ફક્ત તું પ્રિયે… – જીગ્નેશ અધ્યારૂ 13


યાદ કરું છું,
ખરેખર,
હું
હજીય યાદ કરું છું,

તારા સ્મિતમાં રણઝણતા ઝાંઝરને
તારા વાળની લટોમાંથી
વહેતી સુગંધને
તારા હોઠ પર મરકતા સ્મિતને
તારા હાથની આંગળીઓમાં
પરોવવા થનગનતી
મારી આંગળીઓને

તારી આંખોમાં
મારી છબીને
અને તારી ઝૂકેલી પાંપણો પર
રહેલા શરમના ભારને,
મારા હૈયામાં સતત્ત વાગતા
તારા પ્રેમગીતને
મનના સંગીતને
સ્મરણીય અતીતને
આપણી અણઘડ
ભોળી પ્રીતને

હા,
હું હજીય સત્તત
યાદ કરું છું.

શ્વાસ લેવાનું કદાચ
ક્યારેક ભૂલાઇ પણ જાય,
પાંપણ પલકારવાનું
અટકી પણ જાય,
અને હૈયામાં ધબકાર
બંધ થાય

ત્યારે પણ
મનમાં કોતરાયેલી
તારી તસવીરને
પથ્થરની લકીરની જેમ
ભૂંસવી અસંભવ છે,
ભૂલવી અસંભવ છે,

અને એટલે જ
તારા પ્રેમની વસંત
બારે માસ વર્તાય છે
પાનખર હોય કે શિશિર
આંખ હોય કે હૈયું
તું જ છલકાય છે,

તું, પ્રિયે
બસ ફક્ત તું…

એક માત્ર તું…


Leave a Reply to anjuCancel reply

13 thoughts on “ફક્ત તું પ્રિયે… – જીગ્નેશ અધ્યારૂ