દાદાજીનો ડંગોરો – ત્રિભુવન વ્યાસ 13


દાદાનો ડંગોરો લીઘો,

એનો તો’મેં ઘોડો કીઘો.

ઘોડો કૂદે ઝમઝમ,

ઘૂઘરી વાગે ઘમઘમ,

ઘરતી ઘ્રુજે ઘમ ઘમ,

ઘમઘમ ઘરતી થાતી જાય,

મારો ઘોડો કૂદતો જાય,

કૂદતાં કૂદતાં આવે કોટ,

કોટ કૂદીને મૂકે દોટ.

સહુના મનને મોહી રહ્યો,

એક ઝવેરી જોઇ રહ્યો.

ઝવેરીએ તો હીરો દીઘો,

હીરો મેં રાજાને દીઘો.

રાજાએ ઉતાર્યો તાજ,

આપ્યું મને આખું રાજ.

રાજ મેં રૈયતને દીઘું,

મોજ કરી ખાઘું પીઘું.

– ત્રિભુવન વ્યાસ


Leave a Reply to Hemant ShuklaCancel reply

13 thoughts on “દાદાજીનો ડંગોરો – ત્રિભુવન વ્યાસ

  • sureshkumar ratnottar

    આ તબકકે કવિશ્રી અનિલ ચાવડાની એક દિકરી વિદાયની રચના યાદ આવે છે. જેના શબ્દો છે
    આટઆટલા વરસો જેણે રાખ્યુ ઘર હુફાળુ મ્હેંદી મૂકી ચાલ્યુ આજે ઘરનુ એ અજવાળુ

    દીકરી જાતા એમ લાગતુ ગયો ગોખથી દીવો નૈ સંધાય હવે આ ફળિયુ ગમે એટલુ સીવો
    જેની પગલી પડતા સઘળે થઇ જાતુ રજવાડુ હેંદી મૂકી ચાલ્યુ આજે ઘરનુ એ અજવાળુ

    રંગોળીમાં પડશે નહિ રે પહેલા જેવી ભાત દૂરદૂર રે ચાલી જાશે આ ઘરની મિરાંત
    આંસુથી ભીંજાશે સૌની આંખોનુ પરવાળુ મ્હેંદી મૂકી ચાલ્યુ આજે ઘરનુ એ અજવાળુ

    આ ગીતને સ્વરબધ્ધ કરી જાહેર કાર્યક્રમમાં રજુ કરવાની મહેચ્છા છે.

  • ajita

    મારા બાળકોનું બાળપણ યાદ આવી ગયું. હું અમેરિકામાં શિક્ષીકા છું અને મારા વિદ્યાર્થિઓને આ ગીત ક્યારેક ક્યારેક સાંસ્કુતિક કાર્યક્રમ વખતે શિખવું છુ.આખુ ગીત ખબર ન હતી. આભાર

  • ashok mawani

    માન્ડ વાચી શ્કયો આખ મા થી અશ્રુની ધાર વહિ ને ગાલ પર ફરી વળી,બાળપણ યાદ આવી ગયુ,યાદ આવ્યો મા નૉ ખોળો,દાદા નિ સફેદ દાઢિ,ઘર નુ ફળિયુ,દાદા નિ લાકડી,ને….ને… ખારુ ધુસ પાણી,મો મા પ્રવેસી ગયુ.

  • ગોવીન્દ મારુ

    લાકડી રુપી ઘોડો દ્વારા અને બાળકના આંતરીક આનંદ દ્વારા કવી સરસ સંદેશો આપએ છે કે કેટલીકવાર આવી નાની સરખી વસ્તુ પણ આપણને ઘણું બધું શીખવી જાય છે.

  • Raj Adhyaru

    Thanks for reminding us to teach same BALGIT in full and this will help us to keep alive our childhood and we also can transform the same innocent but meaningful poem to our kids…

    Extract is truely nice if you got something amazing and will distribute among the deservedones…then only its worth…

    truely nice…
    Thanks

  • Heena Parekh

    પ્રાથમિક શિક્ષણ દરમ્યાન આ બાળગીત અભ્યાસક્રમમાં હતું. પણ તે માત્ર “કોટ કૂદીને મૂકે દોટ”….સુધી જ હતું. બાકીની પંક્તિઓ આજે જ વાંચવા મળી. સરસ.

  • Dilip Gajjar

    એક ઝવેરી જોઇ રહ્યો. I have still remember but not with this line so new at this age..have dangoro bija mane dekhaade chhe !!
    balpan ni nirdoshta have loko mujma jota nathi..haji ek balbhaav kadi jaage chhe,…sunder rachna..