દેશ માટે કોણ વિચારે ? – જિજ્ઞેશ અધ્યારૂ 13


પુ. લ. દેશપાંડેના અરુણા જાડેજા દ્વારા અનુવાદિત એક લેખમાં આ વાક્યો આવે છે, “યુવાનોનો આક્રોશ ઉછાળા મારે છે. આજની પેઢીને મૂલ્યોની કદર નથી, એવી બૂમાબૂમ થાય છે. પણ મૂલ્યોને કાજે બલિદાન આપનારા માણસો એમણે તો વરસોથી જોયાજ નથી. આજની પેઢીમાં આદરભાવના નથી, એવું કહેતી વખતે એમને આદર થાય એવા કેટલા માણસો આખા દેશમાંથી ચીંધી શકીશું?”

શ્રી ધ્રૃવ ભટ્ટ દ્વારા લખાયેલા દ્રૌપદી વિશેના પુસ્તક “અગ્નિકન્યા”ના એક પ્રકરણમાં જ્યાં દ્યુતક્રીડા હાર્યા પછી પાંડવોનો વનમાં પ્રથમ દિવસ પૂરો થાય છે ત્યારે વહેલી સવારે નદીકિનારે શોકગ્રસ્ત બેઠેલી દ્રૌપદીને મળવા આવેલા કૃષ્ણ કહે છે, “પરીણામ ગમે તે આવે, હું માત્ર કાર્યનો અધિકારી છું. કોઈ કર્મ સાથે હું મારી જાતને સાંકળતો નથી, બધા બંધનોથી દૂર રહીને હું કર્મ કરું છું. અહીં કાંઈ શાશ્વત નથી, મારા જતાં બધુંય ધોવાઈ જશે, મારા જ નામે માનવી અજ્ઞાન – અધર્મ – છેતરપિંડી બધું નવેસરથી સર્જાશે. પણ એ ખબર હોવા છતાં હું કર્મ કરવાનું છોડવાનો નથી.”

ભ્રષ્ટાચારની સામે ખુલ્લો પડકાર લઈને, સરકાર, વિરોધપક્ષથી લઈને આખા દેશના એકે એક અદના નાગરીકને પણ લોકશાહી / સ્વતંત્રતા માટે જેમણે વિચારવા મજબૂર કર્યા છે એવા અન્ના હજારે વિશે, તેમના હેતુ અને લક્ષ્ય વિશે તો હવે લગભગ બધાને ખબર છે જ, મારે ફક્ત એ વિશે મારા વિચાર અહીં મૂકવા છે.

છેલ્લા કેટલાક દિવસો – મહીનાઓથી વિવિધ દેશોમાં જેમ પ્રજામાં જાગૃતિની અનોખી જ્યોતિ ઝળહળવાની શરૂઆત થઈ છે તેનો ભારતનો હિસ્સો અન્ના હજારે પ્રગટાવી ચૂક્યા છે. વિશ્વકપ વિજયને લઈને આખાય દેશમાં જે દેશભક્તિનો અને એકતાનો અનોખો જુવાળ ઉઠ્યો હતો એ વખતે દેખાયેલ તણખો હવે મશાલ બની ચુક્યો છે. તેને એક સાચી દિશા અન્નાએ એટલી જ સિફતથી આપી છે જેટલી સિફતથી ધોનીએ વિશ્વકપની અંતિમ મેચમાં અંતિમ દડાને રસ્તો દેખાડેલો.

સૌથી પહેલા તો સમજીએ અન્ના કઈ વાતને લઈને આ આંદોલન કરી રહ્યા છે. આ વિશે સરળતાથી અને મુદ્દાસર વધુ જાણવા અહીં ક્લિક કરો. સરખામણી જોઈને એ સહેલાઈથી જાણી શકાય છે કે માંગણીઓ કેટલી સ્વાભાવિક અને ભ્રષ્ટ રાજકારણીઓના – ભ્રષ્ટ લોકોના અસ્તિત્વ માટે હાનિકારક છે.

ક્યાંક ભારતમાં છેલ્લા કેટલાક મહીનાઓથી જે રીતે એક પછી એક ભ્રષ્ટ દાનતખોર લાલચુ નેતાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે, મોંઘવારી જે રીતે વધી રહી છે, ગુનાખોરી જે રીતે વધી રહી છે, વિકાસની બદલે વિનાશ તરફ જ્યાં દોડ વધુ ઝડપી બની છે, પગારો વર્ષે વધે છે (? ખરેખર ?) અને પેટ્રોલના ભાવ દર મહીને વધે છે, દેશના બધા લોકોએ જ્યારે “સુરાજ્ય”, “સ્વરાજ” ના નામનું નાહી નાંખ્યુ છે, ત્યાં પ્રજાને જાગવા ફક્ત એક ઠોકરની જરૂર હતી અને અન્નાએ ખરેખર આપી છે એક શરૂઆત, “દે ઘુમા કે.” જે સરકારને લોકોએ મત આપીને કેન્દ્રમાં મોકલી છે, જેમને તેમણે પોતાના પ્રતિનિધિ બનાવીને સુ-શાસન માટે મોકલવામાં આવ્યા છે એ પોતાના ખીસ્સા, બેઁક ખાતાઓ અને કરોડો ભરવામાં પડ્યા છે. આ લોકશાહીની વિડંબના જ કહેવાય કે જનતાએ પોતાના પસંદ કરેલ પ્રતિનિધિઓની સામે આંદોલન કરવું પડે? શું આને ખરેખરી અસરકારક લોકશાહી કહેવાશે ? નેતાઓ ખરેખર પ્રજાની સેવા કરવા માટે છે, પણ તે પોતાની જાતને રાજા ગણીને વર્તે છે.

શું અન્ના હજારે કોઇ અમલ ન કરી શકાય એવી વાતને પકડીને આંદોલન પર બેઠા છે ? ના ! જન લોકપાલ બિલ સંપૂર્ણપણે સાર્વજનિક છે, સુધારાઓ માટે ખુલ્લું છે. જો તમે એમાં કાંઈક સુધારો સૂચવી શક્તા હોવ તો એમ કરી શકો છો, એ ફક્ત એક પ્રયત્ન છે એવું જોવાનો જેથી જે નેતાઓની સામે તપાસ કરવાની છે / થઈ રહી છે તે તપાસ અધિકારીઓ એ નેતાને જ તેની પ્રગતિ વિશે રિપોર્ટ ન કરતા હોય. દરેક ભ્રષ્ટ વ્યક્તિ કાયદાની ચૂંગાલથી છટકી ન શકે અને મળે પ્રજાને તેની મહેનતનું પૂરું વળતર, મહામહેનતે મળેલું સ્વરાજ્ય સલામત અને વિકાસના પંથે અગ્રસર રહે તથા લોકશાહી ખરેખર ‘લોક’ શાહી બની રહે. આ જ સંદર્ભમાં એક સરસ કવિતા પણ યાદ આવે છે, આખી કવિતા અહીં ક્લિક કરીને વાંચી શક્શો, તેનો એક ભાગ પ્રસ્તુત છે….

સત્તા સંપતિના ભડવાનો દેશ કહું,
તો માથું ફોડી નાખશે,
હલકટ લાચારોનો દેશ કહું,
તો રસ્તા પર ઝૂડશે,
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું,
તો રસ્તો રોકાશે,
દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું
તો નાકા પર પકડીને ઠોકશે,
શોષણ કરનારાઓનો દેશ કહું,
તો નોકરી પરથી કાઢશે,
એટલે મારાં નપુંસકત્વને સલામ,
પછી ઠોકી શકનાર પ્રત્યેક હાથને સલામ,
અને તે પછી અલબત્ત જ
આ મારા
પરમ પવિત્ર ઉદાંત્ત સુમંગલ દેશને સલામ,
આ દેશની મહાન પરંપરાને સલામ,
સલામ, પ્યારે ભાઈયો ઔર બહેનો સબકો સલામ.
( – મંગેશ પાડગાંવકર, અનુવાદ – સુરેશ દલાલ.)

વિશ્વકપ દરમ્યાન અને તે પછીના દિવસોમાં ટ્વિટર પર લગભગ સતત સંપર્કમાં હોઊં છું. અન્ના હજારે વિશે ત્યાં પણ ઘણું ચર્ચાઈ રહ્યું છે, પ્રસ્તુત છે તેમાંથી થોડુંક, અને હા, શનિવારે, એટલે કે આવતીકાલે હું પણ ઉપવાસ કરી રહ્યો છું, જોઇએ તો ખરાં કે ગાંધીજીના આ અમોઘ શસ્ત્રથી આપણા સૌ માટે, દેશ માટે લડી રહેલા માણસને ઉપવાસથી કેવી શક્તિ મળતી હશે? તમે ઉપવાસ કરવાનું વિચાર્યું છે ? તો ચાલો ને, શનિવારે જ કંકુના કરો ને ! મને લાગે છે આ શુભયજ્ઞમાં આપણે પણ આહુતિ આપવી જોઇએ.

Chetan_Bhagat – is it just abt the views, or is it abt doing the right thing? Why hvnt they made good laws yet? “Mera Neta Chor Hai”, needs u, read here: http://bit.ly/casjhK

kunaldhami – Before supporting Anna Hazare (all respect to him), make sure you don’t submit fake rent/medical receipts to save Income Tax.

PritishNandy – Govts must learn to listen to the people who elect them. Thats what Anna Hazare is saying.

bmurali80 – Jan Lokpal Bill may not be the end all solution. But it is a step towards the right direction. They are willing to make amends to

jayaramk1983 – Apparently the Lokpal Bill was put into consideration as early as 1968. 8 times it failed to be passed. See a connection there?

અને છેલ્લે દુષ્યંત કુમારની ખૂબ જાણીતી કવિતાની પંક્તિઓ,

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए

आज यह दीवार, परदों की तरह हिलने लगी
शर्त थी लेकिन कि ये बुनियाद हिलनी चाहिए

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए

मेरे सीने में नहीं तो तेरे सीने में सही
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए

આ આખાય આંદોલનની માહિતિ ધરાવતી વેબસાઇટ – http://indiaagainstcorruption.org

ગોલમાલ થી લોકપાલ સુધી…. અન્ના હજારે … આશા છે તેમને લાંબા ઉપવાસ કરાવ્યા વગર સરકાર જાગશે, જાગશે ને ? શું કહો છો તમે ?


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “દેશ માટે કોણ વિચારે ? – જિજ્ઞેશ અધ્યારૂ

  • DHATRI DAVE

    SUNIL U R COMPLETELY RIGHT EVERY CHILDS CHILDHOOD PASSES ONLY AROUND BOOKS FOR THE SAKE OF JOB IN MNC.THOUGH MY PARENTS ARE VERY PROUD OF ME BUT AM I ? HOW MUCH STORY BOOKS DID U READ AS A CHILD?HOW MUCH DID ALL THESE PEOPLE ABOVE PLAY?RIGHT NOW EDUCATION IS SO MONOTONEOUS STRESSFUL AND USELESS.WHEN THE YOUTH IS SO BADLY IN TO BOOKS CAN THEY LEAVE THIER AMBITIOUS MNCS .LIFE WAS NEVER HELL MORE AND MORE THIRST FOR MONEY MADE IT HELL EVERYONE FROM P TO P IE FROM PEON TO PM IS CORRUPT,SELFISH,MEAN.THEY WILL COME OUT FOR ANNA.BUT WILL THEY KILL THE CORRUPTION AND SELFISHNESS BENEATH THIER HEARTS?FOR THAT MORAL EDUCATION STORIES OF RAM IN LAPS OF THIER GRAND PARENTS WILL HELP.NOT WHAT BRITISHERS IN HISTORY DO

  • Sunil Patel

    આના મુખ્ય કારણો ઘણા છે, પણ સૌથી અગત્યનું કારણ છે આજનું ભણતર કે જે ફક્ત રોટલા-લક્ષી થઇ ગયેલું છે. જેમાં માણસને “સાચો માનવ” બનાવવા માટેનું ભણતર ભાગ્યે જ દેખાય છે. ભગવાને આપણને બીજા પશુઓથી વધારે બુદ્ધિ (જેને વિચારશક્તિ કહી શકાય) અને એની જોડે જે “ઇચ્છાશક્તિ” (or free will) આપેલી છે તેનો આપણે સદંતર દુરુપયોગ કરીને આજના માનવે “સૌથી વધુ મૂરખ પશુ” નું બિરુદ મેળવી લીધેલ છે.

    આ વાત સમજવા માટે વાંચો આ લેખ: “મલ્ટિનેશનલ કંપનીઓને પત્ર – મૃગેશ શાહ” (નીચે paste કરેલ છે)

