તારા Marriage થઇ જશે – જીગ્નેશ અધ્યારૂ 34


( મારા મિત્ર તથા એક સમયના સહકર્મચારી / રૂમ પાર્ટનર અને વ્યવસાયે સિવિલ (ઇરીગેશન) ઇજનેર શ્રી હર્ષિત જાનીના લગ્નપ્રસંગે તેને ભેટમાં આપવા માટે ખાસ તેમના માટે લખેલી અને સંજોગોવશાત તેને ભેટમાં નહીં આપી શકાયેલી આ રચના આજે આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. આશા છે તેમને આ રચનામાં અમે રાજુલા ગેસ્ટ હાઉસમાં વીતાવેલા તથા નોકરી દરમ્યાન દરીયામાં / ગાડીમાં / ઓફીસમાં / અન્યત્ર ફરતા વીતાવેલા સુંદર દિવસો ફરી યાદ કરાવી જશે.જો કે ફક્ત ગમ્મત પૂરતી લખાયેલી આ રચનાને એટલી જ હળવાશથી માણવા વિનંતિ છે. તથા આ રચનાને હઝલ કહી શકાય કે નહીં તે વિશે પણ સૂચવવા વિનંતિ.)

બધી ઇચ્છાઓનું Miscarriage થઇ જશે,
મિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે

નમણી નારની કાળી લટોમાં,
હરદમ અટક્યા કરતો તું.
ગોપી પાછળ કુંજગલીમાં,
‘કાન’ થઇ ભટક્યા કરતો તું.

હવે ઓછી આ ઝાંખીઓની Average થઇ જશે,
મિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે.

સાસુ વહુના કુરુક્ષેત્રમાં,
ભીષ્મ શો ભટક્યા કરવાનો,
ટુકડે ટુકડે E.M.I માં,
ખુદને ભર્યા કરવાનો.

Celebration મોડી રાતના Heritage થઇ જશે,
મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.

સાસરીયા ને સંબંધીઓના,
નામો ભૂલ્યા કરવાનો.
બે છેડા ભેગા કરવામાં,
તું આખો ખૂલ્યા કરવાનો.

સુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે
મિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.

– જીગ્નેશ અધ્યારૂ


34 thoughts on “તારા Marriage થઇ જશે – જીગ્નેશ અધ્યારૂ

Comments are closed.