વિવાહ સંસ્કાર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5


જન્મથી મરણ સુધીના વિવિધ પ્રસંગોને આપણે ત્યાં સંસ્કારો સાથે સાંકળી લેવાયા છે, સોળ સંસ્કાર આપણી પરંપરાનું આગવું અને વિલક્ષણ પાસું છે.

સર્વ સંસ્કૃતિની જનેતા એવી ભારતીય સંસ્કૃતિએ માનવજીવનને સોળ સંસ્કારમય ગણ્યું છે. આ સોળ સંસ્કાર જીવનની જુદી જુદી અવસ્થાને મંગલમય બનાવે છે. આ સંસ્કારોમાં ‘વિવાહ સંસ્કાર’ને શ્રેષ્ઠ સ્થાને મૂકીને આપણા ઋષિમુનિઓ અને સંસ્કૃતિના જ્યોતિર્ધરોએ ‘ધન્યો ગૃહસ્થાશ્રમ:’ કહી એનાં યશોગાન ગાયાં છે, આ વિવાહ સંસ્કાર દ્વારા પરમાત્માનાં બે ઉત્તમ સર્જન પુરુષ અને સ્ત્રી – જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચાર પુરુષાર્થોની પ્રાપ્તિમાં એકબીજાનાં પૂરક, પ્રેરક અને સહાયક બની રહેવા પ્રતિજ્ઞાબદ્ધ છે.

આ વિવાહ સંસ્કાર અંતર્ગત વિવિધ વિધીઓ અને સંકલ્પો સામાન્ય રીતે આપણને વિગતે ખબર હોતી નથી. વિવાહની વિધિઓમાં અને પ્રસંગોમાં સ્નેહીઓ સાથે આપણે એટલા હળીમળી જઈએ છીએ કે આપણે આ સંસ્કારના વિવિધ પગથીયાઓને જરૂરી વિધિ માનીને નિભાવીએ છીએ. તેની મૂળભૂત ભાવનાને આપણે અછડતી જ જાણીએ છીએ. આ મંગલ પરિણયની વિવિધ વિધિ વિશે જાણવાનાં મંગલાચરણ કરીએ. હિંદુ ધર્મમાં દામ્પત્ય (ગૃહસ્થાશ્રમ ) એ સૌથી મહત્વનો આશ્રમ છે કારણકે એ સમગ્ર સામાજીક માળખાનો આધાર છે. જેમાં વિધિ-વિધાન આપેલાં છે એ ‘ગૃહસૂત્ર’ પણ વૈદિક પરંપરાને આગળ વધારે છે. સ્ત્રી-પુરુષ એ સમગ્ર વૈશ્વિક રચનાના કેન્દ્રમાં છે. વિવાહ એ યજ્ઞ છે જેમાં સ્ત્રી અને પુરુષ પોતાનું સ્વતંત્ર સાચવીને સમગ્ર વિશ્વની રચનામાં ભાગ લેનાર બને છે. આ વિધિ આધ્યાત્મિક મહત્ત્વ અને પ્રતીકાત્મક અર્થથી ભરેલી છે. લગ્ન દ્વારા વર-કન્યા કાયા, મન અને હ્રદયથી એક બને છે.

આ વિધિ વિશેની, ‘વિવાહ સંસ્કાર’ ની વિગતે શાસ્ત્રીય માહિતિ આપતી આ નાનકડી પુસ્તિકા અક્ષરનાદના અનોખા પુસ્તક ડાઊનલોડ વિભાગનું ઘરેણું બની રહેશે તે ચોક્કસ.

આ પુસ્તિકા ડાઊનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ.


Leave a Reply to YOgitaCancel reply

5 thoughts on “વિવાહ સંસ્કાર (ઈ-પુસ્તક ડાઉનલોડ)

  • Dr Nikul Patel

    નમસ્તે
    સોળ સંસ્કાર માટે વધુ ને વધુ માહિતી લોકો સુધી વિસ્તાર પૂર્વક પહોંચે તે હેતુસર મેં તેને મારી વેબસાઇટ પર શ્રેણીબદ્ધ કરવાની શરૂઆત કરી છે.
    કોઇપણ વ્યકિત તેનો લાભ નીચેની લિન્ક પર ક્લિક કરીને લઇ શકે છે.

    http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=10&Itemid=114

    આભાર
    વૈદ્ય નિકુલ પટેલ
    આયુર્વેદ કન્સલ્ટન્સ્ટ
    અમદાવાદ
    મો – ૯૮૨૫૦૪૦૮૪૪

    • Avani Kansara

      જય શ્રીકૃષ્ણ , ફાઈલ કેવી રીતે ડાઉનલોડ કરવાની?? બધી ડીટેલ માંગે છે.

  • Raj Adhyaru

    પુસ્તક ના સુંદર વિચારો ને સમાજ નો યુવા વર્ગ મન અને હ્રદય મા ડાઉન લોડ કરી લે તો સમાજ ના સંબંધો ના સમીકરણ જ બદ્લાઇ જાઇ.