    [ આજે શિક્ષણનો એક માત્ર ઉદ્દેશ ‘નોકરી’ મેળવવાનો થઈ ગયો છે. એ પણ અમુક જ પ્રકારની ‘નોકરી’ ! શિક્ષિત લોકો પોતાની સર્જનાત્મકતાને ભૂલીને એમ માનવા લાગ્યા છે કે આપણો ઉદ્ધાર એકમાત્ર મલ્ટિનેશનલ કંપનીઓ કરી શકશે. આ પત્રમાં તેને વ્યંગાત્મક રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં ભાવ જાણે ગોપીઓને મૂકીને શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા હોય તેવો છે. જેમ ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રગટ થવા વિનંતી કરે છે, તેમ અહીં એક આમ નોકરિયાત મલ્ટિનેશનલ કંપનીને પોતાનો ઉદ્ધાર કરવા વિનવે છે.]
    માનનીય શ્રી મલ્ટિનેશનલ કંપનીઓ,
    આપને કોટિ કોટિ પ્રણામ. ઘણા સમયથી અમારા આંગણે આપનું આગમન થયું નથી, તો અમારી નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને આપ અમારે ત્યાં સત્વરે પધારશો. આપને કદાચ અહેસાસ નથી કે અમારા મનમાં આપનું શું સ્થાન છે ! અમારા હૃદયની સંવેદનાઓ આપ સુધી પહોંચે એ માટે જ આ પત્ર આપને પાઠવ્યો છે. અમને આશા છે કે અમારા મનની આ વ્યથાને જાણીને આપ તુરંત અમારે દ્વારે દોડી આવશો….!
    નાનપણથી અમને જે મોટી-મોટી ડિગ્રીઓ મેળવવાનું કહેવામાં આવે છે એનું અંતિમ લક્ષ્ય તમારું શરણું સ્વીકારવાનું જ હોય છે. તમારે ત્યાં નોકરી મેળવનાર પાસે તો ઈન્દ્રલોકનું પદ પણ તુચ્છ છે ! અમારા બધા અભ્યાસક્રમો અગાઉથી તમારી જરૂરિયાત પ્રમાણે ઘડવામાં આવે છે. ભલે અમે ‘એમ.બી.એ’,‘સી.એ.’ કે એન્જિનિયર કહેવાઈએ પરંતુ જો તમારી છત્રછાયા ન સાંપડે તો અમારાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી ! આકર્ષક પગાર-પૅકેજ સામે જોતાં અમે રાત-દિવસ આપના ખ્યાલોમાં ડૂબેલાં રહીએ છીએ. તમે અમારો હાથ નહીં પકડો તો કોણ પકડશે ? તમે એક માત્ર અમારી ગતિ છો. આ જન્મમાં બીજું કંઈ મળે ન મળે, પણ જેને તમારું શરણું મળે છે, એ તો તરી જ જાય છે.
    અમે સાંભળ્યું છે કે આપ જ્યાં જાઓ છો ત્યાં બધા ન્યાલ થઈ જાય છે. આપની પ્રતિક્ષામાં અમે બે-બે માસ્ટર ડિગ્રીઓ લઈને બેસી રહ્યાં છીએ ! આપના દ્વારા મળતી વિશેષ સવલતો વિશે એટલું બધું સાંભળ્યું છે કે જાતે કશું કરવાની ઈચ્છા જ નથી થતી. અમારી સ્થિતિ તો અહલ્યા જેવી છે, એક માત્ર આપની ચરણરજ દ્વારા જ અમારો ઉદ્ધાર થઈ શકે છે. જો આપનાં પાવન પગલાં અમારે ત્યાં ન થવાના હોય તો પછી આ બધી ડિગ્રીઓનો અર્થ જ શું છે ? અમે તો અમારી રીતે કશું કરી શકીએ તેમ નથી. અમને તો એમ શિખવવામાં આવ્યું છે કે ‘મલ્ટિનેશનલ કંપની જ તમારું લક્ષ્ય છે…..’ આપ સાક્ષાત અભયનું સ્વરૂપ છો. બિઝનેસમાં તો અનેક ભયસ્થાનો છે. અમારા માટે તો એ ભવસાગરમાંથી પાર ઉતરવા સમાન કઠિન છે. એ તો જાણે યોગનો માર્ગ છે ! અમને તો તમારો ‘બેઠા પગારવાળો’ આકર્ષક માર્ગ જ વધુ પસંદ છે. એમાં અમને સહેજેય ભય નથી. આપનું શરણ લેનારને વળી ભય શાનો ?
    અમે તમારા માટે ઘર-પરિવાર બધું જ છોડી દેવા તૈયાર છીએ. તમે કહેશો ત્યાં જૉબ કરીશું. તમે જ્યાં જગ્યા આપશો ત્યાં પડ્યા રહીશું. આપનું જો સાંનિધ્ય પ્રાપ્ત થતું હોય તો બે દિવસનો ટાઢો ભાત ખાવો પડે તો પણ અમને વાંધો નથી. અમે આપની ચોવીસે કલાક સેવા કરીશું. ભલે ને તમારા ઓફિસના નવ કલાક હોય. અમે તો એ પછી પણ મોબાઈલ અને લેપટોપ વડે આપનું જ કામ કરતાં રહીશું. આપના સ્મરણ વિના એક ક્ષણ વ્યર્થ નહીં જવા દઈએ. અમને ખબર છે કે ઘરકામ જેવી તુચ્છ બાબતો આ વિરાટ કાર્યમાં વિધ્નરૂપ બનવાની છે, પરંતુ અમે એ માટે પહેલેથી જ એટલા સજ્જ છીએ કે આપને ફરિયાદનો એક મોકો નહીં આપીએ. આખરે દુનિયાના બધા સંબંધો એક પ્રકારની મોહમાયા જ છે ને ? તો પછી એનાથી દૂર શું અને નજીક શું ? શરણ તો એકમાત્ર આપનું છે, જે જીવનભર સાથ નિભાવનારું છે. સામાન્યજનો સંયુક્ત કુટુંબો છોડી શકતાં નથી, પરંતુ જે આપનું શરણ લે છે, તે વિના કોઈ વિધ્ને સરળતાથી કુટુંબ બહાર પગ મૂકી શકે છે.
