મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’ 28 comments


મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે…
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે… મોજમાં રેવું…

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે,
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે… મોજમાં રેવું

કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે,
મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે,
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે… મોજમાં રેવું

લાય લાગે તોય બળે નઇ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે… મોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું સૂજ પડે નઈ રે,
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે,
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે… મોજમાં રેવું

ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવિંદો રે,
હરિ ભગતું ને હાથ વગો છે પ્રેમનો પરખંદો રે,
આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું રે… મોજમાં રેવું

રામ કૃપા અને રોજ દીવાળી રંગના ટાણાં રે,
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે,
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે… મોજમાં રેવું

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે,
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે… મોજમાં રેવું…

– તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

(ગુજરાત – દીપોત્સવી વિ.સં.૨૦૬૧માંથી સાભાર)

ગીરમાં, સમય ચોક્કસ તો યાદ નથી પણ લગભગ બે ત્રણ વર્ષ પહેલા થયેલા એક નેસ ડાયરામાં ઉપરોક્ત ગીત કહો તો ગીત અને ભજન કહો તો ભજન, ‘મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે.’ સાંભળેલું, ડાયરામાં પ્રસ્તુતકર્તાએ ‘રામકૃપા ત્યાં રોજ દીવાળી…’ એ મર્મભેદી પંક્તિ એટલી તો ભાવથી ગાઈ હતી કે ત્યારે થયેલું આ કોઈ લોકગીત હશે, પણ પછી તેમણે પ્રસ્તુતિને અંતે રચનાકાર તરીકે શ્રી તખ્તદાન રોહડિયાનું નામ કહેલું એ બરાબર યાદ છે. ત્યારથી આ પંક્તિઓ અમારા સફર-જનોના મનમાં સતત રમતી રહી છે. આજે એ જ મોજ આપ સૌની સાથે વહેંચાઈ રહી છે. મારા વનભેરુઓની એ પ્રિય કંડીકાઓ છે તો મને પણ એ ગાવાની ખૂબ મજા આવી છે. આવી સુંદર રચનાના સર્જકને અનેકો સલામ અને નતમસ્તક.

બિલિપત્ર

રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે,
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે,
આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.

– મહેન્દ્ર જોશી (શબ્દસૃષ્ટી સામયિક, જૂન ૨૦૦૫ માંથી સાભાર)


28 thoughts on “મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

 • પ્રશાંત ખખ્ખર

  જીજ્ઞેશભાઈ આ ભજન મારે ભીખુદાન ગઢવીના સ્વરમાં mp3 ફોરમેટમાં જોઈએ છે, મળશે ખરું???

  • czpatel

   ટપાલેી નો થેલો…..આ ભજન …..વેબ સાઇટ ઉપર મુકવા વિન્ંતિ
   આભાર….

 • jignesh chavda

  aa rachana ghani badhi vakhat bhikhunan gadhavi ane mayabhai ahir na swar ma sanbhali 6. Ane mari pase banne ni cd pan 6.pan aje aa shabdo vanchi khub maja padi. Aabhar..

 • czpatel

  “ટપાલેી નો થેલો ” અને ” જીસકી રચના ઇતની સુંદર , વો કીત ના સુંદર હોગા” આ ગીત કોઇ
  ભાઉક પાસે હોય તો આ કોલમ માં મુકવા વિન્ંતિ….erczp@yahoo.com

 • Deepak Vadgama

  મોરારિબાપુના કન્ઠે “મોજમા રેવુ રે” પન્ક્તિ ઘણીવાર સામ્ભળી છે પણ આખી રચના વાન્ચીને મજા આવી ગઈ.

 • ramesh kaila

  બહુ જ સરસ હુ જયારે મોરરિબપુને યાદ કરુ તિયારે આ ભજન યાદ આવિ જાય

 • Kaushik Dagha

  શ્રી ભિખુદાન્ ગઢવી ના સ્વર મા રચના સાંભળી ને તેનુ શબ્દ સ્વરૂપ શોધવા google સર્ચ કર્યો ને AksharNaad.com રૂપી online સાહિત્ય નો ખજાનો મળી ગયો.
  Thanks for this wonderful site.

