હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ) 7


હે શારદે માં, હે શારદે માં,
અજ્ઞાનતાસે હમે તાર દે માં.

તું સ્વરકી દેવી, યે સંગીત તુજસે,
હર શબ્દ તેરા હૈ, હર ગીત તુજસે,
હમ હૈ અકેલે, હમ હૈ અધૂરે,
તેરી શરણ હમ, હમે પ્યાર દે માં.. હે શારદે માં..

મુનિઓને સમજી, ગુનીઓંને જાની,
વેદોકી ભાષા, પુરાનોં કી બાની,
હમ ભી તો સમજે, હમ ભી તો જાનેં,
વિદ્યાકા હમ કો અધિકાર દે માં.. હે શારદે માં

તું શ્વેતવર્ણી, કમલ પે બિરાજે
હાથોં મે વીણા, મુકુટ સર પે સાજે,
મનસે હમારે મીટા કે અંધેરે,
હમ કો ઉજાલોં કા સંસાર દે માં.. હે શારદે માં

* * * *

શાળાની પ્રાર્થનાઓ સાથે એક અનોખી લાગણીનો સેતુ સદાય હોય છે. આ પહેલા શાળાની પ્રાર્થનાઓનું એક સંકલન કરવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો, જે સદનસીબે હવે ફરી એક વખત શરૂ થયો છે અને ટૂંક સમયમાં અક્ષરનાદ પર ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ થશે. આવી જ એક, મને ખૂબ જ ગમતી પ્રાર્થના આજે પ્રસ્તુત કરી છે. મારા આશ્ચર્ય વચ્ચે ગૂગલમાં આ પ્રાર્થનાની પહેલી પંક્તિના શબ્દો નાંખતા અનેકો શાળાની વેબસાઈટ પર તે મળી આવી, અને મોટાભાગની વેબસાઈટ્સમાં ક્યાંક કોઈક ફરક તો રહે જ છે. મારી યાદશક્તિને આધારે અમે જેવી ગાતા તેવી જ પ્રાર્થના અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.


Leave a Reply to amita vapiCancel reply

7 thoughts on “હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ)