પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૧ અને ૨ (Audiocast) 5


ગુજરાતનું પોતીકું અને માતાજીની શક્તિપીઠોમાંથી એક એવું પ્રવાસનધામ પાવાગઢ મહાકાળી માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે કાયમ એક આકર્ષણ રહ્યું છે. આ સાથે હવે વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલા ચાંપાનેરની પણ વાયકાઓ અને વાતો આપણી લોકવાણીમાં સચવાયેલી છે. પાવાગઢનો રાજા પતઈ રાવળ એક નવરાત્રી દરમ્યાન કુમારીકાના રૂપે ગરબે ઘૂમતા માતાજી પર મોહિત થાય છે અને તેમને પોતાની રાણી બનાવવાની વાત કરે છે…. આ સાથેની અનેક ઘટનાઓ અને લોકવાર્તાઓનું સુંદર રેકોર્ડિંગ અનેક ભાગોમાં એમ. કે. આર્ટ્સ પ્રા. લી. અને એમ કે પ્રોડક્શન્સના માર્કંડભાઈ દવે તરફથી અક્ષરનાદને મળ્યો છે. આ લુપ્ત થતી લોકકળાને – લોકવાર્તાને જીવંત રાખી શકાય અને દૂર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડી શકાય તેવી સુંદર ભાવના સહ અક્ષરનાદને આ ઑડીયો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.

આજે પ્રસ્તુત છે આ સંગીતમય લોકવાર્તાના ચાર ભાગમાંથી પ્રથમ ભાગ અને બીજો ભાગ. બીજા ભાગમાં એક સરસ ગરબો પણ માણી શકાશે.

ભાગ ૧
[audio:http://aksharnaad.com/images/idpd/Patai%20Raja%201.mp3]

ભાગ ૨
[audio:http://aksharnaad.com/images/idpd/Patai%20Raja2.mp3]


Leave a Reply to La' KantCancel reply

5 thoughts on “પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૧ અને ૨ (Audiocast)