    વિકાસની જે વ્યાખ્યા આ જગતમાં આપે લોકો સમક્ષ મૂકી છે તેવી અગાઉ કોઈએ મૂકી નથી. આપના સાંનિધ્યથી જ લોકોને સમજાયું છે કે હવાઈયાત્રા, લકઝરી કાર, ટૂરિસ્ટ પેકેજો અને મોંઘીદાટ વસ્તુઓ જીવનમાં કેટલી બધી અગત્યની છે ! એના વિનાનું તો જીવન તે કાંઈ જીવન છે ? દર રવિવારે ‘શૉપિંગ’ કરવાનો આપે જે મહામંત્ર આપ્યો છે એનાથી આખા જગતનાં કેટલાંય દુઃખો જાણે નામશેષ થઈ ગયાં છે. દસ રૂપિયાની વસ્તુ માટે હજાર રૂપિયા ખર્ચવાનો આનંદ કેવો હોય તે આ જગતના પામર મનુષ્યો શું આપનું શરણું સ્વીકાર્યા વગર જાણી શક્યા હોત ? આપની એક જાદુઈ લાકડી ફરે છે અને ઘરની ચીજવસ્તુઓ બદલાવા માંડે છે. ટીવીમાંથી પ્લાઝમા ટીવી, મોબાઈલમાંથી આઈફોન, એ.સી.માંથી સ્પ્લિટ એ.સી. – એ બધો વિકાસ આપને આભારી છે. ભલે અમે બધી વસ્તુઓ વાપરીએ કે ન વાપરીએ પરંતુ અમારી પાસે બધું જ છે એવું ગર્વ સાથે કહી તો શકીએ છીએ ને ! તમારા પ્રતાપે તો અમે હજારોના હપ્તાઓ હસતાં હસતાં ભરી શકીએ છીએ. તમારા તપના પ્રભાવે તો અમે ત્રણ-ત્રણ માળ ચણી લીધા છે. અમારા સંતાનોની ભાવી પેઢીઓ તમારી સેવા કરી શકે એ માટે અમે અત્યારથી જ તેઓને મોંઘીદાટ સ્કૂલોમાં મોકલી દીધાં છે. આખરે તમારું ઋણ ભૂલાવું ન જોઈએ !
    આપનું નામ જ કેટલું પાવનકારી છે ! આપના નામનો ઉલ્લેખ કરતાંની સાથે અમને લોન મળી જાય છે. ક્રેડિટ-કાર્ડ આપનારી બેંકો અમારા પગમાં આળોટતી થઈ જાય છે. મોંઘીદાટ કાર વેચનારી કંપનીઓ અમને રોજ ફોન કરે છે. લગ્ન ન થતાં હોય તો લગ્ન તાત્કાલિક ગોઠવાઈ જાય છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ અમારી આગળ પાછળ ફરતી થઈ જાય છે. આ સુખ માટે તો હજારો દુઃખો મુબારક છે ! ઘણાં એમ કહે છે કે મલ્ટિનેશનલ કંપનીઓમાં ખૂબ પોલિટિક્સ રમાય છે અને ઘણી તાણ સહન કરવી પડે છે, પરંતુ અમે કહીએ છીએ કે કશુંક મેળવવા માટે કશુંક તો સહન કરવું જ પડે ને ? માણસની સહનશક્તિની સાચી કસોટી તો તમારે ત્યાં જ થાય છે. વળી, સંવેદનશીલ માણસને આપ બાયપાસ સુધીની તબીબી સુવિધાઓ એ માટે જ તો આપો છો ! કેવું આપનું આગોતરું આયોજન છે ! આપના આયોજનને આ સૃષ્ટિના બ્રહ્મા પણ સમજી શકે તેમ નથી. બિચારા નોકરીયાતનું તો શું ગજું ? જે આપનો પાલવ પકડી લે છે તે ધીમે ધીમે લાગણી, સંવેદના, ઋજુતા અને કરુણા જેવા ફાલતું ગુણોથી મુક્ત થઈ જાય છે. તેને માટે જગતના બધા જ મનુષ્યો સમાન થઈ જાય છે. તે જેવો વ્યવહાર બહારના લોકો સાથે કરે છે તેવો જ વ્યવહાર ઘરના લોકો સાથે કરે છે. બહુધા તે મૌન પાળે છે કારણ કે તેને બોલવા માટે સમય જ બચતો નથી. સવારથી રાત સુધી માત્ર આપની સેવામાં લાગી જનારને વળી સૂર્યોદય કેવો અને સૂર્યાસ્ત કેવો ? આઠ લાખનું આપનું પેકેજ ભલભલા સર્જનાત્મક લોકોની સર્જનાત્મકતાને ખતમ કરી નાખે છે. તેઓ પણ આ અભયપદનો સ્વાદ ચાખીને આપનું શરણું ગ્રહી લે છે. ‘સિક્યોરીટી’ અને ‘સ્ટેબિલિટી’ નામના જે બે શબ્દોને આપે જન્મ આપ્યો છે, એ તો આજના યુગના જાણે શીલાલેખ સમાન બની ગયા છે. આપનું એક ચરણ ‘સિક્યોરીટી’ આપે છે તો બીજું ચરણ ‘સ્ટેબિલિટી’ આપે છે.
    આપને ખબર જ નથી કે અમારા મનમાં આપની માટે કેટલો અહોભાવ છે ! અમે આપના દ્વારા બનેલી લગભગ દરેક ચીજવસ્તુઓ વાપરીએ છીએ. વસ્ત્રો પણ આપને ત્યાંના જ પહેરવાનો આગ્રહ રાખીએ છીએ. શેરીના નાકે મળતી દુકાનમાંથી કરિયાણું ખરીદીએ તો આપની સેવા શી રીતે થઈ શકે ? એથી, જ્યાં આપની અમીદષ્ટિ ફેલાયેલી હોય તેવી જગ્યાએથી જ ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ. ટીવીમાં જે કોઈ નવી વસ્તુ જોવા મળે તે બીજે દિવસે આપના પ્રભાવથી ખરીદી લઈએ છીએ. બાળકોમાં આ ગુણ વિકસે એ માટે સતત સાવધાન રહીએ છીએ. એમને વારસામાં આપવા માટે બંગલો, ગાડી અને ફાર્મહાઉસથી મૂલ્યવાન બીજું શું હોઈ શકે ? એમનાં લગ્નપ્રસંગો વધુ ને વધુ ખર્ચાળ અને આધુનિક શી રીતે કરી શકાય એ માટે અમે સતત ચિંતિત રહીએ છીએ. એ બાબતમાં તો અમે આપની વિશેષ કૃપાદષ્ટિ ઈચ્છીએ છીએ. અમે બાળકોને મોંઘામાં મોંઘી ચીજવસ્તુઓ લાવી આપીને કહીએ છીએ કે ‘જો આ પ્રકારનું ઉચ્ચ જીવન(!) જીવવું હોય તો મલ્ટિનેશનલ કંપનીઓનું શરણ ગ્રહી લો….’ હજુ કળિયુગનો પ્રભાવ ઓછો છે તેથી તેઓ માની જાય છે અને વધુ ને વધુ ટકા લાવીને આપના માર્ગે શી રીતે પ્રયાણ કરી શકાય, તે સતત અમને પૂછતા રહે છે.
