અંતકાળ એટલે શું? – શ્રી ગીતાજી (અધ્યાય 8 ના આધારે) 14


श्रीमद भगवदगीता અર્જુને પ્રભુ શ્રી કૃષ્ણને આ અધ્યાયમાં સાત પ્રશ્નો પૂછે છે. તેને પૂછવો હોય છે એક જ પ્રશ્ન પણ જો તે સીધે સીધું જે પૂછવાનું છે તે પૂછી લે તો પ્રભુને લાગે કે હજી તેનો મોહ ગયો નથી, એટલે તે આડા અવળા પ્રશ્નો પૂછીને છેલ્લે સાતમો મુખ્ય પ્રશ્ન પૂછે છે. . . .

प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥

જેઁમણે પોતાનું ચિત્ત વશ કર્યું છે તેઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે?

જવાબમાં પ્રભુ કહે છે કે ….

अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते।

भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥

જે અંતકાળે મારૂ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં શંશય નથી.

અંતકાળ એટલે શું? દૈનિક મૃત્યુ, અવસ્થાંતર મૃત્યુ, અજ્ઞાનનું મૃત્યુ અને દેહનું મૃત્યુ. મૃત્યુના આ વિવિધ પ્રકારો છે. દૈનિક મૃત્યુ એટલે ઉંઘ, એમાં બધુંજ છૂટી જાય છે. ઉંઘમાં પડ્યા એટલે વિદ્યા નહીં, પૈસા નહીં, મોહ, માયા, ગાડી, બંગલો, પત્ની, છોકરા બધાં ક્યાં જતા રહે છે? પણ જેવા સવારે ઉઠ્યા એટલે એ બધાં છે. કહે છે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા નહીં. આત્મા અમર છે.

अजो नित्यं शाश्वतोऽयं पुराळो,

न हन्यते हन्यमाने शरीरे ॥

અવસ્થાંત્તર મૃત્યુ એટલે कौमारं, यौवनं, जरा એવી અવસ્થાઓ આવે અને જાય તે. યુવાની આવે અને જાય, કુમારાવસ્થા આવે અને જાય, વૃધ્ધાવસ્થા પણ એમ જ આવે અને જાય, એ કોઇ લાખ પ્રયત્ન કરે તો પણ રોકી શકાય તેમ નથી, એટલે કુમારાવસ્થાનું મૃત્યુ એટલે યુવાની અને યુવાની નું મૃત્યુ એટલે વૃધ્ધાવસ્થા. આ અવસ્થાનું મૃત્યુ છે.

ત્રીજું મૃત્યુ એટલે અજ્ઞાનનું મૃત્યુ. દરેક ઉગતા – આથમતા  દિવસ્ સાથે જીવન કાંઇકને કાંઇક શીખવે છે. બાળક જન્મે ત્યારથી લઇને મૃત્યુ થાય ત્યા સુધી શીખવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને આમ અજ્ઞાનનો નાશ થતો રહે છે. ચોથું મૃત્યુ એટલે દેહનું મૃત્યુ. આ પ્રત્યેક અંત:કાળમાં ભગવાનને યાદ કરવા જોઇએ.

નિંદ્રા અંત:કાળ છે, એટલે જ આપણા શાસ્ત્રો કહે છે કે સૂતા પહેલા ભગવાનને યાદ કરવા જોઇએ. હવે તો આજનાં માનસ શાસ્ત્ર દ્વારા લગભગ બઘાંની જાણમાં છે કે CONSCIOUS અને UNCONCIOUS MIND એટલે જાગૃત અને અર્ધજાગૃત મન એમ બે પ્રકારના ભિન્ન વિચારતંતુઓ હોય છે. આખો દિવસ ચિત્તમાઁ જે  ભેગું થયું હોય તે રાત્રે અર્ધજાગૃત મન ફિલ્મના પડદા પર જેમ ફિલ્મ ફરે તેમ જુએ છે, એટલે જો પ્રભુસ્મરણ કર્યું હોય તો એવી નિંદ્રા ચિંતાઓથી દૂર, શાંત અને આનંદદાયક નિંદ્રા થાય છે.

અંતકાળ એ કોઇ નિશ્ચિત સમય નથી, એ તો કાયમ હોય છે, આવતી પળે શું થવાનું કોને ખબર છે? એટલે દરેક ઘડી અંત:કાળ સમજો અને પ્રત્યેક કાર્ય પૂરી ભાવનાથી, સમર્પણથી અને મનથી કરવું જોઇએ. આમ પણ પ્રભુ કહે છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરવી. પણ પ્રભુનું ચિંતન એટલે શું? કાયમ રામ રામ કે કૃશ્ણ કૃશ્ણ કે અલ્લાહ અલ્લાહ કર્યા કરવું તે? માળા ફેરવ્યા કરવી કે પૂજા કર્યા કરવી? ભગવાન કહે છે કે તું મારૂ ચિંતન કર.

