ન લેજે વિસામો – વેણીભાઈ પુરોહિત 3


થાકે ન થાકે છતાંય હો માનવી ! ન લે જે વિસામો

ને ઝૂઝજે એકલ બાંયે હો માનવી ! ન લે જે વિસામો

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા

તારે ઉધ્ધારવાનં જીવન દયામણાં

હિંમત ન હારજે તું ક્યાંયે હો માનવી ! ન લે જે વિસામો

જીવનને પંથ જાતાં તામ થાક લાગશે

વધતી વિટંબણા સહેતા તું થાકશે

સહતાં સંકટ એ બધાંયે હો માનવી ! ન લે જે વિસામો

જાજે વટાવી તુજ આફતનો ટેકરો

આગે આગે હશે વણખેડ્યાં ખેતરો

ખંતે ખેડે એ બધુંય હો માનવી ! ન લે જે વિસામો

ઝાંખા જગતમામ એકલો પ્રકાશજે

આવે અંધાર તેને એકલો વિહારજે

છોને આયખું હણાયે હો માનવી ! ન લે જે વિસામો

લે જે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો

તારી હૈયા વરખડીને છાંયે હો માનવી

દેજે વિસામો ! ન લે જે વિસામો

 – શ્રી વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત

(ગાંધીજીની પસંદગીની કવિતા – રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાંથી)


3 thoughts on “ન લેજે વિસામો – વેણીભાઈ પુરોહિત

 • Neela

  શરૂઆત વાંચીને રવિન્દ્રનાથ ટાગોરનું ‘તારી કો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે’ યાદ આવે છે.

 • hemant doshi

  vanibhai porohit was good writer in gujarati . it allways give happyness to member.
  hemant doshi at mumbai

 • Shah Pravinchandra Kasturchand

  તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે
  એકલો જાને, એકલો જાને, એકલો જાને રે.
  તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે.
  -રવીંદ્રનાથ ટાગોર.

Comments are closed.