આપણું પ્રતિજ્ઞાપત્ર (Audiocast) 9


ભારતીય ગણતંત્રની આ પ્રતિજ્ઞા છે, સંવિધાનમાં આ પ્રતિજ્ઞાપત્ર સમાવિષ્ટ છે. આ પ્રતિજ્ઞા સ્વામી વિવેકાનંદ દ્વારા રચાઈ હોવાનું માનવામાં આવે છે. શાળામાં રોજ પ્રાર્થનાને અંતે, ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી જેવા દિવસોએ આ પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવે છે. શ્રી માર્કંડભાઈ દવે દ્વારા પ્રસ્તુત ઑડીયો અક્ષરનાદ સાથે વહેંચવામાં આવ્યો છે, એ બદલ તેમનો ખૂબ આભાર.

પ્રતિજ્ઞાપત્ર

ભારત મારો દેશ છે.
બધા ભારતીયો મારા ભાઈબહેન છે.
હું મારા દેશને ચાહું છું,
અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ,
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારૂ સુખ રહ્યું છે.
જય હિન્દ.

આપ સૌને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ.


9 thoughts on “આપણું પ્રતિજ્ઞાપત્ર (Audiocast)