मामनुस्मर युध्ध च મને સ્મર અને યુધ્ધ કર, એટલે કે કર્મ કર.मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् – નોકરી-ધંધો કરતી વખતે પણ વિચાર કે પ્રભુનું કાર્ય કરી રહ્યો છું, સતત તું પ્રભુચિંતન કરીશ તો તેવા વિચારો, સાત્વિકતા મળશે. નહીંતર મરતી વખતે યાદ આવશે વિલ બનાવવાનું કે પુત્ર, પત્નિ કે પૌત્રોમાં જીવ લાગેલો રહેશે. એમાંથી બચવા પ્રભુચિંતન કરવું, જેથી અંતસમયે પ્રભુ યાદ આવે, દુન્યવી લાલચો નહીં, જો કે આ કરવું એટલું જ અઘરું છે જેટલું સાંભળવુ સહેલું. પણ દુનિયામાં સહેલુ તો કાંઇ નથી …. ન જીવવુ, ન કમાવુ કે ન અનુભવવુ. એટલે અંતને પામતા પહેલા આવનારી યાત્રાની તૈયારી કરી લેવી.

 – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તા. 01 – 04 – 2009)

( મહુવાથી પીપાવાવ જતા ઉદ્ભવેલા વિચાર બીજને આધારે ભગવદગીતાની મારી સમજણ પ્રમાણે)


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “અંતકાળ એટલે શું? – શ્રી ગીતાજી (અધ્યાય 8 ના આધારે)

  • Rajendra

    ખુબ જ સરસ છે, પણ્ અંતકાળ-મ્રુત્ય વિશે બાઈબલ કંઈક આવુ કહે છે કે “જે લોકો પ્રભુઈસુ ને નથિ માનતા એ તો જીવતે જીવતા મરેલો છે” કેમ કે તો પરમપિતા પરમેશ્વરને નહિ પર બીજા કોઈને જે સ્વર્ગ ના નહી પણ અન્યલોકની શક્તિ ને માને છે જે મોક્ષ આપનારી નહિ પરન્તુ ભટકાવનારી અને પિતાથી વિમુખ કરનારી શક્તિ છે કેમ કે એ વ્યક્તિ ના કર્મો જ એની ચાડી ખાય છે કે એ આસુરી વ્યક્તિ છે અને તે પરમેશ્વરની આગ્યા પ્રમાણે નથી જીવતો અને પરમેશ્વરની આગ્યઆ છે, ગાંધીજીના અગિયાર વ્રતો જે બાઈબલમાં આજથી પાંચ હજાર વર્ષ પહેલા પરમેશ્વર યહોવાએ મુસા નામના સન્તને પથ્થર ઉપર લખીને યહુદી લોકો માટે આપી હતી.
    મહાત્મા ગાંધી પોતાના જીવનમાં અગિયાર મહાવ્રતોનું આચરણ કરી રાષ્ટ્રપિતા અને વિશ્વના મહામાનવનું પદ પામ્યા હતા.
    1)સત્ય :- હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
    2)અહિંસા :- કોઈને જરા પણ દુઃખ ન આપવું.
    3)ચોરી ન કરવી :- કોઈ કામ જૂઠુ ન કરવું.
    4)વણજોતું સંઘરવું નહીં. :- (અપરિગ્રહ)
    5)બ્રહ્મચર્ય :- મર્યાદાઓ-સિદ્ધાંતઓ પાળી માનસિક બ્રહ્મચર્ય તેઓ પાળતા.
    6)સ્વાવલંબન :- જાતે જ બધાં કામ કરવા, શ્રમનિષ્ઠ બનવું.
    7)અસ્પૃશ્યતા :- જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનતા નહીં. ભંગી, હરિજન, પછાતને અપનાવી – અસ્પૃશ્યતા નાબુદી માટે ખૂબ ભોગ આપ્યો.
    8)અભય :- નીડર રહેવું, નીડર બનવું.
    9)સ્વદેશી :- દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
    10)સ્વાર્થ ત્યાગ :- કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
    11)સર્વધર્મ સમાનતા :- જગતના બધા જ ધર્મો સમાન ગણી અભ્યાસ કરી, સંપૂર્ણ માન સર્વ ધર્મને આપવું.
    બાપુ આ વ્રતો નમ્ર પણે કાયમ આચરતા.

    જે આ નિયમો નથી માનતા એ જીવતે જીવતા મરેલો છે તો મોક્ષ નસીબ ક્યાંથી?

