હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી 8


( આધુનિક સમયમાં બનતી કુદરતી અને કૃત્રિમ આફતો માણસને હંફાવી દે છે કે જેનો એ આદી બની ટેવાઇ ગયો છે. ક્યારેક ભૂકંપની ભીંસમાં તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં, ક્યારેક કોમી રમખાણોમાં તો ક્યારેક આતંકવાદનો શિકાર એવા એક સામાન્ય માણસની મદદ કરવાની તાકાત આજના યંત્રવત માણસમાં નથી અને એ કાંઇ કરી પણ ન શકે કારણકે એ પણ પરિસ્થિતિથી હારેલો – ટેવાયેલો માણસ. આવાજ હારેલા માણસની કોરપ હંમેશા મને વાગ્યા કરે છે. પ્રસ્તુત છે એ જ લાગણીની અભિવ્યક્તિ આ અછાંદસ દ્વારા. – ડીમ્પલ આશાપુરી )

આંખ ઝંખે ઘૂઘવતો દરીયો ને,

પાંપણ પર પરખાતી હોય ખારાશ…

ને ત્યાંજ આંખની કોરપ હંમેશા વાગ્યા કરે.

કે નિરંતર આંસુઓના પડઘા જ બસ આંખ સાથે ઘડીભર,

ને વેદના …. વેદના તો ક્યાંય વેચાયા કરે.

ઘડીભર થયું કે લાવ થોડું રડી લઉં ક્યાંક ખૂણામાં જઇ,

ત્યાંય કો’કની વેદના એવી તો વિસરાય,

કે ચા ના કપમાં લાગણી પીવાયા કરે.

ને ત્યાં જ આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે,

જળમાં ફેંકી હોય કાંકરી

ને જળને થાય એટલી અસર,

થાય ઘડી બે ઘડી,

અરેરે…. ઓહ …. બિચારા ! ઉદગારો ઘણાં આપણી પાસે

ને છતાં વહેમ મનમાં માનવીનો સતત ઘૂંટાયા કરે.

ને ત્યાં જ આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે,

ન ભાળે તારો વાસ તારી કૃતિમાં કો’ક કંસ,

તો કા’ન પણ બંસરી ભૂલી, લઇ સુદર્શન,

આવીને વસે આંખમાં

ને ત્યાં જ

આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે,

કે એમ કાંઇ થોડી ઇચ્છા લખવાની થાય દોસ્ત,

પણ લાગણી કો’કની દુભાતા રચાઇ જાય કવિતા, ને ત્યાં

આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

8 thoughts on “હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી

 • parth patel

  જગત આખ! નિ ચિન્ત! કરતિ દિકરિ ઑ બિચરા બાપ વિશે પણ ક ઈ ક વિચારએ તો સારુ, આજે જગત મા બાપ નિ હાલત જે શે એ ખરેખર દય્ નિય ચે, ડિંમ્પાલ બેન અ બિચારા બાપ વિશે પન કૈક્ક્ક લખો ને તો મહેર્બનિ થસે

 • Harshadkumar H Jadav

  ખુબ સુન્દર, “આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે” હજી કૈક વધારે મળૅ તો મજા આવે. ખુબ અભિનન્દન.

 • Ch@ndr@

  ખુબજ સુન્દર કવિતાન રુપે વિચિત્ર સન્જોગો ખુબજ અસરકારક વરણ્વ્યુ છે,,,,

  ચન્દ્રા

 • Max Babi

  વાહ અતિસુન્દર ! આજ્કાલ ના વિચિત્ર સન્જોગો આ કવિતાને વધુ અસરકારક બનાવે છે.