વાચકમિત્રોને નિવેદન… – સંપાદક 10


મિત્રો,

અક્ષરનાદને વધુ વાંચવાલાયક, ઉપયોગી, વિસ્તૃત અને સુનિયોજીત બનાવવા અને વિષય વૈવિધ્ય વધારવાના ભાગ રૂપે કેટલાક નવા આયોજનો કરવા ધાર્યું છે. ઘણા સમયથી અવ્યક્ત આ વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે આ પ્રયત્ન આવશ્યક થઈ ગયો છે. વળી છેલ્લા થોડા સમયથી હવે અમે અંગત રીતે પૂર્ણ સમય આપી શકતા નથી, એ કારણે પણ આજે આ વિશેષ વાત મૂકી છે.

આ અંતર્ગત વેબસાઈટની સાથે સહસંપાદક તરીકે જોડાવા માંગતા મિત્રો તરફથી સંપર્ક આવકાર્ય છે. અક્ષરનાદની સાથે સ્વૈચ્છિક રીતે આ પદ પર જોડાવા માંગતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો કે સાથે સૌપ્રથમ એ વાત સ્પષ્ટ કરવી આવશ્યક છે કે આ કાર્ય માટે કોઈ પણ પુરસ્કાર આપી શકવાની ક્ષમતા કે સગવડ અક્ષરનાદ પાસે નથી. આ કાર્ય સંપૂર્ણપણે નિજાનંદ માટે અને નિઃશુલ્ક માટે રહેશે અને તેની સાથે કોઈ પણ આર્થિક હિતો જોડાયેલા નથી.

એક સહસંપાદક તરીકે સૌપ્રથમ યોગ્ય કૃતિની પસંદગી, એ માટે જરૂરી હોય તો યોગ્ય સંપર્ક, ટાઈપિંગ અને તેની પ્રસિદ્ધિ તથા તે પછી આવશ્કય પ્રતિભાવો વગેરે સહિત એક કે વધુ એવી તમામ જવાબદારીઓ વહેંચવાની અપેક્ષા છે. ભવિષ્યના આયોજનો અને વિસ્તૃતિકરણની યોજનાઓ લક્ષમાં લઈએ તો આ આવશ્યક થઈ પડે છે. અત્યારે અમારી સાથે ફક્ત એકલવીર ગોપાલભાઈ પારેખ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગની જવાબદારી નિભાવે છે. વધુ મિત્રો આ કાર્યમાં જોડાઈ શકે તે ઈચ્છનીય છે.

આ ઉપરાંત ફક્ત વિષય વિશેષ લેખન જેમ કે પુસ્તક સમીક્ષા, મુલાકાત, કાવ્ય આસ્વાદ, પ્રસંગ વિશેષ વિશ્લેષણ, ઈન્ટરનેટને લગતી જાણકારી વગેરે જેવા લેખન માટે પણ સંપર્ક આવકાર્ય છે. અક્ષરનાદની સુવિધાઓ, ઉપયોગ અને મુખ્યત્વે ટેકનીકલ બાબતો, વેબસાઈટ ડિઝાઈન અને જાળવણી એક ખાનગી ડેવલોપર કંપનીને અપાઈ રહી છે. કેટલાક નવા આયામો અને લક્ષ્યો સાથેની આગળની સફરની રૂપરેખા નક્કી કરાઈ રહી છે. આશા છે સર્વે મિત્રોનો સહકાર આમ જ સતત મળતો રહેશે.

આભાર,

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “વાચકમિત્રોને નિવેદન… – સંપાદક

 • વિનોદભાઇ મંગળભાઇ માછી

  આપની સાથે કામ કરવામાં દાસને આનંદ થશે.

  વિનોદભાઇ માછી

  વધુમાં દાસના મોકલેલ લેખો પૈકી એક લેખ આપે અક્ષરનાદ ૫ર મુક્યો છે વધુ લેખ પસંદ આવે તો મુકવા વિનંતી છે.

 • kaushal

  નમસ્કાર જિગ્નેશભાઈ,

  આપનો આ નિવેદન વાંચી ની ખુશ થયો. આપના મંતવ્ય થી આપ ને બે વસ્તુ મારા તરફ થી તમેન સહાય કરી શકું છું, એક આપની વેબસાઈટ માં કોઈ ગુજરાતી ટાઈપ હોય તો અને બીજું મારા કલીક કરેલ ફોટા જે આપની સાઈટ પર કોઈ ટેગ સાથે મુકી શકાય.

  મારુ આ મંતવ્ય આપશ્રી ને પસંદ પડે તો મેઈલ દ્વારા જણાવશો કે કોલ કરશો,

  સાઈટ ને અપડેટ રાખવી વગેરે કરી શકું પણ આપને મને થોડી ધણી તાલિમ આપવી પડશે.

  આપનો નેટ સહમિત્ર
  કૌશલ પારેખ
  ૯૯૨૪૯૮૨૦૦૪

 • AksharNaad.com Post author

  પ્રિય મિત્રો,

  ઘણા મિત્રોની તેમના પ્રતિભાવો દ્વારા અક્ષરનાદની સાથે સંકળાવાની ઈચ્છા જાણીને ખૂબ આનંદ થયો.

  ઘણા મિત્રોની સંપર્ક વિગતો પ્રતિભાવમાં હોવાને લીધે તેને જાહેર કર્યા નથી. આપ સૌને ઈ-મેલ મારફતે વિગતે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

  આભાર અને ધન્યવાદ.

  જિજ્ઞેશ અધ્યારૂ
  સંપાદક