જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૧ 10 comments


પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.

શ્રી ઝવેરચંદ મેઘાણી પરિવાર દ્વારા તેમની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરાયેલ આ ઑડીયો રેકોર્ડીંગની કેસેટ્સ બહાર પડેલી, એમાંથી તેને સીડી સ્વરૂપે ફેરવીને તેના ભાગ અક્ષરનાદ પર હવે પછીથી સમયાંતરે પ્રસ્તુત થતા રહેશે. અક્ષરનાદને આ ઑડીયો પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ મેઘાણી પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર.

તો આવો, કુલ ચાર ભાગમાં માણીએ જેસલ જાડેજા અને સતી તોરલનું ચરિત્ર આલેખતી સુંદર કથા…

ભાગ ૧ – પૂર્વભૂમિકા (સમય – 5 મિનિટ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભાગ ૨ – જેસલ તોરલ કથા ભાગ ૧ (સમય – 24 મિનિટ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ત્રીજો અને ચોથો એમ બાકીના બે ભાગ માણો આવતીકાલે…


10 thoughts on “જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૧

 • vimala

  purv bhumika sambhalta pujiy Meghani ji nee murti ankh same chhavay gai.
  aavu satvik bhojan pirasva badal khub khub aabhar.
  Meghani parivar ne shat-shat naman.

 • Pushpendraray Mehta

  ઝવેરચન્દભાઈ ના પુત્રો સાચા અર્થ મા સપુતો છે…
  ભાવનગર નુ લોક મિલાપ્ ટ્રુસ્ટ અભિનન્દન ને પાત્ર છે…આભાર્……

 • Harshad Dave

  બહુ ઉમદા કાર્ય. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણ જયારે ગાય ત્યારે તેમને માઈકની જરૂર નહોતી પડતી એમ કહેવાય છે. તેમનો અવાજ એવો બુલંદ હતો. તેમને કેટલાક બંગાળી ભાષાના અનુવાદો પણ કર્યા છે. તેમણે સમબડિઝ ડાર્લિંગ નો કરેલો અનુવાદ ‘કોઈનો લાડકવાયો’ મૂળ ગીત કરતાં પણ વધારે સુંદર છે. તેમનું ચારણ કન્યા ગીત પણ જોશ જગાવે તેવું છે. લોક મિલાપ અને પ્રસર સંસ્થા તેમનાં પુત્ર પુત્રો ભાવનગરમાં ચલાવે છે અને ઘણાં સુંદર કાર્યો – પ્રકાશનો સેવાભાવે કરે છે. વંદન. – હર્ષદ દવે.

Comments are closed.