દીકરાની ઝંખના – લોકગીત 9


પુત્રહીન માતાથી હવે તો મહેણાં સહેવાતા નથી. રાંદલ માની પાસે એ કેવો દીકરો માંગી રહી છે? ઘરની લીલી લીલી ગાર ઉપર પોતાની નાની નાની પગલીઓ પાડનારો, રોટલા ઘડતી વખતે નાનકડી ચાનકી માંગનારો, દળતી વખતે ઘંટીના થાળામાં લોટની જે શગ ચડતી હોય તે પાડી નાખનારો, ખોળો ખૂંદી ખૂંદીને ઘોયેલો સાડલો બગાડનારો, ને છાશ કરતી વખતે માખણ માંગનારો; આ પ્રત્યેક કામ કરતી વખતે એને એનો દીકરો સાંભરે છે. નાના મસ્તીખોર ને લાડકવાયા બાળકનું આ સર્વસ્પર્શી ચિત્ર છે. લગ્ન અથવા સીમંત પ્રસંગે ઘરમાં રન્નાદે માતાની સ્થાપના કરી ગવાય છે.

લીંપ્યુ ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા-મે’ણાં માતા ! દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;
કુલેરનો માંગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

મહીડાં વલોવી ઉભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

રોટલા ઘડીને ઉભી રહી;
ચાનકીનો માંગનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલો ;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

(એ પ્રમાણે પુત્ર મળતા ગાય છે…)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

( શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદીત પુસ્તક “રઢિયાળી રાતના રાસ” માંથી સાભાર.)


9 thoughts on “દીકરાની ઝંખના – લોકગીત

 • Nishit Joshi

  શ્રી જીગ્નેશભાઈ,
  મન ને લાગે તેવી આ “દીકરાની ઝંખના – લોકગીત” રચના છે.અને જેટલી વખત વાંચીયે/સાંભળીયે ફરીને વાંચવાની/સાંભળવાની ઈચ્છા થાય.

  નીશીત જોશી

 • Nishit Joshi

  શ્રી જીગ્નેશભાઈ,
  ભાઈ, મે પણ એક આજના જમાનાને અનુરૂપ રચના બનાવેલ વાંચી આપનો અમુલ્ય અભિપ્રાય જરૂર આપવા વિનંતી.
  http://nishitjoshi.wordpress.com/2009/05/06/%E0%AA%8F-%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/

  નીશીત જોશી

 • anuj shah

  jignesh bhai..aa song shrimati rajulben mehta e gayu che je ni record mari pase hati e 78rpm ma hati ane mane khub gamti hati ane biji side ma rumal maro leta ja jo..e geet hatu pan have e record mari pase nathi jo kyamk thi aa geet male o saru..khub yaad aapididhi tame…aabhar manu t ochho che tamaro..thanks….

 • pinke

  આમ તો આ વર્સો પુરનુ લોક્ગિત ચએ. પન આજ પન લોકો ના મન મા રમતુ સુનદુર લોક્દિત ચએ. વચિ ને ખુબ મજા અવિ.

 • chetu

  આશાજી ના સ્વરમા ગુજરાતી ફિલ્મમા ફિલ્માવાયેલ આ ગેીત કરુણ રસ વહાવે છે …

 • Ch@ndr@

  શ્રેી જિગ્નેશભાઈ,
  આ સુન્દર ગિત બહુજ પસન્દ આવ્યુ,,,,તમરો આભાર્.

  ચન્દ્ર

 • Kiran Pandya ( BARODA )

  શ્રેી જિગ્નેશ ભૈ , ખુબ જ સરસ , આપનુ રચ્નાતમક્ કવ્ય, મને ખુબજ ગમ્યુ,

  અને, ભવિશ્ય મિ આવા સુન્દર કવ્ય આપ્તા રહેસો,

  આભાર સાથે,

  કિરન પ્ડ્યા . ૯૯૨૪૧૪૨૦૪૬

 • chand

  KHAREKHAR KHUB J MAJA AAVI RAHI CHHE.
  AATLU SARAS MARI NAJARO THI KEM DOOR HATU
  KHARE KHAR AAJE INTERNET KHUB J SARU LAGE CHHE…………………………………………..
  THANKS YAR………….

Comments are closed.