Daily Archives: January 8, 2009


ગુજરાતી સામયિકો, સાહિત્ય અને સંપાદકો – તરૂણ મહેતા 10

( મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. અધ્યારૂ નું જગત માટે ગુજરાતી સામયિકો વિશે આ લેખ તૈયાર કરી આપવા બદલ તેમનો ખૂબ આભાર. આશા છે આમ જ આપના લેખો આગળ પણ મળતા રહેશે.) કોઈપણ ભાષાનું સામયિક તે ભાષાનું ઐતિહાસીક દસ્તાવેજ બની રહે છે. સાહિત્ય સામયિકની આપણે ત્યાં એક ઉજ્જવળ પરંપરા છે. તેમાંથી આપણને સાંપ્રત અને જીવંત સાહિત્યના સંપર્કમાં જે વૈચારિક સ્પંદનો ઝીલાયા હોય તેનો હિસાબ મળી રહે છે. સાહિત્ય સામયિક બહુઆયામી ફાયદો આપનાર છે. જેમાં સંપાદકની રસ રુચી, જીવંતતા અને પસંદગીને મોકળુ મેદાન મળે છે. આપણે ત્યાં ચાલતા સંપાદકોના અહમને પોષતા અને કવિત્વને જાણ્યા વિના જ કવિ બનાવી દેતાં સામયિકોની સંખ્યા વધારે છે. નિસ્બતથી એક વૈચારિક આંદોલન જન્માવતા સામયિકોને સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા કીમિયાગરને શોધવો રહ્યો. તો બીજી તરફ ઈશ્વર પેટલીકર કહે છે કે “હું “સંસાર” નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારૂ લખાણ તમે નહીં છાપો તો અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે હું માસિક નથી ચલાવતો. હું વાચકો માટે માસિક ચલાવું છું. જો વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં મને ગરજ વધારે છે. ” (સમાજધર્મ પૃ. ૧૯) ગુજરાતી સાહિત્યમાં ચાલતા સામયિકોને માટે ક્યાંક મધ્યાહને સૂર્ય તપે છે તો ક્યાંક ઢળતી સાંજ છે. આ બધાનું મુખ્ય કારણ કોઈ એક ન હોય પણ સંપાદકના વ્યવહારો સામે ગુજરાતી વાચકોની મફત અને માનભેર સામયિક મેળવવાની વૃત્તિ જવાબદાર છે. […]