Daily Archives: September 13, 2011


છાંયડી – અખંડ વ્યાસ

‘છાંયડી’ નો પરિચય આપતાં ક્યાંક આપણા સિદ્ધહસ્ત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીએ લખ્યું છે, ‘મને છાંયડી અધ્યાપકીય કે સાક્ષરીય ઢબેછબે જાણીતી થયેલી નવલકથા સંજ્ઞાની વિભાવનાઓના તૈયાર બીબાંમાં ઢળે તેમ નથી લાગતી તેથી આ કૃતિને હું સ્વસ્વરૂપા કહું છું. અખંડ કલમઘસું વ્યવસાયિક કે ટેવ પડેલો લેખક નથી, અને એથી એ વહેવાર સિવાય પહેલી વાર ભાષા દ્વારા કળાનું કામ કરે છે.’ આ આખીય રચનામાં આધુનિકતા સાથે અખંડ શહેરનો અને તેની સામે સજ્જડ ઉભેલા એક ગ્રામ્ય પરિવેશનો અનોખો ચિતાર છે. ઘટનાઓ, વ્યક્તિઓ, લાગણીઓ, અનોખા પરિવેશ અને અનેકવિધ અભિવ્યક્તિઓનો આ એક અનોખો મહાસાગર છે. અને તેની સફર એક સુખદ ઘટના બની રહે છે. આ કૃતિમાંથી આજે એક નાનકડો અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે.