ડાંગરના ખેતરમાં તડકો – મણિલાલ દેસાઈ 3


રંગલયગતિ

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળાંપીળાં રાઈ તણાં ફૂલ થઈને

દૂર ક્યારડો વાલોળે લીલો ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો

ને પાસ થોરની ટોચ ટુકડો આભ બનીને ચટાક રંગ લ્હેરમાં ચૂમતો

બહાર ઉભેલો આંબો એના પાનપાન આ ઉડીજાય રે પંખીટૌકા થઈને

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

નીક મહીં ખળખળતાં જળમાં આભ પડી અમળાય

સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય,

કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો

જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય,

રંગરંગના પડ્યાં ગાબડાં સીમ મહીં

ને સીમ તણાં શેઢાઓ તો આ ખીલે રે, ફૂલે રે, ઝૂલે સવાર થઈને,

ડાંગરનાં ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

– મણિલાલ દેસાઈ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “ડાંગરના ખેતરમાં તડકો – મણિલાલ દેસાઈ

  • g

    યાર ફાયરફોક્ષ મા પેજમા બધે બધું બરાબર વાંચી શકાતું નથી.કવિતા બરાબર વંચાય છે પણ પેજના ફિક્સ હિસ્સામા ગુજરાતી બરાબર આવતું નથી.