 • Lá'Kant

  ટીપું……ટીપાં

  ટપકે એ તો ટીપું……ટીપાંમાં શુંએ વિચાર!
  અહીં તો મહાશૂન્યતાના વ્યાપ ને વિસ્તાર,
  એમાં સર્જન શું ? વિસર્જન શું? વિચાર!
  ટપકે એ તો ટીપું, ટીપાંના ભાગ વિચાર!
  આઈં જો! હેડકી ને, હડદોલા થાય હજાર,
  યાદ? શું કહું? લાગી સ્મરણોની વણજાર,
  ટપકે એ તો ટીપું,ટીપાંમાં શક્યતા વિચાર!
  ટીપું ક્ષણનું સાથી,એવાં હોય અનેક હજાર!
  ગણવું ક્યાં? એનાં હોય અનંત વિસ્તાર,
  ટપકે એ તો ટીપું, ટીપાંમાં બધ્ધુંય યાર ,
  છે એ દેખાય થાતું,એમજ અંદર બહાર!
  એમાં અરમાન છે, જીવન છે,અપરંપાર!
  એમાં સુગંધ,તેજ ને વાસ,પણ નહીં આકાર,
  ટપકે એ તો ટીપું,ટીપાંમાં વસે નિરાકાર!
  એમાં ઝળકે-ચળકે પ્રકાશ ને તેજ અપાર!,
  ટપકે એ તો ટીપું,…એમાં શક્તિ બેસુમાર,
  એમાં એક ચિનગારી,તણખા આગ પારાવાર,
  એણે ચેતવી દીવા-વાતી,ઈંધણ અખૂટ તૈયાર,
  ટપકે એ તો ટીપું, ટીપાંમાં સઘળું છે યાર!
  ભોંય-ભૂમિની માટી…ઝીલે અવિરત ધાર,
  એક્માંથી અનેક કરવાની શક્યતાઓ અપાર,
  ***
  પરફેકશન-
  સર્વ-ગુણ સંપન્ન સંપૂર્ણતાવાદી,હઠાગ્રહી જીવને વધુ સહન કરવુંજ પડતું હોય છે
  તેમની આસપાસના સંબંધાયલા લોકોને સહન બનેજ છે,થોડું ઘણું ચલાવી
  લેવાનું શીખી લેવાય તો વધુ શાંતિપૂર્ણ જીવન જીવી લઈ શકાય॰
  “ તથાસ્તુ તો કહો,પ્રભુ!
  આ મારી જુસ્તજૂ છે,
  તમારી આરઝૂ શું છે ?
  ==============

  નિજ-વાર્તા
  પ્રગ્ન્યા પુલકનો સિક્કો સોનાનો એમાં ચળકે સ્રોત ઈશ્વરનો,
  સેન્ડવિચ જેવી સ્થિતિ, અહીં ખીણ ને તહીં મૌતના ફટકા॰
  સે’વાય કેમ? ચીરી નાખતી તીક્ષ્ણતા,એક ઘા ને, બે કટકા,
  ઇતિહાસ પોતાનો ગમે તેવો હો,હ્રદયના ગમ તો હોય છે!
  વાતો એની ફરી-ફરીને સહજ જ કહેવાઈ જતી હોય છે !
  અનુભવ-કથાની જેમ … સ્વયં વહેતી થઈ જતી હોય છે॰
  ***

  બંદગી
  અય ખુદા ,બારાખડી આખી આપું છું તને,
  બંદો છું તારો એટલી જ ખબર છે, મને
  તું તને મન ગમતા ભાવ-રંગો ભરી લેજે,
  હું મારી બંદગીમાં રત છું,સાચવજે મને!
  ***
  સહી-સમજ

  રજકણથી વિરાટ જેવો અનંત શૂન્યમાં વિસ્તરું,
  સમજનું માપ-પરીઘ વિસ્તારી ઈશ્વર હું બનું !
  માણસપણું તજીને ચારે તરફ હું વિસ્તરું
  ઈશ્વરપણું પહેરી બ્રહ્માંડે હું એમ વિસ્તરું
  ભ્રમમાં રહી,અનર્થ અનેક કરે છે માણસ,
  ભયમાં રહી ,ગફલત અનેક કરે છે,માણસ
  કુદરતના કરિશ્માને ધ્યાનથી નિહાળો,
  ખુદની હસ્તીને સમજીને ,સહી વિચારો
  ***
  અંતર-સુખ

  છે તે ગમાડવું એટલે શીર્ષાસન,ઈશ્વરેચ્છા સાથે આપણી ઈચ્છા મેળવવી …એનેજ સ્વીકારવું દિલ-મન -દિમાગથી…એમાંજ સુખ રહેલું છે! એ જ્યારે સમજાય તે અંતર્ગ્નાન!
  આ સમજ જ તારી શકે! આપણો સહી માર્ગ ઉજાળી શકે॰

 • Lá'Kant

  આ શહેરમાં…

  આ શહેરમાં , ઊંચા બહુમાળી મકાનોની છત્ર-છાયામાં,આકાશને નીરખવાનું ક્યાં મુમકિન છે?
  જીવન આજનું તો છે , ભીતર-બહારના વિરોધાભાસોનો ખેલ ,” હું-તું,તું-હું ,હું ,તું હું –હું” જેવો!
  આ અહં ટાળ્યો નવ ટળે,ઈશનો સાક્ષી- ‘પ્રોક્સી’ … કાર હમેશા રહે હાંવી ’હું’ ‘હું’ ‘જેવો’
  પરપોટાનું મૂળ પોત ને વજૂદ તો છે-” પરભુ ” –પરમની જેમ આસપાસ સઘળે વરતાવું,
  નાભિ-કેન્દ્ર…સર્વ અસ્તિત્વનું…અસલી ફૂલોની સુગંધ માણવા જોઈએ મૌની-મનની ત્રીજી આંખ
  રંગીન દૃષ્ટિ જે રચી આપે સુગંધી સૃષ્ટી, હવામાં ચીતરે નિરાકારને ! જે ઉજાગર કરે એ
  જીવંત એહસાસને,જે વ્યાપી રહે સમગ્ર અસ્તિત્વમાં, અનુભૂતિનું ઉપ-વનાસ્ત્ર જાણે હલ્કું-શું
  સ્પર્શી હવા જેમ એને ભેટયાનો અનુભવ રોકડો !

