Daily Archives: March 15, 2010


બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ 20

અક્ષરનાદ આજે ૨,૦૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ કરી રહ્યું છે. હમણાં ઘણાં વેબ મિત્રોએ સંપર્ક કરતાં પૂછ્યું કે “મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?” તેઓ કહે છે કે જો હું કોઈ મનગમતી કવિતા કે વાર્તા મૂકવાનું વિચારું તો એ કોઈક ને કોઈકની વેબસાઈટ પર મળી જ આવે, અને જે ઉપલબ્ધ છે એને મૂકવાનો અર્થ નથી. જો કે એ બધાં મિત્ર ઓનલાઈન મિત્રો હતાં, તેમના કદી ન જોયેલા ચહેરાની પાછળ પણ એક સુંદર ભાવનાશીલ હ્રદય ધબકે છે એ સત્તત તેમના ઈ-મેલ અને પ્રતિભાવોથી પ્રતીત થયાં કરે, પણ “શું લખું?” એ સવાલનો જવાબ આપવો કદાચ અશક્ય છે. ઘણાં દિવસથી આ વિષય પર લખવાની ઈચ્છા હતી, પરંતુ આ વિષય પર સલાહ આપવાની મારી યોગ્યતા પર મને પોતાને પ્રશ્નાર્થ હોય ત્યાં બીજાને મારે શું સમજાવવું. પરંતુ એવા મિત્રો જેમણે મને કે બીજા અનેક બ્લોગર મિત્રોને આ સવાલ પૂછેલો, “શું લખું?” તેમને જવાબ આપવો પણ જરૂરી લાગ્યો, એટલે આ લખ્યું.