    માત્ર આપના માટે અમે કેટલો ભોગ આપ્યો છે એનો આપને સહેજેય અંદાજ હશે ખરો ? અગાઉ દરરોજ મિત્રોની ઘરે જતાં હતાં, જે અમે સદંતર બંધ કરી દીધું છે. બાળકોને રોજ રાત્રે વાર્તાઓ કહેવાની જૂનવાણી પદ્ધતિ બંધ કરીને અમે તેઓને કમ્પ્યૂટર લાવી આપ્યું છે. મહેમાનોને શક્ય એટલું દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પત્નીને ઘરના કંટાળાજનક કામોમાંથી મુક્ત કરીને આપના ચરણોની દાસી બની શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે. અમે તો તન, મનથી કેવળ આપને જ સમર્પિત છીએ, જેથી અમને આપનું ધન નિયમિત પ્રાપ્ત થતું રહે. ‘હવે તહેવારો પહેલાં જેવા નથી રહ્યાં’ એમ બોલી-બોલીને અમે કોઈ તહેવારો ઉજવતાં નથી. દિવસ-રાત કેવળ આપનું રટણ કર્યા કરીએ છીએ. અમે તો એમ જ માનીને ચાલીએ છીએ કે આપની આખી કંપની કેવળ અમારા થકી જ ચાલે છે ! કહો, આટલો આત્મીયભાવ આપને ક્યાંયથી મળ્યો છે ખરો ? આપની સેવા કરતાં કોઈના શ્રીમંત, ચૌલ-સંસ્કાર, લગ્નપ્રસંગ કે મરણમાં ન જઈ શકાય તો જરાય અફસોસ થતો નથી. આખરે અમારું જીવન તો કેવળ આપના માટે જ છે ને ? જ્યારે અમે તમારી શરણમાં નહોતાં ત્યારે સાંજે છ વાગ્યે છૂટીને ઘરે જઈને હિંચકે બેઠાં-બેઠાં પરિવાર સાથે આઈસ્ક્રીમ ખાતાં હતાં. મોજમજા કરતાં પડોશીઓ સાથે ગપ્પાં મારતાં હતાં. પરંતુ જ્યારથી આપનું સાંનિધ્ય સાંપડ્યું છે ત્યારથી અમને સત્ય સમજાયું છે કે એ બધું ‘ટાઈમ વેસ્ટ’ હતું. આપે વિકાસની વ્યાખ્યા સમજાવી એ પછી તો અમે એ બધું ક્યારનુંય છોડી દીધું છે. હવે અમને એ તરફ જોવાની પણ ફુરસદ નથી.
    હજી તો અમારી આંખોમાં કેટલા બધાં સપનાં અંજાયેલાં છે ! બાળકો માટે નવું લેપટોપ ખરીદવાનું છે. પરિવાર સાથે સિંગાપોરની જાત્રા (!) કરવાની છે. તમને તો ખબર જ હશે ને કે આઈફોન-4 પણ આવી ગયો છે ! સગાં-વહાલાંઓ હવે અમારી કારને ‘ખટારો’ કહે છે ! તમારી હયાતીમાં આવું અમે કેવી રીતે સાંભળી લઈએ ? પેલાં નવાં નીકળેલાં ડિજિટલ આલ્બમ અને કેમકોર્ડર અમે નહીં લઈએ તો કોણ લેશે ? ઘણીવાર તો એમ થાય છે કે આ બે રૂમના ફલેટને વેચીને પેન્ટહાઉસ લઈ લઈએ. શું થાય ? સ્ટેટ્સ પ્રમાણે તો રહેવું જોઈએ ને ! બાળકોને સમરકેમ્પમાં આ વખતે શિકાગો મોકલવાં છે. અમે તો એકમાત્ર તમારું નામ દઈને આ સઘળા સંઘર્ષોમાં ઝંપલાવતા રહીએ છીએ. આપના ભરોસે પાર થઈશું જ એવી અમને શ્રદ્ધા છે.
    આ ભવસાગરમાં તમે આમ અમને મઝધારમાં છોડીને ચાલ્યા જશો તો અમે કોનું શરણ ગ્રહીશું ? અમારા બાળકો કોના માટે ભણશે ? તેઓના એડમિશન માટે ડોનેશન ક્યાંથી લાવીશું ? અમારી લોનોના હપ્તા કોણ ભરશે ? દર રવિવારે મૉલમાં કોણ જશે ? તમારા વગર તો ફિલ્મો-પાર્ટી-ડાન્સ-શૉ ઠંડા પડી ગયા છે. ઘરમાં વસાવેલી આ બધી વસ્તુઓ અમે ‘અપડેટ’ નહીં કરીએ તો અમારું ઘર મ્યુઝિયમ બની જશે એવી અમને ચિંતા છે. એકમાત્ર તમારા સહારે તો અમે આ પથારો પાથર્યો છે ! હવે આમ તમે અમને છોડીને ચાલ્યા જાઓ એ કેમ ચાલે ? માટે….પ્લીઝ…. તમે આવો….. અમારો હાથ ઝાલો….. અમારી આ નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને અમારે ત્યાં પધારો…..અમને ખાત્રી છે કે આ પત્ર દ્વારા તમે અમારી વ્યથા જાણ્યા પછી તુરંત અમારા દ્વારે દોડી આવશો…. અસ્તુ.
    લિ.
    આપનો પરમવિશ્વાસુ,
    એક આમ નોકરિયાત !

