એક સરસ – આનંદના સમાચાર – જિજ્ઞેશ અધ્યારૂ 76


પ્રિય મિત્રો,

લાગણીઓ વિશે, એના અનુભવ વિશે ગમે તેટલું લખીએ કે વાંચીએ, પણ એને જ્યારે ખરેખર અનુભવવા મળે ત્યારે મને કંઇક એવી પરિસ્થિતિમાં મૂકાયા જેવું લાગે છે જ્યાં આનંદનો ઉભરો મનને વિચારશૂન્ય કરીને મૂંઝવણમાં મૂકી દે છે. આટલી પૂર્વભૂમિકા પછી આપની સાથે મારે એક ખૂબ આનંદના સમાચાર વહેંચવા છે.

આવી જ પરિસ્થિતિ ગઈકાલે, તા. ૧૧ એપ્રિલની રાત્રે ૧૨ . ૩૧ મિનિટે સર્જાઈ જ્યારે પ્રભુએ અમને એમના દેવદૂત સમા એક સુંદર પુત્રની ભેટ આપી. એક દીકરી પછી એક દીકરો, બધા કહે છે એમ, “સંપૂર્ણ પરિવાર” સર્જાયો. અમારે ઘરે ઈશ્વરકૃપાથી દીકરો જનમ્યો છે. આ ઘટનાને લીધે મારાથી કંઈક વધુ વિકટ સ્થિતિ મારી ચાર વર્ષની દીકરીની છે, જે મૂંઝાઈ ગઈ છે કે ભાઈને કઈ રીતે વહાલ કરવું ! એનું નામ શું રાખીશું ! એને કયા રમકડા આપીશું !

મને થયું, વચ્ચે સમય કાઢીને આપની સાથે આ સમાચાર વહેંચવા જોઈએ, આખરે આપ સૌ પણ અક્ષરનાદ ઈ-પરિવાર જ છો ને !

આભાર,

જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


Leave a Reply to Dr SedaniCancel reply

76 thoughts on “એક સરસ – આનંદના સમાચાર – જિજ્ઞેશ અધ્યારૂ