વંદે રોટી માતરમ – પ્રવીણ ગઢવી 10


રોટી દરેકને જોઈએ

રોજ જોઈએ

પણ

રોટીની વાત કરતાં, સૌ દોણી છુપાવે છે.

કવિતા

રોટીની વાત કરતા શરમાય છે.

અભડાય છે.

અર્થશાસ્ત્ર મૂડીની વાત કરે છે,

સમાજશાસ્ત્ર જ્ઞાતિસમૂહની વાત કરે છે,

વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન કરે છે,

ઈતિહાસ કુરૂક્ષેત્રોનું વર્ણન કરે છે,

પરંતુ

રોટી રમખાણોની નોંધ લેતો નથી

કોઈ રાષ્ટ્રે એના રાષ્ટ્રધ્વજમાં

રોટીનું ચિન્હ રાખ્યું નથી

કોઈ રાષ્ટ્રગીતમાં ‘વંદે રોટી’ ગવાતું નથી.

 – પ્રવીણ ગઢવી


10 thoughts on “વંદે રોટી માતરમ – પ્રવીણ ગઢવી

 • Kalidas V. Patel { Vagosana }

  પ્રવીણભાઈ,
  સરસ રચના આપી. આભાર. એક આડ વાતઃ ૧. રોટી વિના ચાલતું નથી … પરંતુ, તે જે આપે છે , તે ખેડૂત ભૂખે મરે છે, અરે! આપઘાત કરે છે !
  ૨. દારુ વિના આરામથી ચાલે … તે જે પૂરો પાડે છે, તે બૂટલેગર કરોડોમાં આળોટે છે !
  ૩. બીડી-સિગારેટ-ગુટખા વગર આરામથી ચાલે … તે જે પૂરાં પાડે છે તે માલામાલ છે !
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Vishvas

  જય શ્રીકૃષ્ણ જિજ્ઞેશભાઈ,
  આપના બ્લોગ પરથી પ્રવિણભાઈ ગઢવીની આ અને હું ઉપેક્ષિત રચના લીધેલ છે.તથા આ રચના ગઈકાલે આંબેડકર જયંતિ તથા આજે નારી બચત દિનના સંયુક્ત ઉપક્રમે મારા બ્લોગ મનનો વિશ્વાસ પર રજું કરવાની પરવાનગી ઈચ્છું છું અને હા સાથે સંદર્ભમાં આપના બ્લોગના પોસ્ટની લિન્ક પણ અવશ્ય આપીશ જ છતા જો આપને કોઈ વાંધો હોય તો જણાવશો.તો સત્વરે ઘટતું કરીશ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

 • RAMESH K. MEHTA

  ROTI, KAPDA AUR MAKAN.
  IT’S A BASIC NEED OF ALL HUMAN BEING.
  LET’S HOPE SO,
  SOMEBODY WILL INSPIRE AND
  MAKE CHANGES IN NATIONAL ANTHEM.

  IT’S A CHANGING AND CHALLANGING TIME HAS BEGAN.

Comments are closed.