  • PRAFUL SHAH

    “I WAS WORKING FOR CONSUMERISM AND RIGHT TO INFORMATION ALSO AS AN HOBBY WHEN IN INDIA, RTO WORKERS ARE FACING DEATH AND GOVT.IS NOT SUPPORTING JUST FOR THE SAKE OF CORRUPTION.
    THESE ACTS ARE ADOPTED BY GOVT. OF INDIA AS BEING MEMBER OF UNO. JUST AS THEY HAVE TO.. BUT TO SAFE GUARD THEIR BLACK DEEDS OF POLITICIANS OR THEIR FAVORITS OR NOKARSHAHI ACTIVISTS HAS TO FACE DEATH. NAXALVAD IS CREATION OF THESE GOVTS. THE ARE SELLING OUT WEALTH OF THIS COUNTRY FOR THEIR SMALL INTEREST AND HIDE MONEY IN OTHER COUNTRIES OR IN FAKE NAMES. BEING IN POWER THEY CONTINUE SO THIS MOVEMENT NOW STARTED NEED SUPPORT-A NEED OF THE DAY ACUTE AND URGENT GOD BLESS BHARAT

  • PRAFUL SHAH

    I AM 88 AND IN USA, BUT MY HEART IS IN INDIA IN DELHI, I CAN ALSO SEAT ON FAST UPTO LIFE. I AM FROM GANDHI’S CASTE AND OF GUJARAT, WITH A THIN BODY, BUT SPIRIT IS ALIVE
    I HAD WITNESS QUIT INDIA, NAVNIRMAN AND ALSO IN TOUCH WITH THE SITUATION IN INDIA, ALL POLITICAL PARTIES ARE CORRUPT AND WANT TO BE IN POWER AND TO RETAIN POWER THEY COLLECT WEALTH, BUT THEY DON’T REALISE. THEY CAN NOT TAKE AWAY TO NEXT WORLD, NOW NOT IN OTHER COUNTRY
    ANNA JI HAS SHOWN THE WAY, A MESSAGE OF GANDHIJI”S LIFE. IF ONE IS WITHOUT FEAR OF ANYTHING EVAN DEATH, NO BODY CAN DEFEAT HIM. GANDHI HAS DONE AGAINST BRITISH RAJ. THESE COWARD POLITICIAN S WILL ACCEPT TO SAVE THEIR POWER BUT NOW PEOPLE AND THIS MOVEMENT HAS SUPPORT OF ALL BOLLYWOOD, CRICKET, INDUSTRIALIST IN ALL EVERY ONE IS FADE UP. WE ALL MUST SUPPORT TO SAVE OUR COUNTRY. THIS IS INDIA AND NOT LIBIYA, . YOU KNOW AND EVERY ONE KNOW AND CAN SAY TOO MUCH, BUT AT THE MOMENT WE SHOULD SUPPORT THIS IS OUR PRIME DUTY AT ALL COST.KEEP ON TILL GOAL IS ACHIEVED.GOD BLESS INDIAN REPUBIC

