‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૪…. જેસલ તોરલ (Audiocast) 12


જેસલ તોરલની વાત કચ્છની અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની અનોખી તાસીરને – એ મહામાનવોની વાતને વિશાળ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. બે બે ડાકુઓના – લૂંટારાઓના હ્રદય પરિવર્તન કરાવનાર અને જીવતે જીવત જેમની માનતાઓ મનાતી, શ્રાપિત અપ્સરા માનવામાં આવતાં એવા સતી તોરલની વાતે તો આજેય માથું નમી પડે છે. એ વાતને ખૂબ હ્રદયંગમ રીતે આ નાટકમાં વણી લેવાયેલી, અને એ જ આ નાટકનો સૌથી મોટો ભાગ પણ હતો – અને સૌથી વધુ મનોહર તથા મહેનત માંગી લેતો ભાગ પણ.

આ રેકોર્ડીંગમાં મેં સાંસતીયાજીનો અવાજ આપ્યો છે, જેસલનો અવાજ આપ્યો છે મુકેશભાઈ મેકવાને. આશા છે આપને આ નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ચોથો અને અંતિમ ભાગ સાંભળવાનું ગમશે. આ વિશે આપના વિચારો અને પ્રતિભાવ જાણવા રસપ્રદ થઈ રહેશે.

તો સાંભળીએ આ ચોથો અને અંતિમ ભાગ –

આ સાથે નાટકના ચારેય ભાગ પૂર્ણ થાય છે. આશા છે આપને ગમશે.


Leave a Reply to kishan.m baradCancel reply

12 thoughts on “‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૪…. જેસલ તોરલ (Audiocast)