Daily Archives: February 7, 2009


ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી 6

“એઈ સાંભળો છો?” આવું ઉદબોધન હું અવારનવાર મારા શ્રીમતીજી ના મુખે થી સાંભળું છું અને સાંભળતાજ તુંરત યાદ કરી લઉ છું કે સવારે નહાઈને મે બંને કાન બરાબર સાફ કરેલા! તદુંપરાંત મને ઝીણા ઝીણા અવાજો પણ સંભળાઇ જાય એવી તીવ્ર શ્રવણ શક્તિ મળી છે, જેના દ્વારા હું અવારનવાર લોકોની ગુસપુસો સાંભળતો હોઉં છું. આટલું સરસ રીતે સાંભળી શકતો હોવા છતાં દરરોજ “એઈ સાંભળો છો?” ના મેણા મારે સાંભળવા પડે છે. “એઈ સાંભળો છો?” ને ! બદલે જો મને મારા શ્રીમતી “એઇ દેખાય છે કે નહી?” એવું કહે તો સમજી શકું કે મારે આંખે ચશ્મા છે અને ચશ્મા વિના મને દૂરનું ઓછુ દેખાય છે, તથા”એઇ દેખાય છેકે નહી?” એવું અવારનવાર મને રસ્તામાં, સોસાયટીમાં બસમાં અને તે સીવાય પણ ઘણી જગ્યાએ ઘણી માનુનીઓ કહેતી જ હોય છે. મને એ આજ પર્યત સમજાયું નથી કે શ્રીમતીઓ પોતાના શ્રીમાનને સ્નેહપુર્વક તેના નામથી કેમ નથી બોલાવતી. મે ઘણા વિદ્વાનોને આ બાબતે પૂછી જોયું પણ મને જાણી ને આંચકો લાગ્યો કે મારા એક મીત્ર ના શ્રીમતી મારા મીત્રને “ગુડિયાના પપ્પા! ” એવું સંબોઘન કરી બોલાવે છે, ત્યારે જ ધર્મસંકટ ઊભું થાય છે, કારણ કે એમની સોસાયટી માં કુલ મળીને સાત ગુડિયા છે. ફક્ત આ બાબતે જ ગોરઘનો ને અન્યાય થતો હોય તેવું નથી! શ્રીમતીઓ અન્યાય તથા અત્યાચારની બીજી પણ ઘણી રીતો જાણે છે. ધર્મરાજાએ જેમ યક્ષનું રૂપ લઈ યુધીષ્ઠિરની પરીક્ષા કરેલી તે રીતે પત્નીઓ પણ પતિની કર્મનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાની અવારનવાર ચકાસણી કરે છે. બીજાની મને ખબર નથી પણ મારી આવી રીતે રોજ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના સ્વરૂપો વિશે વાત કરું તો તેમાં દાળ, શાકનો વઘાર કરવો, કચરા-પોતા કરવા, સારૂ […]