  • Praful Thar

    શ્રી જીગ્નેશભાઇ,

    મહુવાથી પીપાવાવ જતા ઉદ્ભવેલા વિચાર અને સમજણ પ્રમાણ બરાબર જ છે અને અંતકાળ એ કોઇ નિશ્ચિત સમય નથી, એ તો કાયમ હોય છે, આવતી પળે શું થવાનું કોને ખબર છે? એટલે દરેક ઘડી અંત:કાળ સમજો અને પ્રત્યેક કાર્ય પૂરી ભાવનાથી, સમર્પણથી અને મનથી કરવું જોઇએ. આમ પણ પ્રભુ કહે છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરવી. પણ પ્રભુનું ચિંતન એટલે શું? કાયમ રામ રામ કે કૃશ્ણ કૃશ્ણ કે અલ્લાહ અલ્લાહ કર્યા કરવું તે? માળા ફેરવ્યા કરવી કે પૂજા કર્યા કરવી? ભગવાન કહે છે કે તું મારૂ ચિંતન કર….

    એક વાત નિશ્ર્ચિંત છે કે પળે પળે પ્રભુ ચિંતન….

    લી.પ્રફુલ ઠાર

  • HASIT PATEL

    WE ARE DIFFERNT AND OUR BODY IS DIFFERNT .WE ARE THE PURE SOUL WHICH CAN PUT THE LEGS ON THE HEAD OF THE DEATH AND THEREBY CROSSES THE DEATH WITHOUT ANY TYPE OF FEAR.IF U WILL THINK LIKE THIS THEN NOBODY IN THIS WHOLE TRILOK CAN MAKE YOU FEARABLE.SO ALWAYS REMAIN IN YOUR SOUL(AATMA)AND CALLED THIS BODY AS ANOTHER OBJECT.FOR EXAMPLE MY NAME IS HASIT THEN I AM SOUL WHICH IS DIFFERENT FROM THE NAME OF THIS BODY OF HASIT PATEL WHICH WILL BE BURNT ON ONE DAY,BUT EVEN THOUGH I WILL BE THERE.JAY SHREE KRISHNA.

  • HASIT PATEL

    THE FEELING OF DIFFERENT FROM OUR BODY THAT IS TO REMIN IN THE SOUL WILL BE CALLED AS THE CONDITION OF THE AKARMA DASHA IN WHICH WHATEVER KARMA YOU ARE DOING IT WILL BE NOT FRUITFUL.

  • HASIT PATEL

    This life is like a railway track in which our body is one of the track and our soul is the another one.Both are going together for the whole life but actually they are different.This thinking for the whole life will make you different from your body and the ultimate aim of our life that is moksha or salvation will be achieved.

  • ASHWIN PANCHAL

    saty no svikar aej saty suny mathi sarjan ne suny ma smavavu aej jivan – apne to nimit matr chhiae -aatma ni olakh aej thayn-

  • gopal

    aapni bhaktimaa evee khunaree hovi joie ke bhagwan aapnaa gharni doorbell vagaadato aapnane malavaa aave ane biju “itna to karna swami jab pran tanse nikale e bhajannu roj ekvaar pathan karvu jethee mot aave to pan aapanane satavee na shake.

  • Rajendra M.Trivedi, M. D.

    Every breath out is ANTAKAL.
    Dear Jignesh!
    After understanding Bhagawat Gita let us live our life on earth with Jalkamalvat.
    Here is Shri SDA says,

    “Today’s Thought: En Route to Riga
    uploaded from on the road to Riga, Latvia

    ——————————————————————————–

    After being in the scorching heat of India, it’s quite a contrast to be here in snow laden Estonia. This is a graphic reminder of Lord Sri Krishna’s words in the Bhagavad-gita that this material world is a place of dualities and that we must therefore learn to be tolerant. Sometimes it is cold. Sometimes it is hot. Sometimes we are honored. Sometimes we are dishonored. Sometimes we are healthy. Sometimes we are sick. Sometimes we are wealthy. Sometimes we are poor. Through all situations, we must learn to endure these dualities finding lasting peace and happiness by always taking shelter of our constant companion, Lord Sri Krishna, the Supreme Personality of Godhead. The insider’s secret of how to easily get the Lord’s shelter is to be always as much as possible distributing the mercy of His shelter to others. This enables us to easily enter into and remain in the sublime spiritual atmosphere known as Krishna consciousness.

    Sankarshan Das Adhikari

    ——————————————————————————–

  • Raj Adhyaru

    Jignesh,, we all have a fentastic book covering everything but its an unfortunate that none of us reading it, understanding it, using it…

    for that we all have tobe Arjun.. then only Lord Krishna can guide us..