એડે કચ્છડેજી ગાલ યાં.
– મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’

ફૂલડા વિણ જ્યાં ચમનની અસર છે, ‘ખ્વાબ’ એવા કચ્છની વાત કહું

વનમેં વસંત રમે અને કોયલ કરે ટૌકાર કીં?
ઘનઘોર ગજણ સુણી કરીં તા મોરલા મલ્હાર કીં?
ભમરો કમલજી પાંખડીમેં પ્રેમસેં પુરાઈને
કેદી બનીને પણ કરે આનંદમેં ગુંજાર કીં?
– દુલેરાય કારાણી

અનહદ સૂઝ વેરાનમેં મુંજો હંસલો ઉડાયો
જમના સરસતી પાર નિરંજન ગંગજલે ન્હાયો.
– મુરારિ લાલજી વ્યાસ ‘નિરંજન’

અનહદ શૂન્યમાં મારો હંસલો ઉંચે ચડ્યો અને પછી યમુના સરસ્વતિની પાર જઈને (ઈડા-પિંગળાને ઓળંગીને) ગંગામાં (સુષુમ્ણા નાડી સુધી) એણે ડૂબકી મારી.

સવારમેં સિજ સાંખ કઢે, ને ભાંખ ફુટેમેં ફુટે કવિતા,
ગુલાબ ને ડોલરજે ફુલમેં, ફોરે ને ફરફરે કવિતા.
– દુલેરાય કારાણી

મુજે મનજ્યું ગાલિયું જાણે સાગર લેરિયું,
હિકડ્યું પુગિયું તડ મથેં, તાં બઈયું ઉપડઈયું.
– મેંકણ દાદા

મારા મનની વાતો સાગર જેવી અનંત છે, એક કિનારે પહોંચી નથી કે બીજી ઉપડી છે.

હિન સુયંગે હથડેં, હાજું કીં ન હઈયું,
કાં ગોરી ગલ બાંવડિયું, કાં વાગું ટેકઈયું.
– પ્રાચીન દુહો

આ હાથે બીજુ તો કંઈ પરાક્રમ થયું નહીં, કાં એ ગોરીને ગળે વીંટળાયા, ને કાં તો ઘોડાની લગામ ટેકવી.

અજ ઉન મહેલજિયું ભિતું,
યે થઈયું છણઘે છણઘે
– સાટી

આજે એ મહેલની ભીંતો પડતા પડતા ચિતા બની ગઈ છે.

કડેંક ખિલ માય ન, કડેંક રૂંગા રુંડે પ્યા ઈં,
કડેંક સુજેં સોમ્ણાઈયું, કડેંક માતામેંજા મીં.
– સાટી

કદીક હસવું માય નહીં ને કદીક આંસુડા વહે, કદીક શરણાઈ સંભળાય તો કદીક મરસિયા મેહની જેમ વરસે.

પુજે સેરમેં સાગભકાલો -ખીર ખણીને ગંજો,
સગતીજ્યું ગય ગિને ધવઔં વરંધે તણીને ગંજો
– રવિ પેથાણી

પળે શહેરમાં શાકભાજીને દૂધ લઈને જતું ગામ, પાછા વળતાં શક્તિની દવા વહી લાવે છે.

છંદજી ખોંભી મથેહી પ્રાસજા કંગન રખી,
કિત ઉસઈ, કેની ઉસઈ, તોજી ગઝલ? વાઘોડ કર.
– રવિ પેથાણી

છંદની ખોંભી ઉપર પ્રાસના કંગન મૂકી તારી ગઝલ ક્યાં ગઈ? ક્યારે ગઈ? સંભાળ લે!

ઘરજી વડી વાડી, વિકી તાજી હવા છડી,
ડો-બાય-ડોમેં પ્યો સડેં માડ નતો લગેં.
– રવિ પેથાણી

ઘરની મોટી વાડી વેચી, તાજી હવા મૂકીને દસ બાય દસમાં હવે સડે છે – તું કેવો માણસ છે?

બિલિપત્ર

મકભૂલ! કઈ પૂછેંતા, કચ્છીમેં કો લિખોતા?
યાંતો વલી લગેતી મૂંકે જુબાન કચ્છી.
– ઈબ્રાહીમ અલ્લારખ્યા પટેલ ‘મકભૂલ કચ્છી’

કચ્છી ભાષાસાહિત્યમાં રચનાકારો તો અનેક છે, અસાધારણ અને અનોખા છે. પણ ગુજરાતી સાહિત્યના વાચકો એમાંથી કયા નામો ગણાવી શકે? અસ્મિતાપર્વને લીધે શ્રી દુલેરાય કારાણીનું ફક્ત નામ મેં જાણ્યું, પણ આપણી કહી શકાય એવી કચ્છી ભાષાની મોંઘેરી મીરાંત – કચ્છી ભાષા સાહિત્ય વિશે વિગતે જાણવાની તક મળી શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’ વાંચતા વાંચતા. પ્રસ્તુત સુંદર અને અલભ્ય પુસ્તક કચ્છી ભાષા સાહિત્યના વિકાસક્રમ, સર્જકો તથા સર્જન વિશે અલગ અલગ લેખના માધ્યમથી ખૂબ વિસ્તૃત પરંતુ મુદ્દાસર વાત કરે છે. લેખક સાથે સાથે કૃતિઓનો રસાસ્વાદ કરાવવાનું પણ ચૂક્યા નથી, અને એ આપણા માટે તો આશિર્વાદ સમાન જ છે. પ્રસ્તુત પુસ્તકની વધુ માહિતિ તથા તેની સમીક્ષા તો રજૂ કરવામાં આવશે જ, પરંતુ આજે પ્રસ્તુત છે કચ્છી ભાષા સાહિત્યના કેટલાક રત્નો – પદ્યકણિકાઓ જે શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’માંથી સાભાર લીધી છે. પુસ્તક પ્રાપ્તિ માટે શ્રી પ્રભાશંકર ફડકેનો તેમના સરનામે, ૩૩ / ૩૪, વૃન્દાવન સોસાયટી -૨, અંજાર કચ્છ -સંપર્ક કરી શકાય છે. તેમનો સંપર્ક નંબર છે (૦૨૮૩૬) ૨૪૨૦૩૮. અક્ષરનાદને આ પ્રસ્તુતિ કરવાની પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કચ્છી સાહિત્યમાળાના મોતી – સંકલિત