  • Dinesh Pandya

    અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર સામેના આક્રોષમાં આપણા આખા દેશની જનતા (લાંચરુશવતિયા બાદ)નો ગુસ્સો કદાચ પ્રતિબિંબીત થાય છે અને એ જરૂરી પણ છે. પરંતુ તેઓ બંધારણીય ઉપાય વિષે સ્પષ્ટ નથી.
    આપણો ધર્મ જ ભ્રષ્ટ થઈ ગયો છે. ધર્મમાં પણ પૈસાનું જ મહત્વ દેખાય છે. ધર્મસ્થાનો, ધાર્મિક સ્થળો, આશ્રમો, ધાર્મીક ઉત્સવો વગેરે ભ્રષ્ટાચારથી ભરેલા છે. શીરડીના સાંઈબાબા ફકીર હતા. રુખી-સુકી રોટી ખાતાતા અને તે પણ એકલા નહીં, વહેંચીને ખાતાતા અને જરુરમંદ લોકોની સેવા-મદદ કરતા હતા.
    હવે તેમના કહેવતા ભક્તોએ સાંઈબાબા તથા તેમના મંદીરને કરોડોના સોનાથી મઢી દીધું છે. તેમની દેખાદેખીમાં બીજા મંદીરો પણ તેનું અનુકરણ કરે છે.
    જાત જાતના કહેવાતા સંતો, સાધુઓ, સન્યાસીઓ, મહાત્માઓ, કથાકારો,
    વગેરે ધર્મભીરુ લોકોની શ્રધ્ધાનો ગેરલાભ લઈ કરોડો (કદાચ અબજો) રૂપિયાની મિલ્કતો બનાવે છે.
    ભારતમાં મધ્યકાલીન યુગ જાણે ફરીથી આવ્યો. હવે કોઈ મોહમ્મદ ગઝનવી જેવા લુંટારાની રાહ જોવી રહી.
    આપણે ૭૦૦ વર્ષોની (બાબરના સમયથી) પરદેશીઓની ગુલામી ભોગવી છે. ૧૯૫૭ના સ્વાતંત્રસંગ્રામ (લોહીયાળ ક્રાન્તિ) પછી ઠેઠ ૯૦ વર્ષો પછી અહિંસક લડત લડી સ્વતંત્રતા મેળવી. ત્યારથી અપણા દેશે સતત પ્રગતિ કરી છે.
    લોક્શાહીને આપણે ગર્વ પૂર્વક જાળવી રાખી છે. તેમાંય છેલ્લા ૨૦ વર્ષોમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી છે. મારા અભિપ્રાય પ્રમાણે ભ્રષ્ટાચાર આની એક આડ અસર હોઈ શકે. પરંતુ જેમ જેમ શિક્ષણ વધતું જશે તેમ તેમ
    ભ્રષ્ટાચાર ઓછો થતો જશે અને ભવિષ્યમાં કદાચ એ ભૂતકાળની બાબત
    બની જાય એવી આશા રાખી શકાય્. મૂળ તો ધાર્મિક અને સામજીક ભ્રષ્ટાચાર દૂર કરવાની જરુર છે.

  • રાજેશ પડાયા

    જીગ્નેશભાઈ આપે તદ્દન સાચુ જ કહ્યુ કે યુવાનોમાં ખુબજ દેશભક્તિ ભરેલી પડી છે, ખોટ છે તો ફક્ત સાચ્ચા માર્ગદર્શક્ની, અણ્ણા હઝારે અને સ્વામિ અગ્નિવેશ ખરેખર વંદનીય અને અનુકરણીય સુસજ્જન છે આપણે સહુએ એમને સલામ કરવી રહી અને એમના અનશન યજ્ઞમાં યાહોમ કરવુ જ જોઈએ. પણ મને લાગે છે કે ભારતના નમાલા લોકો લોકપાલ બીલનો પણ ગેરૌપયોગ જ કરશે. મુળ તો ભારતના લોકોની વિચારધારામાં જ ખોટ છે, કોઈ ઈમાનદાર થવાની પહેલ કરતુ જ નથી. ભણી ગણીને પણ દેશને લુંટવામાં જ લોકો મશગુલ થઈ જાય છે,, આપનો બળાપ તદ્દન યોગ્ય જ છે પણ હજુ પણ દેશને યોગ્ય મારગે લઈ જવા માટે યોગ્ય વિચારધારા પરિવર્તનની જરુર લાગે છે…. વ.ઘ. અને ભુ.ચુ.મા.

  • રૂપેન પટેલ

    જીગ્નેશભાઇ દેશ માટે આપણે સૌ ભેગા મળી વિચારવું પડશે . આપણે ક્રિકેટ માટે ભેગા થઈ શકીએ તો ભ્રષ્ટાચાર માટે કેમ નહી .શ્રી અન્ના હજારે સરકાર હલાવી દેશે અને દેશ માટે ફાયદો થશે પણ આપણે માત્ર સાથ આપવો પડશે . આપણા શહેર , મહોલ્લો , ગલીમાંથી અવાજ દિલ્લી સુધી પહોંચાડવો પડશે .

  • Atul Jani (Agantuk)

    તબીયતની પ્રતિકુળતાને લીધે ઉપવાસ નહિં કરી શકું – હું મૌન રાખીને મારો ટેકો જાહેર કરીશ.

  • Alkesh

    मेरे सीने में नहीं …..
    ……..तो तेरे सीने में सही
    हो कहीं भी आग…
    …लेकिन आग जलनी चाहिए…..

  • Murtaza Patel

    ઉપવાસ નામના અમોઘ શસ્ત્રથી ગાંધી સાહેબે ‘હજાર’ તો નહિ પણ લાખો અંગ્રેજોને-ભારતીયોને મનાવી લીધા છે તો…આ માણસની નિયત અને ઉપવાસ પણ સરકારને મનાવવા પર મજબૂર કરશે. ઉપર ખૂબ જ સાચું લખાયું છે:
    “सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं
    मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए
    मेरे सीने में नहीं तो तेरे सीने में सही
    हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए”

  • PH Bharadia

    આ બધો શોરબકોર ને જુસ્સાનો જુવાળ ભારતના લોકોમાં બહુબહુ તો બેચાર માસ રહેશે અને પાછા ઘરભેગા થઈ જશે ને પોતપોતાનામાં વ્યહવારમાં પડી જશે.ખંધા રાજકારણિઓ એટ્લા નપાવટ ને નાકકટા થઈ ગયા છે કે તેમના પેટનું પાણિ પણ નથી હલતું.જુવો ખેલ કેટલો ચાલે છે!!!