કોણ હલાવે લીંબડી ને…. 4


કોણ હલાવે લીંબડી, ને કોણ ઝુલાવે પીપળી,
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી.

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે.    કોણ…..

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો .  કોણ…..

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય.
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે…. બેનડી ઝુલે …ભઇલો ઝુલાવે ડાળખી

—-

હે આજ વીરો મારો લાવશે ભાગ, મીઠા ફળ ને ફૂલ,
ભાઈ-બેનીના હેતની આગળ, જગ આખું થાશે દૂર.
વીરા ને રાખડી બાંધું, વીરાના મીઠડા લેશું

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી…

ફિલ્મ : સોનબાઈની ચુંદડી
કવિ – સંગીતકાર : અવિનાશ વ્યાસ
ગાયક : ફોરમ દેસાઈ – આશિત દેસાઈ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કોણ હલાવે લીંબડી ને….