અક્ષરનાદ લોકમત – ભેટ યોજના ૨ : ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)


વિક્રમ સંવત ૧૯પ૦ના ફાગણ સુદી ૮ ગુરુવાર તારીખ ૧પ માર્ચ ૧૮૯૪ ના દિવસે જેમણે આત્મત્યાગ કર્યો એવાં અર્વાચીન સમયના સંત કવયિત્રી ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલા રાજપરા ગામે ભાઈજી જેસા સરવૈયા નામના રાજપૂત ગરાસદારને ત્યાં માતા રૂપાળીબાની કુખે સંભવત : ઈ.સ.૧૮૪૬ વિ.સં.૧૯૦ર માં થયેલો. અઢાર વર્ષની વયે વિ.સં.૧૯ર૦ ઈ.સ.૧૮૬૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ધોળા જંકશનથી નવ કિલોમિટર દૂર આવેલા સમઢિયાળાના રાજપુત ગિરાસદાર શ્રી કહળસંગ કલભા ગોહિલ સાથે વિવાહ થયા. ગંગાબા પોતાની સાથે પાનબાઈ નામની પંદર-સોળ વર્ષની ખવાસ કન્યાને વડારણ તરીકે સાસરે લઈ ગયેલાં‚ જે બહેનપણી અને શિષ્યા બની રહી. ગંગાસતીને બે દીકરીઓ હતી મોટાં પુત્રી બાઈરાજબા અને નાનાં પુત્રી હરિબા.

સંતસાધનાના માર્ગે ચડેલાં આ ભક્ત દંપતિ કહળસંગજી તથા ગંગાબાએ કાળુભાર નદીને કાંઠે આવેલી પોતાની વાડીમાં હનુમાનજીની સ્થાપના કરીને ઝૂંપડી બાંધી વસવાટ કર્યો. બાજુના પીપરાળી ગામના ભજનિક હરિજન સાધુ ભૂધરદાસજીને પોતાની બાજુમાં ઝૂંપડી બાંધી આપેલી. ગંગાસતીને ત્યાં પુત્ર નહોતો.

એકાવન વર્ષની વયે કહળુભાએ પોતાના સંતત્વની કસોટીનો પ્રસંગ ઊભો થતાં જીવતાં સમાધિ લેવાનું નક્કી કર્યું. ગંગાબાએ પણ પતિની સાથે જ પ્રયાણ કરવા તૈયારી કરી પરંતુ પતિઆજ્ઞાએ પોતાનાં બહેનપણી-વડારણ-શિષ્યા પાનબાઈને આત્મસાધનાના માર્ગે ચડાવવા માટે બાવન દિવસ સુધી ભજનવાણી દ્વારા ઉપદેશ આપ્યો અને સાક્ષાત્કાર સુધી પહોંચાડયા બાદ માત્ર અડતાલીશ વર્ષની ઉંમરે પતિ પાછળ આત્મત્યાગ કર્યો. ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સમાધિ અવસ્થામાં જ દેહત્યાગ કર્યો. સમઢિયાળા ગામે કહળસંગભગત‚ ગંગાસતી અને પાનબાઈની જગ્યા સામે ઓળખાતું સંત સ્થાનક કાળુભાર નદીને કાંઠે આવેલું છે‚ જ્યાં દર પૂર્ણિમાના દિવસે ભજનો થાય છે.

ગંગાસતીને ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં મધ્યકાલીન સંતકવયિત્રી તરીકે ઓળખવવામાં આવતા‚ પરંતુ ઈ.સ.૧૯૯૩માં ગુજરાત રાજ્યના નિવૃત પોલીસ વડા શ્રી મજબૂતસિંહ જાડેજાએ ‘શ્રી કહળસંગ ભગત‚ ગંગાસતી અને પાનબાઈની સંશોધક પરક સંક્ષિપ્ત જીવનકથા’ પુસ્તક પ્રકાશિત કર્યું અને શક્ય તેટલી પ્રમાણભૂત વિગતોનું સંકલન કરીને‚ ખરા અર્થમાં સંશોધન-સત્ય શોધન કર્યું અને ગંગાસતીનો જીવન તથા કવનકાળ આપણી સમક્ષ આવ્યો. જે ગંગાસતીને અર્વાચીન કાળના સંત કવયિત્રી તરીકે સ્થાપિત કરે છે. ગંગાસતીના દેહવિલયને માત્ર એકસો ચૌદ વર્ષ થયાં છે.

ગંગાસતીને નામે બાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્દગુરુ મહિમા‚ નવધા ભક્તિ‚ યોગસાધના‚ નામ અને વચનની સાધના‚ ક્રિયાયોગ‚ શીલવંત સાધુના લક્ષણો‚ સંતના લક્ષણો‚ આત્મસમર્પણ‚ ભક્તિનો માર્ગ‚ નાડીશુદ્ધિ‚ મનની સ્થિરતા‚ સાધુની સંગત‚ વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ‚ જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે.