  પોતાના પડછાયા સાથે વાત કરવા સાચનો કાચ જોઈએ,પારદર્શકતા બિલ્લોરી પૂર્વશરત હોય છે!

  કઇંયે ન કરતા……… સત્જ્ઞાની રે !

  આવન-જાવન નો ખેલ આભાસ,બધું સમજતા સત્જ્ઞાની રે !
  બરફના પહાડમાં એ દરિયો ઘૂઘવતો જોતા સત્જ્ઞાની રે !
  આખ્યું બંધ તોય, દૂરનું જોતા ,ક્ષણનું મોતી પરોવતા,-
  શ્વાસોની ધજા ફરકાવતા, સ્મિત-લ્હાણ કરતા સત્જ્ઞાની રે !

  બહાર વરસાદ ને તોફાન, ઉછળતા ગાંડા દરિયાને જોતા,-
  શાંત, સ્થિર, છેક જ ધીર ગંભીર ભીતર રે’તા સત્જ્ઞાની રે !
  કાયામાં વેદના વલવલે,ને,મનમાં વ્યથાના મચે ઘમસાણ,-
  તોય ‘આપો” ન ખોય, વર્તે સ્વભાવમાં,મરકતા સત્જ્ઞાની રે !

  એ તો બેઠા, માત્ર જોયા કરે ને, સુખ આવે મળ્યા કરે !
  ‘કઇં કરવાથી જ સુખ મળે’ એવું ક્યાં કહેતા સત્જ્ઞાની રે?
  પ્રતીક્ષા કરે એના મહેરબાનની,નિગેહબાનની,ભગવાનની!
  ના કશી કોઈ ચિંતા,ઉતાવળ કોઈ જાતની,એ સત્જ્ઞાની રે !

  ભીતરના સત,પોત ને ભાવ-અણસારા થાતા,તે સત્જ્ઞાની રે !
  હોય ‘જીન’ જેને હાજરાહજૂર,:’હુકૂમ મેરે આકા’ તે સત્જ્ઞાની રે !

  ***
  [ રેફ : “ બડે ભગત ” = “આરપી” =કમલની એક કૃતિ, ]
  -લા’કાન્ત, /૨-૧૨-૧૧

 • arjun gadhvi

  દાન અલગારી ને મારા લાખલાખ વન્દન આ રચના યોગેશ બોક્ષા ના અવાજ મા જરુર સાભડજો….અર્જુન ગડવી.કોડાય

 • Mehul Jamang

  – શ્રી ભીખુદાનભાઈ ગઢવી ના કંઠ માં આ ભજન જરૂર સંભાળવાની ખાસ સલાહ છે, સાચેજ આધ્યાત્મિક આનંદ માં સરી જવાશે .. (વિડીયો ક્યાંક પ્રાપ્ય છે)

 • સૂર્યશંકર ગોર

  અગમ અગોચર અલખ ધણી ની ખોજ માં રહે તેને જ સાચી મોજ મળે ,પછી એને રોજ દિવાળી !!આ ભજન ઘણું જ સાંભળેલું પણ અક્ષરનાદ દ્વારા અહી જોઈ ને ઘણો જ રાજી થયો !!અભિનંદન !!!સલામ !કવિ શ્રી ને શુભેચ્છાઓ !!

 • pragnaju

  ” ઓચિતુ કોઈ મને રસ્તે મળે ને
  કદી ધીરે થી પુછે કે કેમ છે?
  આપણે તો કહીએ કે દરિયા શી મોજમા,
  ને ઉપર થી કુદરત ની રહેમ છે…”

 • મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા

  લાય લાગે તોય બળે નઇ એવા કાળજા કીધાં રે,
  દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
  જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે… મોજમાં રેવું

  વાહ દાનબાપુ, આભાર જીજ્ઞેશભાઈ

 • રમેશભાઈ ચાંપાનેરી (હાસ્ય કલાકાર)

  આજે તોમારી સવાર સુંદર બની ગઈ. આ રચના મેં સાંભળેલી પણ,એના શબ્દોની ઓળખાણ અક્ષરનાદે કરાવી. તખ્ત્દાન ને હું સલામ કરું છું. સારા ગાયકદ્વારા જો આ દિત-ગઝલ-ભજન ને સાંભળવા મળે તો, ધન્ય બની જવાય.એવા એના શબ્દોની તાકાત છે. કોઈપણ કથાઓ ન સાંભળીયે તો ચાલે. આ ગીત તમામ કથાઓનો નિચોડ છે.

  -રસમંજન

 • Harshad Dave

  શ્રી જીગ્નેશભાઈ, આ મર્મસ્પર્શી ધારા આપના શ્રીમુખેથી સાંભળવા મળે તો અંતરમાં ઉજાસ ઝગમગે! વાંચીને અજવાળું તો થઇ જ ગયું છે. -હર્ષદ દવે(હદ)

Comments are closed.