બે પદ્ય રચનાઓ – ડિમ્પલ આશાપુરી 7


૧. અમને આવડે છે…

સારૂ છે કે બની જશો પથ્થરદિલ તમે,
પ્રભુ બનાવી પૂજતા અમને આવડે છે,

જાઓ વસી જાઓ ક્યાંક રણ મહીં,
ઝાંઝવા બની તરસ છીપાવતા અમને આવડે છે.

હો અખૂટ દરીયો ધિક્કારનો, ઠાલવી દો,
પ્રેમ થકી ભીંજાવતા અમને આવડે છે,

લ્યો બેઠા અમે હરફ એકે ઉચ્ચાર્યા વગર,
કે મૌનમાં સમજાવતા અમને આવડે છે.

છેવટે શું? થીજી જવાના બરફ થઇ,
દોસ્ત ! તને પીગળાવતા મને આવડે છે.

૨. મેઘસ્પર્શ

ઝરમર ઝરમર શબ્દ સંગ થયો સ્પર્શ
વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…

તરબતર તરબતર ભીંજવે મુગ્ધ મન,,,
વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…

અઢળક અઢળક લાવ્યો આશ્ચર્ય
વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…

છબ છબ છબછબીયા કરતો જાણે
વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…

મંદ મંદ મલકાતો મારુત, સંગ સંગ પ્રસરાતી ભૂ-મહેક
શ્યામધરાને લીલવર્ણ જાણે શોભે લીલવસ્ત્ર ધર શ્યામ
પર્ણ પર પર્ણ ગોષ્ઠિ શી કરતાં,
વરસ્યો મેઘ, વરસ્યો મેઘ,

એકમેકના ટહુકા સાથે ટકરાયો જાણે
વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…

ગરજ ગરજ સાદ કરે આભ, જાણે કહે પૃથ્વીને ભેટ કાજ
ચમક ચમક વીજ ચમકે આજ

લહર લહર લહરાય મારુત મન!
ફૂલડાંની ફોરમ પાંગરી, એકમેકના હ્રદયભણી

વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…
ભીનાં ભીનાં પથ સૂચવે જાણે સાક્ષી તારી

વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…
મબલખ મબલખ મોલાતો મોલ, હરખ હરખ માનવ સહુ આજ

વરસ્યો મેઘ… વરસ્યો મેઘ…

( શ્રી ડિમ્પલ આશાપુરીનો પરીચય તેમના અનોખા અંદાઝમાં –

મારો લાઘવી પરીચય : –

” સ્મિત સાથેનો સીધો સંબંધ છે મારો, નિત્ય વહેતું ઝરણું,
ને રોજ ઉદયાસ્ત થતા સૂર્યની સર્વસ્વતા જ મારૂ અસ્તિત્વ…”

” અંધારાને સત્તત ચીરતું સત્ય છું હું, કારણ સ્વયં પ્રકાશિત છું હું,
છું દુનિયાથી અલિપ્ત કારણ સ્વયં માં છું લીન હું. “

ગુજરાતી સાહિત્યમાં બી. એ અને એમ. એ ની ડીગ્રી અમદાવાદથી મેળવ્યા બાદ હાલ તેઓ વડોદરા રહે છે. આ પહેલા પણ આપણે તેમની રચનાઓ “અધ્યારૂ નું જગત” પર માણી ચૂક્યા છીએ. તેમનો સંપર્ક dimplepiyush@yahoo.com પર કરી શકાય છે.)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બે પદ્ય રચનાઓ – ડિમ્પલ આશાપુરી

  • purvika rathod

    ડીમ્પલ સરસ લખ્યુ છે.નથિ નાદાન આ દુનિયામા ,મારા જેવુ કોઇ નાહાક દિલ દુભાવિબેઠા ,તમે ખુસ્બુ પ્રેમ તના ફુલોનિ .હુ તમનેમારા સ્વાસમા સમાવિ બેઠા

  • Ch@ndr@

    શ્રિ દિમ્પલબહેહ્,
    ખરેખર સુન્દર , આશા છે કે આજ પ્રમાણે તમારિ કલમ પીરસતા રહેશો

    ચન્દ્ર્.

  • Markand Dave

    અંધારાને સત્તત ચીરતું સત્ય છું હું, કારણ સ્વયં પ્રકાશિત છું હું,
    છું દુનિયાથી અલિપ્ત કારણ સ્વયં માં છું લીન હું. “

    આદરણીય શ્રી ડીમ્પલબહેન,

    માણસાઇની ઝરમર વર્ષામાં ભીંજાતી ઉભેલી લાગણીની ઓળખાણ કરાવવા બદલ અભિનંદન.

    ચાલો,આપણે હજી માણસ છીએ.સનાતન સત્યની ખૂબ સુંદર અભિવ્યક્તિ.

    માર્કંડ દવે.