પ્રવેશ‚ માહિતી‚ શિક્ષણ‚ કેળવણી‚ જ્ઞાન‚ વિજ્ઞાન અને વિદ્યા એમ અધ્યાત્મના ક્ષેત્રમાં સાત ડગલાં ભરવા માટે ચાર માર્ગો છે. પિપિલિકા માર્ગ‚ મંડુક માર્ગ‚ મીન માર્ગ અને વિહંગમ માર્ગ. એ ચારે માર્ગોની સમજણ ગંગાસતીનાં ભજનોમાંથી પ્રાપ્ત થાય છે……

ગંગાસતીના ભજનોનું ઈ-પુસ્તક તો અક્ષરનાદ પર ડાઊનલોડ માટે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે જ, પરંતુ આજે એથી પણ વધુ આનંદની વહેંચણીના સમાચાર છે…

તો અક્ષરનાદ ફરી એક વખત આપના માટે લઈને આવ્યું છે અનેરી ભેટ જીતવાનો સુંદર અવસર, ટી સીરીઝ તરફથી હાલમાં જ પ્રસ્તુત થયેલી ગંગાસતીના ભજનોની ઓડીયો સીડી આપ જીતી શકો છો, એ માટે આપે શું કરવાનું છે? જુઓ નીચે દર્શાવેલા ત્રણ પગલાં…

STEP 1
અક્ષરનાદની સાથે જોડાવ, આ માટે નીચે આપેલ ચિત્ર પર ક્લિક કરીને અમારા ફેસબુક પેજને Like કરી શકાય છે અથવા અમને ટ્વિટર પર પણ follow અનુસરી શકાય છે. આ બે માંથી એક માધ્યમ વડે જો તમે અક્ષરનાદ વડે જોડાયેલા હોવ તો આ પગલું તમે છોડી શકો છો.
જો તમે ઉપરોક્ત ચિત્ર ન જોઈ શક્તા હોવ તો, અહીં ક્લિક કરો.
STEP 2
ઓડીયો સી.ડી જીતવા માટેની અને નીચે મૂકેલી પ્રશ્નોત્તરી અમારા તરફથી તૈયાર કરાયેલી મુખ્ય પ્રશ્નોત્તરી છે. અહીં તમારે કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે. એ જવાબોને ધ્યાનમાં રાખીને નિર્ણાયકો દ્વારા ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવશે. ભલે બધાં ઉતરો ન આવડતા હોય, પણ મહતમ જેટલા જવાબ આપી શકો એ આપવાનો પ્રયત્ન કરો. આ ઉપરાંત ફોર્મમાં ઉચિત સ્થળે તમારું સાચું નામ અને ઇમેલ સરનામું લખવાનું ભૂલશો નહીં. આ વિગતોની મદદથી જો તમે વિજેતા નિવડશો તો અમે તમારો સંપર્ક કરી શકીએ.

આ સ્પર્ધા પૂર્ણ થઈ ચૂકી છે. વિજેતાઓના નામ માટે અહીં ક્લિક કરો.

STEP 3
અને હવે એક અંતિમ પગલું, આ સુંદર અવસર વિશે તમારા મિત્રોને જણાવો. આ માટેનો સરળ રસ્તો છે આ પોસ્ટને ફેસબુક અથવા ટ્વિટર પર વહેંચો. આ માટે બંને વિકલ્પો આપના માટે અહીં ઉપલબ્ધ છે.
Like it on Facebook

Or share it on Twitter

Giveaway eligibility In accordance to Facebook's Promotional Guidelines 2.4.2 and 2.4.3 : Individuals who are over the age of 18. If you are under 18, get your parents to participate on your behalf; Individuals who reside in a country embargoed by the United States; Belgium, Norway, Sweden, or India are not permitted to enter.

આ સમગ્ર પ્રક્રિયામાં અક્ષરનાદની સાથે સંકળાવા બદલ અને ભેટ આપવા માટેની સી.ડીની વ્યવસ્થા બદલ ટી. સીરીઝના શ્રી પ્રવીણભાઈનો અક્ષરનાદના સર્વ વાંચકો વતી હું આભાર માનું છું. આશા છે આવી વધુ રસપ્રદ તક તેમના તરફથી મળતી રહેશે, તો સાથે સાથે આ સ્પર્ધા માટેની સુંદર, જ્ઞાનપ્રદ અને ઉપયોગી પ્રશ્નોત્તરી તૈયાર કરી આપવા બદલ વડીલ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર.

આ સ્પર્ધા આજે, તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ થી ૧૪ માર્ચ ૨૦૧૧ સુધી ચાલુ રહેશે. તે પછી વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ

આપનો પ્રતિભાવ આપો....