અંગ્રેજી અનુવાદ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો 5


એક મિત્રએ પુસ્તક ભેટમાં આપ્યું, નામ હતું “અખિલ બ્રહ્માંડમાં”, સંત કવિ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો અંગ્રેજી અનુવાદ અહીં પ્રસ્તુત થયો છે. ખૂબ સુંદર અને એક નવા પ્રયત્નરૂપ આ પુસ્તકના પ્રકાશક છે શ્રી કમલનયન ન. જોષીપુરા, નવેમ્બર ૨૦૦૨ માં પ્રકાશિત આ પુસ્તક આદ્યકવિ નરસિંહ મહેતાની ૩૧ ભક્તિરચનાઓ અને તેનો અંગ્રેજી અનુવાદ પ્રસ્તુત કરે છે. આ અનુવાદ ભાવનાસભર છે અને છતાંય પ્રભાવી અને સાહિત્યિક તથા કલાત્મક છે. પુસ્તક વાંચતા અનેરા સંતોષની લાગણી થાય છે. આપણી ભાષામાંથી પરભાષામાં અનુવાદો થતા જોવા એ અનોખી લાગણી છે, આપણી મૂડીના વ્યાપને વધારતો એ રાજમાર્ગ છે તો આ સર્વસામાન્ય તત્વજ્ઞાનને વિશ્વસમક્ષ મૂકવાનો અનુભવ પણ છે. આ પુસ્તકમાંથી ત્રણ મૂળ રચનાઓ અને તેના અનુવાદો સાભાર અત્રે મૂક્યા છે.

[૧]  અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ

મૂળ ગુજરાતી કૃતિ

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.

વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.

[1] IN THE WHOLE OF UNIVERSE

અનુવાદ

Oh Lord ! you alone prevade the whole voidless universe, but you appear innumerable through diverse manifestations. You are the governing soul in the body, and sound pervading the Vedas

O sustainer of universe ! You are the wind, the water and the earth. Growing as a tree, You blossom forth in the sky. You have procreated diverse varieties just to relish manifold tastes. For this you have accepted to shine as an individual soul from your blissful eternal status.

“There is no difference between gold and golden ornaments”, says the Vedas as well as Shruti and Smriti, after making different shapes from gold, different names are given to them, but really speaking all the ornaments are gold and gold alone.

Confusive books are written, wherein the hard fact remains untold. People are led to worship whatever they like, and they believe their self willed path as final truth by themselves.

You are a seed in the tree, again a tree in the seed. What is hidden behind the aura, I can clearly perceive at hand. Narsimh says, “This is the result of deep mental search. Let me foster love for the Lord and by force of love he would be visible.”

[૨]  વૈષ્ણવજન તો તેને કહીએ ..

મૂળ ગુજરાતી કૃતિ

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે લાગી, સકળ તિરથ તેના તનમાં રે

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે

[2] THE DEVOTEE OF VISHNU

અનુવાદ

He is the devotee of Vishnu who has empathy for the sorrows of others. Though he obliges unhappy souls, he is never proud of it.

He is respectful to all and everywhere and never slanders anyone. Blessed is the mother of a person who is firm in his mind, speech and character.

He holds an impartial view and has renounced all the desires, knows other women as mothers. Never a lie comes to his tongue and he never captures other’s wealth.

Infatuation and illusion never take over him as a firm detachment is implanted in his mind. He is ever lost in the divine recollection of Lord Rama and his very body is a holy place.

He is without greed and guile and has become free from the bondage of lust and wrath. Narsimh declares “a darshan (Seeing with devotion) of such person would free the generations of our forfathers from all the sins.

[૨] પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર ..

મૂળ ગુજરાતી કૃતિ

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે,
દૂબળા ઢોરનું કુશકે મન ચળે, ચતુરધા મુક્તિ તારાં ન માગે.

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ, શુકજીએ સમજી રસ સંતાડ્યો,
જ્ઞાન વૈરાગ્ય કથી, ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સીધો બતાડ્યો.

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાન વિજ્ઞાને બહુ મુનિ રે જોગી,
પ્રેમનો જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે,
જનમોજનમ લીલા રસ ગાવતાં, લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું હવે કાંઈ ન ભાવે,
નરસૈંયો મહાપતિ ગાય છે ગુણ કથી, જતિ સતીને તો સ્વપ્ને ન આવે.

[3] MAKE ME DRINK YOUR LOVE

અનુવાદ

O ! Peacock feather crowned Lord Krishna ! Kindly saturate my heart with divine love. The dry discussion of philosophy seems worthless. Mere chaffs can tempt only the weaklings among the animals. Your favourite souls do not aspire for any of the four types of salvation.

King Parikshit failed to comprehend the spirit of love sports. Discerning this Shukdevji knowingly suppressed the further exposition of its sweetness. He completed his narration with the explanation of self abnegation and knowledge of universal soul and thus showed the straight way to emancipation.

Salvation was being accorded even to demons by destroying their bodies. Sages and Yogis achieved it by self knowledge with its practical cognition, But love imbibed Yoga of devotion was natural only to the surrendered gopies of Vraja; and only rare devotees are lucky enough to enjoy it.

Departed souls are eager for salvation, but they achieve it when their desired motives subside or are served. But the joy of singing your glorious sports is as delightful as ships loaded with rich cargo anchored at doors.

I have handed over myself to the magnanimous Lord of the Vraja Devotees (Gopikas). I do not like or love anything else. Narsimh, having sovereign master, sings in praise of high merits of his almighty Lord, who is not seen even in dream to life long celibates or such chaste souls.

બિલિપત્ર

પાછલી રાતની ખટ ઘડીએ હજી,
એ તળેટી ને એ દામોદર કુંડ પણ,
ઝૂલણાં છંદમાં નિત પલળતો,
પ્રથમ પહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.

તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.

– મનોજ ખંડેરીયા


Leave a Reply to vishwadeepCancel reply

5 thoughts on “અંગ્રેજી અનુવાદ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો

  • Alkesh

    આમ તો નૈતિક રીતે મારે આ કામગીરીના વખાણ કરવા જોઈએ, અને કરું પણ છું. છતાં જે ખૂંચે છે એ વાત પણ કરવી જોઈએ એવું લાગે છે. જે ભાષાંતર થયું છે એ પ્રયાસ ઘણો સરસ છે પરંતુ તે સમજૂતિના સ્વરૂપે છે પરિણામે કાવ્યતત્વ જળવાયું નથી તેને કારણે ભાવ પણ વેરવિખેર થઈ ગયા છે.

  • chetu

    ગુજરાતેી અને ભારતેીય હોવાના અનેરા ગૌરવનેી દિવ્ય અનુભુતિ થઇ રહેી છે …!!

  • vishwadeep

    નરસિહ મહેતાના કાવ્યો નું..અંગ્રેજીમાઁ અનુવાદ થયો જાણી ઘણોજ આનંદ થયો..આભાર.